Kerosene uses in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પેટ્રોલ અને ડીઝલનો વધારે ઉપયોગ થઇ રહ્યો છે એટલે કેરોસીન તેલને કોને યાદ કરે. કદાચ તમને પણ યાદ હશે કે થોડા વર્ષો પહેલા આ તેલનો શહેરથી ગામડા સુધી સૌથી વધારે ઉપયોગ થતો હતો. આજે પણ કેરોસીનનો ઉપયોગ ગામડાઓમાં દીવા પ્રગટાવવા, ખેતરોમાં પાણીના પંપ અને ટ્રેક્ટરમાં થાય છે.

આજે અમે તમને જણાવી દઈએ કે કેરોસીનનો ઉપયોગ ફક્ત આ કામો માટે જ નથી થતો, પરંતુ તેનો ઉપયોગ ઘરના બીજા ઘણા મુશ્કેલ કામોને સરળ બનાવવા માટે પણ કરી શકાય છે. કેરોસીન તેલને માટીનું તેલ પણ કહેવામાં આવે છે,

તો અમે તેના કેટલાક શ્રેષ્ઠ ઉપયોગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયોને જાણીને તમે પણ તમારા ઘરમાં કેરોસીન રાખવાનું ચાલુ કરશો.

ઉધઈને દૂર કરે છે : તમને જણાવી દઈએ કે આજે પણ ગામડાના લોકો ઉધઈને દૂર કરવા માટે કેરોસીનનો જ ઉપયોગ કરે છે. લાકડાના ફર્નિચરમાં હોય કે દિવાલોમાં, ઉધઈની સમસ્યાને દૂર કરવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. આપણે બધા જાણીએ છીએ કે ઉધઈ લાકડા અથવા દિવાલોમાં અંદરથી પોલાણ કરે છે.

આવી સ્થિતિમાં કેરોસીન તેમને ભગાડવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ઉધઈને દૂર કરવા માટે ઉધઈની જગ્યા પર એકથી બે ચમચી કેરોસીન લગાવો. તેના ગંધને કારણે ઉધઈની સમસ્યાને થોડા સમયમાં દૂર કરી શકાય છે.

બગીચાને સુરક્ષિત રાખવા માટે : જો તમે બગીચાને જંતુઓથી અને કીડાઓથી બચાવવા માંગતા હોય તો કેરોસીન શ્રેષ્ઠ ઉપાય છે. જે રીતે તેના ગંધના કારણે ઉધઈની સમસ્યા દૂર થઈ જાય છે, તેવી જ રીતે બગીચામાંથી જીવજંતુઓ પણ ભાગી જાય છે.

આ માટે એકથી બે ચમચી કેરોસીન અને એક લીટર પાણીનું એક મિશ્રણ (દ્રાવણ) તૈયાર કરો. હવે આ દ્રાવણને સ્પ્રે બોટલમાં ભરીને છોડના પાંદડા અને તેની આસપાસની જગ્યા પર સારી રીતે સ્પ્રે કરો. આમ કરવાથી જીવજંતુઓ ક્યારેય છોડની આસપાસ ભટકશે નહીં.

સ્ક્રુ ખોલવા માટે : આમ તો તમે કોઈપણ સ્ક્રૂને ખોલવા માટે સરસોનું તેલ અથવા બીજા કોઈપણ તેલનો ઉપયોગ કર્યો હશે પરંતુ જ્યારે તે સ્ક્રૂમાં કાટ લાગે છે ત્યારે તેને ખોલવું મુશ્કેલ બની જાય છે. આ કિસ્સામાં કેરોસીન અસરકારક ઉપાય છે. તેનો ઉપયોગ કરવાથી કાટ પણ દૂર થઇ જાય છે અને સ્ક્રૂ પણ ઝડપથી ખુલી જાય છે.

આ માટે સ્ક્રૂ પર એકથી બે ચમચી કેરોસીન લગાવી થોડી વાર માટે રહેવા દો. થોડી વાર પછી તેને સ્ક્રુ ડ્રાઈવરથી સ્ક્રૂને ખોલો. કેરોસીનની મદદથી તમે કબાટ અને બાથરૂમ કે બીજી કોઈ પણ જગ્યાએ કાટ લાગેલા સ્ક્રૂને સરળતાથી ખોલી શકો છો.

વરસાની ઋતુમાં પડતા જીવજંતુઓને દૂર કરવા : તમે પણ કેરોસીનનો ઉપયોગ વરસાદી જંતુઓને દૂર કરવા માટે કરી શકાય છે. કેરોસીન તમામ પ્રકારના વરસાદી જંતુઓ જેમ કે ગોકળગાય, મેલી બગ્સ, કીડીઓ વગેરેને દૂર કરવા માટે સારો ઉપાય છે. તેની તીવ્ર ગંધને લીધે કોઈપણ જંતુઓ ઘરમાં પણ નહિ આવે અને બીજે કોઈ જગ્યાએ પણ નહીં આવે.

જો કે તેની ગંધ થોડી મજબૂત હોય છે, પરંતુ જંતુઓને ઘરથી દૂર રાખવા માટે સારો ઉપાય હોઈ શકે છે. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો આવી જ વધારે જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા