ચોમાસાની શરૂઆત થતા જ ઘણા બધા લીલા શાકભાજી બહારમાં મળવા લાગે છે. આ શાક દરેક વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શાક ખુબ જ સરળતાથી પચી જાય છે. તેની અંદર ફાઈબર, એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામિન સી મળી આવે છે. આ સિવાય વિટામીન બી પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.
તેનું શાક ખાવાથી કેન્સરનો ખતરો ઓછો થાય છે કારણ કે તે આયુર્વેદી ઔષધિ સમાન છે. તે આપણા શરીરમાં ગાંઠો બનવા અટકાવે છે અને તેમાં રહેલું બીટા કેરોટીન અને આલ્ફા કેરોટીન નામના તત્વો એન્ટિ-એજિંગની ભૂમિકા ભજવે છે જેના કારણે ત્વચા પર કરચલીઓ પડતી નથી અને ચહેરો હંમેશા યુવાન દેખાય છે.
તે ગામડામાં તમને ખેતરની આસપાસ વેલા પર જોવા મલાઈ જાય છે. કંકોડા તેના ગુણોને કારણે ઘણા લોકો તેની ખેતી પણ કરી રહયા છે. કંકોડા ના ફાયદા તો ઘણા છે, પરંતુ તેનું શાક કેવી રીતે બનાવવું તેની રેસિપી જાણી લો.
કંકોડા અને ડુંગળીનું સૂકું શાક માટે સામગ્રી : કંકોડા 500 ગ્રામ, ડુંગળી 5 સ્લાઇસમાં કાપેલી, લાલ મરચું પાવડર 1 ચમચી, હળદર પાવડર અડધી ચમચી, ધાણા પાવડર 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, રાઈ અડધી ચમચી, જીરું અડધી ચમચી, હીંગ બે ચપટી, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, તેલ 2 ચમચી.
કંકોડાનું શાક બનાવવાની રીત : શાક બનાવવા માટે, સૌથી પહેલા કંકોડાને બે થી ત્રણ વાર સારી રીતે ધોઈને તેના ટુકડા કરી લો. હવે ગેસ પર પેન મૂકીને તેલ નાખો, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખો.
રાઈ તતડવા લાગે એટલે તેમાં આદુ લસણની પેસ્ટ નાખીને સાંતળો. આ પછી તેમાં હિંગ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને મીઠું નાખીને શ્રી રીતે મિક્સ કરીને, હલાવતા એક મિનિટ સુધી સાંતળો.
હવે તેમાં ડુંગળી અને કંકોડા ઉમેરીને મસાલામાં સારી રીતે ભળી જાય તેવી રીતે મિક્ષ કરો. ધ્યાન રાખો કે મસાલો શાક પર સારી રીતે ભળી જાય. શાકને હલાવતા જાઓ અને 2-3 મિનિટ રાંધો, પછી તપેલીનું ઢાંકણું ઢાંકીને 10 મિનિટ સુધી ધીમી આંચ પર ચડવા દો, આ દરમિયાન વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી શાક તળિયે ચોંટી ન જાય.
10 મિનિટ પછી તમે જોધો કે તમારું કંકોડા નું શાક બનીને તૈયાર થઇ ગયું હશે. હવે આ ગરમાગરમ કંકોડાનું સૂકું શાકને તમે રોટલી, પુરી કે પરાઠા સાથે સર્વ કરો, આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ટિફિન બોક્સ માટે પણ સારો વિકલ્પ છે. કારણ કે તેને બનવાનું સરળ છે અને ઝડપથી બની જાય છે.