અત્યારે મળતી આ શાકભાજીને સોના કરતાં પણ કિમતી માનવામાં આવે છે, કારણકે આ શાકભાજી કીંમતમાં તો મોંઘી છે પરંતુ તેના ગુણધર્મો ખુબજ જબરજસ્ત છે. આની અંદર પ્રોટીન, ફાઈબર, અને વિટામિનનો ભરપૂર ભંડાર માનવામાં આવે છે.
અત્યારે ચોમાસાની સીઝનમાં ઠેર ઠેર શાકભાજી ની દુકાને તમે જશો તો આસાનીથી આ મળીરહે છે અને અત્યારે આનું તમે સેવન કરશો તો આખા વર્ષ દરમિયાન તમે ઘણા બધા રોગોથી બચી શકો છો અને રોગ પ્રતિકારક શક્તિ તમારી જબરજસ્ત બનશે.
તો આ શાકભાજી નું નામ છે “કંટોલા”. આપણે આને કંકોડા તરીકે પણ ઓળખીએ છીએ. આના સેવનથી થતા ફાયદા વિષે વાત કરીએ તો કંકોડાનો રેગ્યુલર સેવન કરવામાં આવે તો જે લોકોને માથા ની અંદર અવાર નવાર માથું દુખાવાની સમસ્યા થતી હોય છે, વાયરલ તાવ આવવાની સમસ્યા, જે લોકોને વાળની સમસ્યા થતી હોય છે.
અત્યારે ચોમાસાની અંદર જો વાતાવરણ ભેજવાળું હોય તો ઘણા લોકોને હેર ફોલ ખુબ વધી જતું હોય છે, તો કંકોડાનો જો તમે અત્યારે આ સિઝનમાં સેવન કરશો તો આ સમસ્યાથી બચી શકશો.
ત્યારબાદ વાત કરીએ તો અત્યારે પાણીજન્ય રોગો ખુબ થતા હોય છે. અત્યારે આપણે વાત કરીએ તો કમળાની સમસ્યા ખૂબ વધી જાય છે કારણકે દૂષિત પાણી પીવાથી કમળો ઘણા બધા લોકોને થઈ જતો હોય છે. તો જો તમે કંકોડાનું સેવન કરશો તો કમળા માટે એકદમ ઉત્તમ ગણવામાં આવે છે.
ત્યારબાદ વાત કરીએ તો ચોમાસાની અંદર દાદર, ખસ, ખંજવાળ એટલે કે ચામડી ની ઘણી બધી સમસ્યા થતી હોય છે. ફંગલ ઇન્ફેક્શન થઈ જવું આવી બધી સમસ્યા થતી હોય તો કંકોડાનો જો તમે રેગ્યુલર સેવન કરશો તો તમારું રુધિર એકદમ શુદ્ધ બનશે જેના કારણે તમને અંદરથી જો તમારું લોહી એકદમ શુદ્ધ હશે તો દાદર, ખસ,ખંજવાળ જેવી સમસ્યા તમને થશે નહિ.
જો તમે કંકોડાનું રેગ્યુલર સેવન કરશો તો બ્લડ શુગર લેવલ પણ તમારા કંટ્રોલમાં રહે છે જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ છે તેના માટે પણ એકદમ ઉત્તમ ગણવામાં આવે છે. ત્યારબાદ ની જે લોકોને બીપીની સમસ્યા છે તેમના માટે અને કેન્સર જેવી બીમારીઓમાં કંકોડા નું સેવન એકદમ રામબાણ સાબિત ગણવામાં આવે છે અને કેન્સર જેવા રોગો પણ આવતા અટકાવી શકાય છે.
ત્યારબાદ જે લોકોને ખૂબ પરસેવો થતો હોય તે લોકોએ એ કંકોડાને સૂર્ય પ્રકાશની હાજરીમાં જેને સુકાવવા માટે મૂકી દેવાના. કંકોડા સુકાઈ જાય એટલે તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી ભુક્કો કરી દેવાનો છે અને જયારે તમે સ્નાન કરવા જાઓ.
ત્યારે પાણીની અંદર બે ચમચી આ ભુક્કો નાખીને સ્નાન કરવાનું છે. આ કરવાથી પરસેવાની સમસ્યા દૂર કરી શકાય છે સાથે સાથે જો પરસેવાની દુર્ગંધ આવતી સમસ્યા હોય તો તે પણ દૂર કરી શકાય છે.
આ ઉપરાંત ચોમાસાની અંદર વાયરલ વાયરલ શરદી, ખાંસી, ઉધરસ ઘણા બધા લોકોને અત્યારે જોવા મળે છે કારણ કે આ સિઝનમાં શું થાય છે કે ગરમીમાં થી સીધુ ચોમાસું આવે અને વાતાવરણ ભેજ સાથે સાથે ઠંડક વાળુ થઈ જાય તો ઘણા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી તાવ, શરદી, ખાંસી જેવી સમસ્યા થઈ જતી હોય છે.
તો આ સીઝનમાં કંકોડાનું સેવન કરશો તો આવી સમસ્યામાંથી બચી શકો છો. હવે જાણીએ કે કંકોડાનો ઉપયોગ કઈ રીતે કરવો જેથી વધુ ફાયદાકારક સાબિત થાય: ઘણા લોકો કંકોડાને તેલની અંદર સીધા ફ્રાય કરી દે છે પરંતુ તમારે એવું નથી કરવાનું.
તમારે સૌ પ્રથમ કંકોડાની છાલ કાઢી કૂકરની અંદર એક થી બે સીટી મારી દેવી જેથી કંકોડા સારી રીતે પકાઈ જાય. ત્યારબાદ જો તમે તેલની અંદર ફ્રાય કરશો તો તેની અંદર બધા પોષક તત્વો જળવાઈ રહે, પોષકતત્વો નાશ નહિ પામે અને તેની અંદરથી બધા મિનરલ્સ અને વિટામીન તમને આસાનીથી મળી રહે.
ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે રસોઈની દુનિયા સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.