કમરનો દુખાવો અત્યારેના દરેક યુવાન અને મોટી વયના દરેક લોકોમાં જોવા મળતો સામાન્ય પ્રોબ્લમ છે. જો તમે વધુ પડતું કામ કરતા હોય, ઓફિસ માં બેસીને કામ કરવાનું હોય કે ઘરકામ કરતી ગૃહિણીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. અહીંયા તમને કમરના નીચેના ભાગમાં દુખાવો થવા પર કરવામાં આવતા 4 જેટલા ઘરેલું સરળ ઉપાય વિશે જણાવીશું.
દિવસે શરીરમાં દુખાવો થવો સામાન્ય છે. કેટલીકવાર આ સુતા અને બેસતા સમયે ઘણો દુખાવો થતો હોય છે. કેટલાકને ખભામાં દુખાવાની ચિંતા હોય છે અને કેટલાકને કમરના દુખાવાની ચિંતા હોય છે. જો કે, શરૂઆતના દિવસોમાં આ સમસ્યા વધારે સમસ્યા લાગતી નથી પરંતુ આગળ જતાં તમારે આ સમસ્યાની ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
આજકાલ ની બદલાતી જીવનશૈલીના કારણે લોકોને પેટ નો દુખાવો અથવા તો કમર નો દુખાવા જેવી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હકીકતમાં નોકરી કરતા લોકોને કલાકો સુધી તેમની ઓફિસમાં એકની એક જગ્યાએ બેસી રહેવું પડે છે જેના કારણે આપણે કરોડરજ્જુને ટેકો આપનાર સ્નાયુઓ તાણથી દુખાવો થાય છે.
આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે એ છે કે તમારે સતત એક જગ્યાએ બેસીને કામ ન કરવું જોઈએ અને ટુંકા ટુંકા સમયે વિરામ લેવો જોઈએ. કાર્યસ્થળે આરામદાયક રહેવું ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. કલાક સુધી બેસ્યા પછી ઘણી વખત પેટનો દુખાવો પણ શરૂ થતો હોય છે.
જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો અહીંયા તમને કેટલાક ઘરેલુ ઉપાય વિષે જણાવીશું જે ઘરેલૂ ઉપાય થી તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.
1) આદુ નો ઉપયોગ: પીઠ દુખાવો દૂર કરવા માટે આદુ ખુબજ મહત્વની ભૂમિકા ભજવે છે. તેના માટે તાજા આદુના ચારથી પાંચ ટુકડા લઈ અને તેને બે કપ પાણીમાં નાખી, તેને ૧૦ થી ૧૫ મિનિટ સુધી ઉકાળી લેવા. એકવાર આ પાણી ઉકાળી જાય એટલે તેને ઠંડું પડવા ડો. જ્યારે પાણી ઠંડુ પડે ત્યારે તેમાં થોડું મધ મિક્સ કરી અને તેનું દરરોજ સેવન કરવું. આ રીતે તમે પીઠના દુખાવાથી રાહત મેળવી શકો છે.
2) તુલસીનો પ્રયોગ: તુલસી કફ, શરદી,ઉધરસ સાથે સાથે કમરના દુખાવામાંથી પણ રાહત આપે છે. દસ થી બાર તુલસીના પાન લઇ અને તેને પાણીમાં ઉકાળો. જ્યાં સુધી પાણી અડધું ન રહે ત્યાં સુધી તેને ઉકાળવું. જ્યારે આ પાણી ઠંડુ થાય ત્યારે તેમાં એક ચપટી જેટલું મીઠું નાખી અને તેનું દરરોજ સેવન કરવું . જો આ રીતે રોજ તેનું સેવન કરવામાં આવે તો કમરના દુખાવામાં લાંબા સમયની રાહત મેળવી શકાય છે.
3) ખસખસ : ખસખસ ના બીજાને પીઠનો દુખાવો અથવા તો કમરના દુખાવા માટે નો ઉપચાર માનવામાં આવે છે. તેના માટે એક કપ ખસખસ લઇ અને તેમાં 1 કપ ખાંડ નો પાવડર મિક્સ કરી રાખવો. હવે આ મિશ્રણને તમારે દરરોજ સવારે અને સાંજે એક ગ્લાસ દૂધમાં ચમચી ઉમેરી ને પીવો. આ તમને ટૂંક સમયમાં દુખાવા માટે રાહત આપશે.
4) લસણ: લસણમાં બળતરા વિરોધી ગુણધર્મો રહેલા છે, તેથી તે આખા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ પરિસ્થિતિમાં તમે, પીઠ અથવા તો કમરના દુખાવાથી છુટકારો મેળવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો.
આ માટે તમારે ૩ થી ૪ કળી લસણ ની લેવાની છે અને તે લસણની કળીઓ કાળી થાય ત્યાં સુધી તેને સરસવના તેલમાં ઉકાળવી. હવે આ તેલથી માલિશ કરો.