લોકો કારેલાને રસોડામાં ઘણી રીતે ઉપયોગ કરે છે જેમ કે કેટલાક લોકો શાક બનાવે છે, કેટલાક લોકો તેનો રસ બનાવે છે. કારણ કે કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જેમ કે વિટામિન-એ, વિટામિન-સી, ઝિંક, ફાઇબર, કાર્બ્સ અને આયર્ન વગેરે. જો કે, કેટલાક લોકોને કારેલા પસંદ નથી અને કેટલીક સ્ત્રીઓ તેને સુધારવાના ચક્કરમાં બનાવવાનું ટાળે છે.
ઘણી સ્ત્રીઓને કારેલાને ધોવાનું મુશ્કેલ કામ લાગે છે. તેથી જ તેઓ કારેલાને સારી રીતે ધોઈ શકતા નથી અથવા તેને ખાવાની ઉતાવળમાં એવા ને એવા ઉપયો કરી લે છે. પરંતુ આજે અમે તમને કોઈ પણ પરેશાની વિના કારેલાને સાફ કરવાની એક સરળ રીત, તેની કડવાહટ દૂર કરવાની રીત અને તેને કાપવાની રીત વિશે જણાવી રહ્યા છીએ, જેને તમે અનુસરી શકો છો.
હાથને સાફ કરો
કારેલાને ધોવા માટે, પહેલા તમે તમારા હાથને ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી સારી રીતે ધોઈ લો. કારણ કે જો તમારા હાથમાં કોઈ બેક્ટેરિયા હશે તો તે કારેલા પર લાગશે. તેથી કારેલાને ધોતા પહેલા અથવા કાપતા પહેલા તમારા હાથને ધોઈ લો.
છાલ કાઢવા માટે પીલ કટરનો ઉપયોગ કરો
આજકાલ બજારમાં ઘણા પ્રકારના પીલ કટર મળે છે જેનો ઉપયોગ તમે કારેલાને છોલવા માટે કરી શકો છો. આનાથી કારેલાની છાલ પણ પરફેક્ટ નીકળશે અને તમને કોઈ મુશ્કેલી પણ નહીં પડે. તમે કારેલાના બીજને કાઢવા માટે કાંટાનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો: કારેલાની કડવાશ દૂર કરવા માટે 7 ટિપ્સ
આ રીતે કડવાશ દૂર કરો
કારેલાની કડવાશ દૂર કરવા માટે વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે પહેલા કારેલાને વિનેગરના પાણીમાં 10 થી 15 મિનિટ સુધી પલાળી રાખો અને પછી ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ લો. આમ કરવાથી કારેલા પર રહેલા તમામ બેક્ટેરિયા દૂર અને કારેલાની કડવાશ પણ નીકળી જશે.
કાપવાની સરળ રીત
જો તમે કારેલાને કોઈપણ મુશ્કેલી વગર સુધારવા માંગતા હોય તો કાતરનો ઉપયોગ કરી શકો છો . જો કે આ ટિપ્સ કારેલાના બીજને કાઢી લીધા પછી જ કામમાં આવશે. પરંતુ જો તમારી કાતર ખૂબ જ તીક્ષ્ણ હોય તો તમે કારેલાને બીજ સાથે પણ સરળતાથી સુધારી શકો છો. બજારમાં તમને શાક સુધારવાની કાતર પણ મળી જશે.
કારેલાને ધોવાની રીત
કારેલાને ધોવા માટે એક વાસણમાં થોડું પાણી લઈને તેમાં એક ચમચી ખાવાનો સોડા નાખો. આ પાણીમાં કારેલાને બોળીને 10 મિનિટ સુધી રાખો. પછી કારેલાને સાદા પાણીથી ધોઈ લો અને તેને સૂકવવા દો. પછી તેને સુધારીને તેનું શાક બનાવો.
બસ તમારું કામ થઇ જશે, તમારા કારેલા સાફ થઇ જશે અને તમે તેનો સરળતાથી ઉપયોગ કરી શકો છો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. આવી જ બીજી માહિતી વાંચવા માટે મળતી રહેશે.