ચોમાસુ આવતાની સાથે જ રસોડામાં રાખેલી ઘણી ચીજો બગડવા લાગે છે. ઘણી વાર વરસાદમાં ઘરમાં રહેલી ખાવા પીવાની વસ્તુઓમાં ભેજ આવે છે. આ સમસ્યા ખાંડમાં વધારે જોવા મળે છ. તેથી ચોમાસું આવતાની સાથે જ ખાંડને કઈ રીતે સંગ્રહ કરી શકાય તેના પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. કેટલીકવાર કીડીઓ ભેજને કારણે તેમાં પ્રવેશવાનું શરૂ કરે છે અને પછી તે વાપરવા લાયક રહેતી નથી.
આ સિવાય વરસાદી વાતાવરણમાં ખાંડની બરણી અથવા ખાંડના ડબ્બા લાંબા સમય સુધી ખુલ્લા ન રાખો આના લીધે પણ ભેજ આવે છે. આવા સમયે, વરસાદની ઋતુમાં ખાંડને ભેજથી બચાવવા માટે વિશેષ પદ્ધતિ અપનાવો અને આમ કરવાથી કીડીઓ પણ આવશે નહીં.
પ્લાસ્ટિક ડબ્બાના જગ્યાએ કાચની બરણીનો ઉપયોગ કરો : ચોમાસું આવતાની સાથે ખાંડને પ્લાસ્ટિકના ડબ્બાની બદલે કાચની બરણીમાં રાખો. વરસાદની મોસમમાં પ્લાસ્ટિકના ડબ્બામાં ભેજ આવે છે, પરંતુ જો તમે તેને કાચ ના જારમાં રાખો છો, તો પછી ભેજ આવશે નહીં. આ સિવાય જ્યારે પણ તમે ખાંડ કાઢો છો ત્યારે હંમેશા ડ્રાય સ્પૂનનો ઉપયોગ કરો. ભીની ચમચીનો ઉપયોગ કરવાથી ખાંડમાં ગઠ્ઠો આવે છે.
ચોખા વાપરો : જો તમે પ્લાસ્ટિકના ડબ્બામાંથી ખાંડને કાચના જારમાં ટ્રાન્સફર કરી રહ્યાં છો, તો તેમાં પહેલાથી તેમાં ભેજ હોઈ શકે છે. તેથી તેને બરણીમાં ટ્રાન્સફર કરતા પહેલા તેમાં ચોખાના કેટલાક દાણા મૂકો. પછી જ ખાંડને બરણીમાં ટ્રાન્સફર કરો, આમ કરવાથી તે વધારાનું મોઇચ્છરાઇઝર શોષી લે છે.
બ્લોટીંગ કાગળનો ઉપયોગ પણ કરી શકાય છે : જ્યારે તમે ખાંડને કાચની બરણીમાં મૂકી રહ્યા હોવ ત્યારે, ધ્યાન રાખો કે તે સંપૂર્ણપણે સૂકી હોય. બરણીની સાથે ઢાંકણ પણ સૂકું હોવું જોઈએ, જો તમને લાગે છે કે બરણીમાં ભેજ છે તો બ્લોટિંગ પેપરનો ઉપયોગ કરો. પહેલા બરણી માં બ્લોટીંગ કાગળ મુકો અને પછી તેમાં ખાંડ ભરીને રાખો. ચોખાની જેમ, બ્લોટિંગ પેપર પણ મોઇચ્છરાઇઝર શોષી લે છે.
લવિંગનો ઉપયોગ : ખાંડને ભેજથી બચાવવા માટે ખાંડ પર 5 થી 6 લવિંગ મૂકો. આમ કરવાથી, વરસાદની ઋતુમાં કોઈ ભેજ રહેતો નથી અને કીડીઓ પણ નહીં આવે. ખરેખર, વરસાદની મોસમમાં ખાંડથી કીડીઓને ભગાડવાનો એક અસરકારક ઉપાય છે. જો તમે ઇચ્છતા હોવ તો, તમે કપડામાં 5 થી 7 લવિંગ બાંધીને બરણીમાં રાખી શકો છો .
ખાંડની બરણીમાં 3 થી 4 ટૂથપીક્સ મૂકો : ચોમાસાની ઋતુમાં ખાંડને ભેજથી બચાવવા માટે ટૂથપીકનો ઉપયોગ કરી શકાય છે. આ માટે ખાંડની બરણીમાં અગાઉથી 3 થી 4 ટૂથપીક્સ મૂકી રાખો. તે ખાંડમાંથી વધારાના ભેજ ને સુકવી લે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.