ગોટલીનો મુખવાસ: આજે આપણે જોઇશું કેરીની ગોટલી નો મુખવાસ ઘરે સરળ રીતે બનાવવાની રીત. આ રીત માં તમારે ગોટલા ને તોડવાનો નથી. આમ તો બધા લોકો કેરી ખાઈને ગોટલી ફેંકી દે છે, પણ જો તે કેરીના ગોટલા માંથી નીકળતી ગોટલીનો મુખવાસ બનાવવામાં આવે તો તે એકદમ સારો બને છે.
આ મુખવાસ તેને વિટામીન બી૧૨ પૂરું પાડે છે અને જમવાનું પચાવવામાં પણ મદદ રૂપ થાય છે. આ મુખવાસ બનાવવામાં ઘણી મહેનત થાય છે પણ આજે અહી જોઈશું એકદમ સરળ રીત. આ મુખવાસ બનાવામાં એકદમ ક્રંચી અને અંદર થી સોફ્ટ બને છે. તો આ સરળ રીત જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો.
સામગ્રી:
- કેરીના ગોટલા
- ૨ ચમચી ઘી
- ૧/૪ ચમચી સંચળ પાઉડર
ગોટલી નો મુખવાસ બનાવવાની રીત:- આમ તો જ્યારે આપણે મુખવાસ બનાવતાં હોઈએ છીએ ત્યારે ગોટલી કાઢવામાં વધુ સમય લાગતો હોય છે. ઘણી વાર ઓને ગોટાળાને તોડતા હોઈએ છીએ ત્યારે ગોટલિનો ભુક્કો પણ થઈ જતો હોય છે. તો અહિયાં એક નવી રીતે ગોટલાને કાઢવાની રીત જોઈશું.
સૌ પ્રથમ કેરીનાં ગોટલાને પાણીથી ધોઈ લો. ગોટલા ને ધોયા પછી ૪-૫ દિવસ તડકામાં સૂકવી રાખો. ગોટલા સુકાઈ જાય એટલે તેને એક કુકર મા એડ કરી દો. હવે તેમાં ગોટલા ડૂબે એટલું પાણી એડ કરી ધીમા ધીમા ગેસ પર ૭-૮ કૂકરની વિશલ થાય ત્યાં સુધી બાફવા દો.
ગોટલા બફાઈ જાય એટલે કુકર નેં નીચે ઉતરી ગોટલા બહાર કાઢી ઠંડા થવા દો. ગોટલા ઠંડા થાય એટલે તેને ચપ્પા કે કોઈ બીજી વસ્તુનું મદદ થી તેમાંથી ગોટલી કાઢી લો. અહિયાં તમે એકદમ સરળ રીતે ગોટલી કાઢી શકશો. ગોટલી કાઢ્યા પછી તેની ઉપર ની છાલ પણ સરળતાથી નીકળી જસે.
બધી ગોટલી નિકળી જાય એટલે ગોટલી ને ચપ્પણી મદદ થી કાપી તેના નાના નાના ટુકડા કરી દો. અહિયાં નાના જ ટુકડાં કરવાં જેથી સુકાવામાં વધુ ટાઇમ ન લાગે. તમે ગોટલીની ચપ્પાની મદદ થી ચિપ્સ પણ પડી શકો છો.અથવા તો તમે ગોટલી ને મોટાં હોલવારી છીનીની મદદ થી પણ તેને છીણી શકો છો. છીણેલી ગોટલી નો મુખવાસ ટેસ્ટ માં સારો આવતો હોય છે. હવે આ ગોટલી ને ૨-૩ દિવસ સુધી તડકામાં સુકાવા રાખી દો.
હવે એક પેન મા ૨ ચમચી ઘી એડ કરી દો. ઘી ગરમ થાય એટલે તેમાં ગોટલી નાં ટુકડાં એડ કરો. હવે તેને ધીમા ગેસ પર ૨-૩ મીનીટ માટે શેકાવા દો. અહિયાં મુખવાસ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ૨-૩ મીનીટ થાય પછી તેમાં ૧/૪ ચમચી સંચળ પાઉડર એડ કરી સારી રીતે હલાવી દો. હવે આ મુખવાસ ને એક પ્લેટ મા કાઢી ઠંડો થવા મૂકી દો. તમારે પેનમાં જ મુખવાસ ને ઠંડો થવા રાખવાનો નથી.
અહિયાં તમે મુખવાસ ને એકલા છીણ સાથે મુખવાસ માં લઇ શકો છો. અથવા તો તમે તલ, વરીયાળી કે ધાનાદાળ સાથે પણ મિક્સ કરી ઉપયોગ મા લઇ શકો છો. તો અહિયાં તમારો મુખાવસ્ત બનીને તૈયાર થઈ ગયો છો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.