ઘણા સ્ટ્રીટ ફૂડ અને નાસ્તા છે, જેને આપણે ઘણીવાર ખાવાનું પસંદ કરીએ છીએ. જ્યારે નાસ્તાના સમયે કંઈક પણ સારું ખાવાની ઈચ્છા થાય છે, ત્યારે આપણા મનમાં સૌથી પહેલા કચોરી ખાવાની ઈચ્છા થાય છે. કચોરીમાં મસાલા તરીકે ખાસ વસ્તુઓ ભરવામાં આવે છે. ચોક્કસ તમે પણ ઘણી વાર કચોરીનો સ્વાદ ચાખ્યો હશે.
કચોરી વિશે એક ખાસ વાત જે તેને ખૂબ અનોખી બનાવે છે તે એ છે કે તેને માત્ર એક જ નહીં, પરંતુ ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. આથી, જ્યારે પણ તમે તેને અલગ રીતે બનાવશો ત્યારે તમને એક અલગ સ્વાદ ચાખવાની તક મળે છે. સામાન્ય રીતે, દરેક વ્યક્તિએ બટાકા કે મસાલા સાથે કચોરી બનાવીને ખાધી હશે. પરંતુ આજે અમે તમને ઘણી અલગ-અલગ રીતે બનેલી કચોરીની રેસિપી વિશે જણાવી રહ્યા છીએ, જેને જાણ્યા પછી તમે ખૂબ સરળતાથી અલગ-અલગ સ્વાદની કચોરી ઘરે બનાવી શકશો.
કેળાની કચોરી
કેળાની કચોરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેનું બહારનું પડ કાચા કેળાનું બનેલું હોય છે, જ્યારે અંદર તલ, નાળિયેર અને મગફળીનું બભરણ ભરવામાં આવે છે .
સામગ્રી-
- 2 કાચા કેળા
- દોઢ ચમચી ચોખાનો લોટ
- સ્વાદ અનુસાર મીઠું
- લીલા મરચાની પેસ્ટ
- 2 ચમચી શેકેલી મગફળીનો ભૂકો
- ½ કપ છીણેલું તાજુ નારિયેળ
- કિસમિસ
- 1 ચમચી શેકેલા સફેદ તલ
- 1 ચમચી ખાંડ
- 1/2 ચમચી જીરું
- 1/2 ચમચી લીંબુનો રસ
- લીલી કોથમીર
- તેલ
કેળાની બનાવવાની રીત
- કેળાની કચોરી બનાવવા માટે, આપણે સૌ પ્રથમ તેનો કણક તૈયાર કરીશું.
- આ માટે તમે પહેલા કાચા કેળાને બાફી લો અને પછી તેને ઠંડુ કરીને મેશ કરી લો.
- હવે એક મોટા બાઉલમાં મેશ કરેલા કાચા કેળા નાખો.
- આ સાથે તમે ચોખાનો લોટ, લીલા મરચાની પેસ્ટ, મીઠું અને થોડું તેલ મિક્સ કરો.
- હવે આ મિશ્રણને સારી રીતે ભેળવીને લોટ બાંધો અને પછી તેને લગભગ એક કલાક માટે સેટ થવા માટે બાજુમાં રાખો.
- હવે કચોરીનું ભરણ તૈયાર કરવાનો સમય છે.
- ફિલિંગ બનાવવા માટે, સૌ પ્રથમ એક બાઉલ લો અને તેમાં છીણેલું નારિયેળ, શેકેલું જીરું, લીલા મરચાની પેસ્ટ,
- શેકેલી સીંગદાણા, શેકેલા સફેદ તલ, કિસમિસ, ખાંડ, લીંબુનો રસ, મીઠું અને લીલી કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ
- કરી લો.
- હવે કાચા કેળાનો લોટ લઈ તેના ગોળ ગોળા બનાવી લો.
- આ પછી તમારા હાથ પર હળવું તેલ લગાવો અને બોલને તમારા હાથમાં રાખીને હાથની મદદથી વચ્ચે ભરણ ભરીને
- તેને હળવા હાથે કચોરીનો આકાર આપો.
- હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો.
- તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલી કચોરીને કડાઈમાં નાખો.
- ધ્યાન રાખો કે ગેસની ફ્લેમ ન તો ખૂબ ગરમ હોવી જોઈએ અને ન તો ખૂબ ઓછી હોવી જોઈએ.
- તેને સોનેરી થાય ત્યાં સુધી તળો.
- હવે વધારાનું તેલ શોષાઈ જાય તે માટે કચોરીને ટીશ્યુ પેપર પર કાઢી લો.
- તમે આ ગરમ કચોરીને તમારી પસંદગીની ચટણી, સૉસ અથવા દહીં સાથે સર્વ કરી શકો છો.
ડુંગળીની કચોરી
ડુંગળી કચોરીનો પોતાનો જ અલગ સ્વાદ હોય છે અને તેમાં ડુંગળી ભરવામાં આવે છે.
સામગ્રી
- તેલ
- અડધી ચમચી જીરું
- 1/2 ચમચી ધાણા
- વરીયાળી
- હીંગ
- બારીક સમારેલ 1 મરચું
- 1/2 ચમચી આદુની પેસ્ટ
- 2 ડુંગળી
- અડધી ચમચી મરચું પાવડર
- 1/4 ચમચી હળદર
- 1/4 ચમચી ગરમ મસાલો
- સૂકી કેરીનો પાવડર
- 1/4 ચમચી ખાંડ
- મીઠું
- અડધો કપ ચણાનો લોટ
- 2 ચમચી લીલી કોથમીર
- 2 કપ મૈંદા
- 1 ચમચી રવો અથવા સોજી
- 2 ચમચી ઘી
ડુંગળીની કચોરી બનાવવાની રીત
- ડુંગળીની કચોરી બનાવવા માટે, આપણે સૌ પ્રથમ તેનો કણક તૈયાર કરીશું.
- આ માટે એક વાસણમાં બે કપ મૈંદા, એક ચમચીસોજી, થોડું મીઠું અને ઘી મિક્સ કરો.
- હવે તેમાં થોડું પાણી ઉમેરીને લોટ બાંધો અને સેટ થવા માટે થોડી વાર બાજુમાં રહેવા દો.
- હવે, ભરણ તૈયાર કરવાનું છે.
- આ માટે એક કડાઈમાં તેલ ઉમેરી ગરમ કરો.
- હવે તેમાં જીરું, હિંગ, વરિયાળી અને દાણા નાખીને તડતડવા દો.
- આ પછી તેમાં લીલા મરચા અને આદુની પેસ્ટ નાખીને થોડી સેકંડ માટે સાંતળો.
- હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને થોડીવાર સાંતળો.
- ડુંગળીનો રંગ બદલાય એટલે ગેસ ધીમો કરો અને તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો, સૂકા કેરીનો પાઉડર, મીઠું
- અને ખાંડ ઉમેરીને મિક્સ કરો.
- તેને હળવા હાથે હલાવતા રહો.
- હવે તેમાં ચણાનો લોટ ઉમેરીને બરાબર શેકી લો.
- છેલ્લે કોથમીર નાખી ગેસ બંધ કરી દો.
- તમારું સ્ટફિંગ તૈયાર છે. ઉપયોગ કરતા પહેલા તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
- આ પછી, થોડો લોટ લો અને તેને ગોળ લોઈ બનાવો.
- હવે તેને વણી લો અને મધ્યમાં 1 ચમચી તૈયાર ડુંગળીનું સ્ટફિંગ મૂકો .
- હવે કિનારીઓને એકસાથે બંધ કરો અને હળવા હાથે દબાવીને કચોરીનો આકાર આપો.
- હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ થવા દો.
- તેલ મધ્યમ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી કચોરી નાખો.
- હવે તેને મધ્યમ આંચ પર બંને બાજુથીતળાઈ જાય ત્યાં સુધી પકાવો.
- હવે તેને ટીશ્યુ પેપર પર કાઢી લો, જેથી વધારાનું તેલ શોષાઈ જાય.
- છેલ્લે આ ડુંગળી કચોરીને લીલી ચટણી અને આમલીની ચટણી સાથે સર્વ કરો.
જો તમને આ 2 રેસિપી પસંદ આવી હોય તો, તમે પણ એકવાર આ રીતે કચોરી બનાવવાનો ટ્રાય જરૂર કરજો. જો તમે આવી અવનવી રેસિપી ઘરે બેઠા જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.