હાથ પગ માં ખાલી ચઢવી: ઘણીવાર આપણને હાથ અને પગ માં ખાલી ચઢી જતી હોય છે. રાતે સૂતી વખતે આપણા હાથ કે પગ મા દબાણ આવી જવાનાં કારણે અથવા તો લાંબો સમય બેસવાથી પગ પર દબાણ આવી જાય તો ખાલી ચઢે છે. આ રીતે ખાલી ચઢવાથી તમને કોઈ પ્રકાર નું નુકસાન થતું નથી.
આ રીતે ખાલી ચઢવાનું કારણ એ છે કે ત્યાં બ્લડ નું સર્ક્યુલેશન ઓછું થઈ જાય છે. પણ જો તમને દિવસ માં સીધા બેઠા હોય અથવા તો કઇ કર્યા વગર એમજ ખાલી ચઢી જતી હોય, કીડી ઓ હાથ કે પગ પર ચઢતી હોય એવું લાગે તો એ ગંભીર બાબત છે. તો જોઈએ ખાલી કેમ ચઢે છે અને તેના માટે શુ કરી શકાય.
- લો બીપી :જ્યારે તમારા શરીર માં લો બીપી થાય છે ત્યારે તમને ખાલી ચઢે છે.
- હિમોગ્લોબીન ની કમી: જો શરીર માં હિમોગ્લોબીન ૧૨% કરતા ઓછું થાય ત્યારે શરીર માં અશક્તિ અને હાથ – પગ મા ખાલી ચઢે છે.
- બી ૧૨ ની કમી: જો તમારા શરીર માં બી ૧૨ ની કમી હોય તો તેનાથી તમને વારંવાર હાથ – પગ મા ખાલી ચઢે છે.
હવે જોઇએ કે ખાલી ચઢેે તો શુ કરવુ જોઇએ
૧) લો બીપી
જો તમને લો બીપી હોય તો તમારે લીંબુ – ખાંડ – મીઠાં નું શરબત એક ગ્લાસ બનાવી પી જવું. અહિયાં તમારે મીઠુ વધારે નાખી શરબત બનાવવો. જો તમને બીજો કોઈ રોગ થયો હોય અને બીપી ઘટી ગયું હોય તો તમારે ડોકટર ની સલાહ લેવી.
૨) હિમોગ્લોબીન ની કમી
જો ૧૦% થી ઓછું હિમોગ્લોબીન હોય તો તમારે બંને ટાઈમ એટલે કે સવાર અને સાંજ પાલક ની ભાજી નું શાક ખાવાનુ. આ શાક ખાવાથી તમને ૭-૧૦ દિવસ માં ફાયદો થશે.
પાલક ની સાથે તમારે રોજ બીટ નું સલાડ બનાવી ખાવું. કાચા બીટ નું સલાડ બનાવી રોજ નાં ૨-૩ બીટ ખાવાથી પણ તમારી હિમોગ્લોબીન ની કમી દૂર થઈ જસે.
૩) બી ૧૨ ની કમી
જો તમારું બી ૧૨ ઓછુ હોય તો આથાવાલા ખોરાક ખાવા. આથાવાળા ખોરાક એટલે કે ઢોકળા, ખમ્મણ, ઈડલી, ઓડવો આવા ખોરાક ખાવા જોઈએ. બીજું તમારે ફણગાવેલા કઠોળ ખાવાના. આ ખાવાથી તમારુ બે ૧૨ વધી જશે.
ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.