Kanika Pulao
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવાના છીએ કનિકા પુલાવ જે તમે ઘરે રહેલી વસ્તુઓથી એકદમ સરળ રીતે માપસર મસાલા નાખીને ટેસ્ટી કનિકા પુલાવ બનાવી શકો. તો રેસિપી એકવાર જોઇલો અને ઘરે બનાવાનો પ્રયત્ન જરૂર થી કરજો.

સામગ્રી :

  • 2 બાસમતી ચોખા
  • ખાંડ (અહીં મેં 1 કપ ખાંડ લીધેલ છે)
  • 1 ચમચો ઘી
  • 2 તમાલપત્ર
  • 3-4 લવિંગ
  • 1-2 એલચી
  • 1 મોટો ટુકડો તજ
  • નાનો ટુકડો જાયફળ
  • 5-6 મરી
  • 1/2 નાની ચમચી હળદર
  • કાજુ કિસમિસ
  • 4- 5 કપ આશરે પાણી

બનાવાની રીત :

  1. સૌ પ્રથમ 30 મિનિટ ચોખાને ધોઈ પલાળી રાખવા.
  2. પછી એક કડાઈમાં ઘી મૂકી કાજુ અને કિસમિસ સાંતળી લઈ બાજુ પર રાખવા.
  3. હવે તેમાં તમાલપત્ર, મરી, એલચી, લવિંગ, જાયફળનો અધધકચરો ભુક્કો, તજ, હળદર ઉમેરી પાણી ઉમેરી ઉકળવા મૂકવું.(જાયફળનો ભુક્કો તાજો ઉમેરવાથી સ્વાદમાં ઉમેરો થાય છે)
  4. પાણી ઉકળી જાય એટલે તેમાં પલાળેલા ચોખા ખાંડ ઉમેરી દેવાની.
  5. મીડીયમ તાપે ચડવા દેવાના.
  6. ભાત ચડી જાય એટલે ગેસ બન્ધ કરી કાજુ કિસમિસ થી ગાર્નિશ કરવું.
  7. તો તૈયાર છે કનિકા પુલાવ.

નોંધ:

  1. સૂકા 1-2 મરચા અને મીઠું ઉમેરી શકાય.
  2. જગન્નાથ પુરીમાં આ પ્રસાદ રોજ હોય છે.
  3. ઓડિશામાં આ પુલાવ ઘરે ઘરે વાર તહેવારે બને છે.
  4. આ પુલાવને મહાપ્રસાદની દાળ, કેરીનો મુથમ્બો, રસાવાળા શાક જોડે ખવાય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “એકદમ ટેસ્ટી,ઘરે સરળ રીતે કનિકા પુલાવ બનાવાની રીત”