શિયાળામાં ઘરે જ ગરમાગરમ કેસર બદામનું દૂધ બનાવવાની રીત | Kesar badam doodh recipe gujarati

kesar badam doodh recipe gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળામાં જો ખાવા-પીવા માટે ગરમ કઈ પણ વસ્તુ મળી જાય તો શરીરને ઘણી રાહત મળી જાય છે. આવા ઠંડા હવામાનમાં ગરમ વસ્તુઓ આપણા શરીરને સારું મહેસુસ કરાવે છે અને એવી જ સૌથી સ્વાદિષ્ટ અને ફાયદાકારક વસ્તુઓમાં દૂધ પણ આવે છે.

તમે બધા જાણો છો કે શિયાળામાં દૂધ પીવું શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે પરંતુ તમે શિયાળામાં દૂધ સાથે અમુક વસ્તુઓને ઉમેરીને ખૂબ જ સારું ગરમ ​​પીણું બનાવી શકો છો.

આજે અમે તમને શિયાળામાં બધાની સૌથી પ્રિય કેસર બદામની રેસીપી વિશે જણાવીશું. તે સ્વાદમાં મીઠી અને સ્વાદિષ્ટ લાગે છે સાથે જ તેને ગરમા ગરમ સર્વ કરવામાં આવે છે, તો ચાલો જાણીએ ગરમ ગરમ કેસર બદામનું દૂધ ઘરે બનાવવાની સરળ રેસિપી, જેને તમે શિયાળામાં ઘરે કે ખૂબ સરળતાથી બનાવી શકો છો. તો રાહ શેની જુવો છો, ચાલો રેસીપી જોઈ લઈએ.

કેસર બદામ દૂધ રેસીપી માટે સામગ્રી : દૂધ 1 લિટર, ખાંડ 4 થી 5 ચમચી, બદામ 1/2 કપ, લીલી ઈલાયચી 4, કેસર 10 થી 12 કળીઓ, ખાંડ સ્વાદ મુજબ.

કેસર બદામ દૂધ બનાવવાની રીત : કેસર બદામ દૂધ બનાવવા માટે સૌથી પહેલા બદામને લગભગ 1 કલાક સુધી પલાળી રાખો. જ્યારે બદામ સારી રીતે પલળી જાય પછી તેની ઉપરની છાલને કાઢી લો. આ પછી પલાળેલી બદામમાં દૂધ ઉમેરો અને તેને સારી રીતે પીસી લો ધ્યાન રાખો કે દૂધની પેસ્ટ પીસ્યા પછી એકદમ સ્મૂધ થઈ જવી જોઈએ.

પેસ્ટ બનાવતી વખતે બીજી બાજુ થોડું હૂંફાળું દૂધ લો અને તેમાં કેસરની કળીઓ નાખીને રાખો. આ પછી ઈલાયચીની છાલ કાઢીને ભૂકો કરી લો. હવે દૂધ ગરમ કરવાની ક્રિયા શરૂ કરો એમાં સૌ પ્રથમ દૂધને ધીમી આંચ પર ઉકાળવાનું શરૂ કરો.

હવે ગરમ દૂધમાં બદામની બનાવેલી પેસ્ટ ઉમેરો. હવે આ પેસ્ટ ઉમેરીને દૂધના મિશ્રણને થોડી વાર હલાવતા રહો, જેથી દૂધ તળિયે ચોંટી ના જાય. બદામ અને દૂધનું મિશ્રણ બરાબર રંધાઈ જાય એટલે પછી તેમાં ખાંડ ઉમેરો. હવે દૂધમાં ઈલાયચીનો ભૂકો અને કેસરવાળું ગરમ કરેલું દૂધ ઉમેરો.

તો આ સરળ રીતે સાથે તમારી કેસર બદામ દૂધની રેસીપી તૈયાર થઈ જશે. તમે પણ આ રેસિપીને એકવાર ઘરે બનાવીને જરૂર ટ્રાય કરો. જો તમને અમારો રેસિપી પસંદ આવી હોય તો આવી જ રેસિપી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.