કપૂર દરેક ભારતીય ઘરોમાં જોવા મળતી ખૂબ જ સામાન્ય વસ્તુ છે. તેનો ઉપયોગ પૂજામાં, સ્વાસ્થ્ય માટે, ત્વચા માટે, વાળ માટે પણ થાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કપૂરનો ઉપયોગ આ માટે જ મર્યાદિત છે.
જો આપણે કેટલીક ઘરેલું સમસ્યાઓ વિશે વાત કરીએ તો ત્યાં પણ કપૂર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઇ શકે છે. વાસ્તવમાં ગૃહિણીઓ સામે દરરોજ કોઈને કોઈ ઘરેલું સમસ્યા આવતી જ હોય છે.
ક્યારેક બેડરૂમમાં દુર્ગંધ આવે છે તો ક્યારેક કપડાંમાં ફફુડી લાગી જવી તો ક્યારેક જંતુઓની સમસ્યા, ક્યારેક તણાવ તો ક્યારેક બગીચાના છોડ અચાનક મરી જાય છે અને બીજી ઘણી બધી સમસ્યાઓ આવે હહે રોજબરોજના જીઆવનામાં આવે છે. તો આવી સ્થિતિમાં તમારે આ સમસ્યાઓને દૂર કરવા કપૂરનો આ રીતે ઉપયોગ કરવો જોઈએ.
જો રૂમમાં દુર્ગંધ આવતી હોય તો આ રીતે કપૂરનો ઉપયોગ કરો : જો તમારા બેડરૂમમાં દુર્ગંધ આવતી હોય તો કપૂર તમારા માટે રૂમ ફ્રેશનર તરીકે કામ કરી શકે છે. માત્ર કપૂર સળગાવીને રૂમને ફ્રેશ કરવા સિવાય પણ કપૂરનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે.
શુ કરવુ? કપૂરનો પાવડર બાનવીને તેમાં લવંડર તેલના થોડા ટીપા પાડો. તમે તેને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરીને રૂમમાં તેનો છંટકાવ પણ કરી શકો છો. તમે તમાલપત્ર અને કપૂરને કપડાની પોટલીમાં બાંધીને તેને અલમારી અથવા રૂમની બાજુમાં મૂકી શકો છો.
ખટમલ અને વરસાદના જીવજંતું – કીડાઓ માટે : જો તમારા માથામાં જૂ હોય અથવા ખટમલથી પરેશાન થઇ ગયા હોય હોવ અથવા જો તમને વરસાદના કારણે ઘરમાં અસ્વચ્છતા સંબંધિત સમસ્યાઓ હોય તો કપૂરનો નીચે જણાવ્યા મુજબ ઉપયોગ કરી શકાય છે.
શુ કરવુ? કપૂરને ઘરના અલગ-અલગ ખૂણામાં રાખવાથી ઘણા જીવજંતુઓ ભાગી જાય છે. કપૂરને નારિયેળના તેલમાં મિક્સ કરીને માથાની ચામડી પર લગાવવાથી માથામાં ડેન્ડ્રફ અને જૂ ની સમસ્યા ઓછી થાય છે. જો ઘરમાં વરસાદી કીડાઓ ખૂબ આવતા હોય તો થોડાં તજનાં પાવડરને કપૂર અને થોડાં પાણીમાં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. જાવે જ્યાં માખીઓ, મચ્છર, જંતુઓ હોય ત્યાં આ પેસ્ટને મૂકી રાખો.
જો તમે તણાવમાં છો તો આ રીતે કપૂરનો ઉપયોગ કરો : કર્પૂરનો ઉપયોગ મનને શાંત કરવા માટે પણ કરી શકાય છે. જો તમને મોટાભાગની તણાવપૂર્ણ બાબતોનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે કપૂરના નીચે પ્રમાણેના ઉપાયો કરી શકો છો.
શુ કરવુ? બેડરૂમમાં પલંગની બાજુમાં માટીના વાસણમાં થોડો કપૂર રાખો. આ કોઈ ટોટકા કે કાળો જાદુ નથી, પરંતુ તેની સુગંધ જ્ઞાનતંતુઓને શાંત કરવામાં ખુબ જ મદદ કરે છે.
કપડામાંથી હંમેશા દુર્ગંધ આવતી હોય તો આ રીતે કપૂરનો ઉપયોગ કરો : જો તમારા કબાટમાં વરસાદના કારણે અથવા ફૂગ કે અન્ય કોઈ કારણથી કપડામાં દુર્ગંધ આવવા લાગી હોય તો તમે કપૂરનો ઉપયોગ કરી શકો છો.
શુ કરવુ? તમે કપૂરનો ઉપયોગ નેપ્થાલિન બોલની જેમ પણ કરી શકો છો. તેને ફક્ત કોટનના કપડામાં બાંધીને કપડાની વચ્ચે મૂકી દો. જો તમે સીધું કપડાની વચ્ચે કપૂર રાખશો તો કપડા પર કપૂરના નિશાન પડી જશે.
કપૂરથી સંબંધિત આ તમામ હેક્સ કરવા માટે ખૂબ જ સરળ છે અને તેમને કરવામાં વધારે સમય પણ લાગતો નથી અને ખુબ જ ઉપયોગી છે. તમારી ઘણી સમસ્યાઓ ખૂબ ઓછા ખર્ચમાં ઉકેલી શકાય છે. જો તમને આ માહિતી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.