kat door karava mate
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જોતમારા બાથરૂમના નળ પર જિદ્દી ડાઘ અથવા કાટ લાગે છે તો તમે શું કરો છો? તમે કદાચ તમે તેને એક કે બે વાર ફરીથી સાફ કરતા હશો અને જો તો પણ કાટ નથી નીકળતો તો તમે નળને બદલી કાઢતા હશો. જે કોઈપણ વસ્તુ પર ડાઘ અથવા કાટ લાગે છે તે બંને તે વસ્તુને નકામી બનાવી દે છે.

ક્યારેક તો બારીઓ, લોખંડના કબાટ પર કાટ લાગવાને કારણે ખૂબ જ ગંદા લાગે છે. તો આવી સ્થિતિમાં આજે આ લેખમાં અમે તમને આવી જ 10 સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે કોઈપણ વસ્તુમાંથી સરળતાથી તે કાટ દૂર કરી શકો છો.

1. બારીમાંથી કાટ દૂર કરો : જો તમારી લોખંડની બારી પર પાણી પડવાને કારણે અથવા બીજા કારણોસર કાટ લાગી ગયો હોય તો તમે ખાવાના સોડા અને મીઠાની મદદથી તે કાટને દૂર કરી શકો છો. આ માટે બેકિંગ સોડા અને મીઠાની એક પેસ્ટ બનાવીને તેને કાટવાળા વિસ્તાર પર લગાવો અને 20 મિનિટ પછી ક્લિનિંગ બ્રશથી સાફ કરો.

2. બાથરૂમના નળ પરથી કાટ દૂર કરો : જો બાથરૂમના નળમાં કાટ લાગ્યો છે તો તેને દૂર કરવા માટે, બેકિંગ સોડા અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરીને કાટ લાગેલી જગ્યા પર લગાવો અને થોડી વાર રહેવા દો. લગભગ 15 મિનિટ પછી તેને સેન્ડપેપરથી સાફ કરો. જો તમે ઈચ્છો તો આ મિશ્રણમાં હાઈડ્રોજન પેરોક્સાઇડ પણ મિક્સ કરી શકો છો.

3. હાઇડ્રોજન પેરોક્સાઇડ : લોખંડની બારી કે લોખંડના કબાટ અને ખુરશીમાં લાગેલા કાટને દૂર કરવા માટે, કાટ લાગેલ જગ્યા પર હાઇડ્રોજન પેરોક્સાઇડ લિક્વિડ સ્પ્રે કરો અને તેને લગભગ 10 મિનિટ માટે છોડી દો. 10 મિનિટ પછી તેને ક્લિનિંગ બ્રશથી ઘસીને સાફ કરો. તમે જોશો કે તે જગ્યાએ કાટ દૂર થઇ ગયો હશે.

4. સેન્ડપેપરની મદદથી કાટ દૂર કરો : તમે લોખંડના દરવાજા અથવા બીજી કોઈપણ વસ્તુમાંથી કાટ દૂર કરવા માટે, કાટ લાગેલી જગ્યા પર સતત ચારથી પાંચ ચમચી પાણી નાખીને સેન્ડપેપરથી ઘસો. તેનાથી કાટ સરળતાથી દૂર થઈ જશે. આ પ્રક્રિયા તમે બે થી ત્રણ વખત કરી શકો છો, તેનાથી કાટ સરળતાથી દૂર થઇ જશે.

5. કપડાંમાંથી કાટને દૂર કરો : કેટલીકવાર કપડાને અલમારીમાં રાખવાને કારણે અથવા હેંગરમાં લટકાવવાને કારણે કાટ લાગે છે અને દૂર કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. તો કાટને દૂર કરવા માટે, હુંફાળા પાણીમાં એકથી બે ચમચી ખાવાનો સોડા અથવા હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને કાટવાળા ભાગ પર લગાવીને થોડી વાર રહેવા દો. થોડી વાર પછી તેને હાથ વડે ઘસીને સાફ કરી લો. કાટ સરળતાથી દૂર થઈ જશે.

6. લોખંડની તિજોરી પર કાટ : લોખંડની તિજોરીમાંથી કાટ દૂર કરવા માટે લીંબુનો રસ, મીઠું અને ચૂનો મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને કાટ લાગેલી જગ્યા પર લગાવો અને થોડી વાર માટે લગાવીને રહેવા દો. લીંબુનો રસ મીઠાના ક્રિસ્ટલને સક્રિય કરે છે અને આ કાટને નરમ બનાવે છે અને કાટને સરળતાથી દૂર કરી શકાય છે. ચૂનો કાટના ડાઘ સાફ કરે છે.

7. રસોડાના નળ પર લાગેલા કાટ દૂર કરો : જો રસોડાના નળમાં વધારે પાણીને કારણે કાટ લાગી ગયો હોય તો, કાટવાળા વિસ્તાર પર લીંબુનો રસ અથવા વિનેગર સ્પ્રે કરો અને લગભગ 20 મિનિટ માટે તેને છોડી દો. 20 મિનિટ પછી સફાઈ બ્રશ અથવા સેન્ડપેપરથી સાફ કરો. કાટ સરળતાથી દૂર થઈ જશે. તમે ખાવાનો સોડા પણ સ્પ્રે કરી શકો છો.

8. કારનો કાટ દૂર કરો : કાર કે સ્કૂટર પર કોઈપણ ભાગે કાટ લાગ્યો હોય તો, આ માટે મીઠું, ચૂનો અને લીંબુનો રસ મિક્સ કરીને પણ પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને કાટ લાગેલી જગ્યા પર લગાવો અને થોડી વાર માટે લગાવેલું રહેવા દો. થોડા સમય પછી તેને ક્લિનિંગ બ્રશ અથવા સેન્ડપેપરથી સાફ કરી લો. જો કાટ એક જ વારમાં દૂર ના થાય તો પ્રક્રિયાને પુનરાવર્તિત કરી શકો છો.

9. બગીચાના સાધનોમાંથી કાટ દૂર કરો : જો બગીચાના સાધનોને ઘણો કાટ લાગ્યો હોય તો, તેના માટે વિનેગર અને ચૂનોનું મિશ્રણ તૈયાર કરો અને તેને કાટવાળા વિસ્તાર પર લગાવો અને લગભગ 10 મિનિટ માટે છોડી દો. 10 મિનિટ પછી સફાઈ બ્રશથી સાફ કરો. તમે બેકિંગ સોડાની મદદથી પણ કાટને પણ દૂર કરી શકો છો.

10. બેકિંગ સોડા અથવા વિનેગરનો ઉપયોગ : જો લોખંડની ખુરશી અથવા બીજા કોઈ ફર્નિચર પર કાટ લાગ્યો હોય તો તે કાટને દૂર કરવા માટે ખાવાનો સોડા અને વિનેગર લો. આ બંનેને મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને કાટ લાગેલી જગ્યા પર લગાવો અને થોડીવાર રહેવા દો. થોડી વાર પછી તેને સેન્ડપેપરથી ઘસીને સાફ કરો.

અમને આશા છે તમને આ માહિતી જરૂરથી પસંદ આવી હશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને આગળ મોકલો અને આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા