મે-જૂનનો ઉનાળો ખુબ જ પ્રખાય હોય છે, કારણ કે આ સમયગાળામાં સૌથી વધુ ગરમી પડે છે, પરંતુ આ વખતે મને નવાઈ લાગે છે કે હવામાન એટલું આરામદાયક છે કે, ક્યારેક વરસાદ પડે છે તો ક્યારેક ઠંડો પવન. પરંતુ જો તમને વરસાદની સિઝનમાં ગરમાગરમ પકોડા (ભજીયા) મળે તો શું વાંધો છે.
પકોડા ભલે ગમે તેમાંથી બનેલા હોય પરંતુ તે સ્વાદથી ભરપૂર હોય છે. પરંતુ જો પકોડા અલગ રીતે બનાવવામાં આવે છે તો ચાનો આનંદ બે ગણો વધી જાય છે.
તેથી જ આજે અમે તમને ‘રેસિપી ઑફ ધ ડે’માં ગરમાગરમ કેળાના ભજિયાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સ્વાદ ચાની ચુસ્કીઓ સાથે તમને વરસાદનો ભરપૂર આનંદ પણ આપશે. તો ચાલો જાણીએ ઘરે પરફેક્ટ કેળાના પકોડા બનાવવાની ટિપ્સ.
સામગ્રી
- કાચા કેળા- 4
- ચણાનો લોટ – 1 મોટી વાટકી
- મીઠું – સ્વાદ મુજબ
- મરચું – સ્વાદ મુજબ
- જીરું – 1 ચમચી
- આમ ચૂર્ણ પાવડર – 1 ચમચી
- પાણી – જરૂર મુજબ
- તેલ – પકોડા તળવા માટે
કેળાના ભજીયા બનાવવાની રીત
પકોડા બનાવવા માટે પહેલા કેળાના જાડા ટુકડા કરી લો. જો તમે ઈચ્છો તો ટુકડાને પાતળા પણ રાખી શકો છો. હવે એક મોટો બાઉલ લો અને તેમાં 1 વાટકી ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી મરચું, 1 ચમચી જીરું અને 1 ચમચી સૂકી કેરીનો પાવડર ઉમેરીને, બધું સારી રીતે મિક્ષ કરી લો.
આ પણ વાંચો : ભજીયાંનું ખીરું બનાવતી આ ભૂલો કરવાથી ભજીયા વધારે તેલ શોષે છે, જાણો આ ભૂલો વિશે
પછી થોડું થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરો. જ્યારે બેટર તૈયાર થઈ જાય, ત્યારે ચણાના લોટના મિશ્રણમાં સમારેલા કેળાના ટુકડા ઉમેરીને મિક્ષ કરી લો.
આ દરમિયાન ગેસ પર એક કળાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એક પછી એક કેળાના ટુકડા ઉમેરો અને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. બંને બાજુથી તળાઈ જાય પછી, પકોડાને પ્લેટમાં કાઢીને ગરમા-ગરમ લીલી ચટણી સાથે સર્વ કરો .