તહેવારોની સિઝન આવે એટલે ઘરમાં વાનગીઓ બનવાની શરુ થવા લાગે છે. ઘણી ગૃહિણીઓ મીઠાઈની સાથે સાથે નમકીન પણ બનાવે છે અને આમાં સૌથી પ્રખ્યાત વાનગી ક્રિસ્પી કચોરીનો પણ સમાવેશ થાય છે.
જો કે તમને બજારમાં ક્રિસ્પી કચોરી મળી જાય છે પરંતુ ઘણા લોકો તેને ઘરે બનાવવાની વધારે પસંદ કરે છે. તે જ સમયે ઘણી સ્ત્રીઓ ઘરે ક્રિસ્પી કચોરી બનાવે તો છે પરંતુ એવી ફરિયાદ કરે છે કે જ્યારે તેઓ ક્રિસ્પી કચોરી બનાવે છે ત્યારે તે માર્કેટ જેટલી ક્રિસ્પી નથી બનતી અને તે સોફ્ટ બને છે.
આવું થવાના ઘણા કારણોસર થઇ શકે છે પરંતુ તેનું મુખ્ય કારણ કણકને યોગ્ય રીતે ના બાંધવી. જો તમે ક્રિસ્પી કચોરી માટે પરફેક્ટ લોટ બાંધ્યો હશે તો કચોરી પણ ક્રિસ્પી બનશે અને અને જયારે તમે તળતી વખતે પણ ફાટશે નહીં. આજે હું તમારી સાથે મારો અનુભવ જણાવી રહી છું કે હું ઘરે ક્રિસ્પી કચોરી કેવી રીતે બનાવું છું.
સ્ટેપ 1 : સૌથી પહેલા તમે નક્કી કરી લો કે તમારે મૈદાની ક્રિસ્પી કચોરી બનાવવી છે કે પછી સામાન્ય લોટની. જો તમને ખબર ના પડે તો અમે તમને જણાવી દઈએ કે તમે લોટની ક્રિસ્પી કચોરીને બનાવીને તમે સ્ટોર નથી કરી શકતા અને જો તમે સ્ટોર કરશો તો પણ તે સોફ્ટ થઈ જશે.
બીજી તરફ, જો તમે મૈદાની ક્રિસ્પી કચોરી બનાવશો તો તમે તેને 10 થી 15 દિવસ આરામથી સુધી સ્ટોર કરી શકો છો. જો કે હું ઘરે હંમેશા મૈદાની જ ક્રિસ્પી કચોરી બનાવું છું, તેથી હું તમને મૈદાના લોટ બાંધવાની રીત જણાવવા જઈ રહી છું.
સામગ્રી : 2 કપ મૈંદાનો લોટ, 12 મોટી ચમચી શુદ્ધ (રિફાઇન) તેલ, 2 ચપટી ખાવાનો સોડા અને પાણી જરૂર મુજબ.
બનાવવાની રીત : સૌથી પહેલા એક મોટા વાસણમાં લોટ લેવાનો છે. હવે લોટમાં તેલ ઉમેરવાનું છે. તેલથી મોયન તૈયાર થાય છે અને મોયન જેટલું સારું હશે તેટલી કચોરી ક્રિસ્પી બનશે. પછી તમારે મિશ્રણમાં 2 ચપટી ખાવાનો સોડા ઉમેરો અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો.
સ્ટેપ 2 : જો કે મેં તમને મોયન માટે જે તેલનું પ્રમાણ જણાવ્યું છે તે પૂરતું છે પરંતુ તમારી મુજબ થોડી વધઘટ થઇ શકે છે. આવી સ્થિતિમાં, તમારે લોટ ભેળતી વખતે થોડું ધ્યાન રાખવું પડશે કે પહેલા લોટને તેલથી મસળી લેવાનો છે અને પછી લોટમાં પાણી ઉમેરવાનું છે.
જો મૈદાના લાડુ બનવા લાગે તો સમજવું કે તમે યોગ્ય પ્રમાણમાં મોયણ નાખ્યું છે અને જો આવું ના થાય તો લોટમાં જરૂર મુજબ થોડું વધુ તેલ ઉમેરો. આ દરમિયાન તમારે તેલની સાથે બેકિંગ સોડાની માત્રા વધારવાની કોઈ જરૂર નથી.
આટલું કર્યા પછી તમારે લોટમાં થોડું થોડું પાણી ઉમેરવાનું છે અને લોટ બાંધવાનો છે. ક્રિસ્પી કચોરી માટે કણકને થોડો ટાઈટ બાંધવામાં આવે છે તેથી એકસાથે વધારે પાણી ના ઉમેરવું, ઉમેરતી વખતે થોડું ધ્યાનથી ઉમેરવું.
સ્ટેપ – 3 : જયારે તમે લોટ બાંધી લો પછી તમારે તેને 10 મિનિટ કણકને ઢાંકીને રાખવાની છે. તમારે તેને ભીના કપડાથી ઢાંકવાની નથી, પણ પ્લેટ વડે ઢાંકીને રાખવાની છે. આ પછી તમે કચોરીમાં ભરવા માટે સામગ્રીની તૈયાર કરી શકો છો.
સ્ટેપ – 4 : જો કે તમે ક્રિસ્પી કચોરી નો લોટ તો બરાબર બાંધ્યો હશે, પરંતુ જ્યાં સુધી તમે કચોરી યોગ્ય રીતે ભરીને વાળીને તળશો નહીં ત્યાં સુધી તમારી કચોરી ક્રિસ્પી નહીં બને. તો ક્રિસ્પી કચોરી માટે નાના લુવા બનાવીને વણી લો. વણતી વખતે વચ્ચેનો ભાગ જાડો હોવો જોઈએ અને કિનારીનો ભાગ પાતળો હોવો જોઈએ.
સ્ટેપ – 5 : કચોરીમાં વધારે મસાલો ના ભરો. કચોરીને ફોલ્ડ કરતી વખતે ક્યાંયથી પણ ખુલ્લું ન રહેવું જોઈએ, નહીંતર કડાઈમાં મૂકતા જ ફાટી જશે. આ સિવાય એ પણ ધ્યાન રાખો કે કચોરીને કડાઈમાં નાખતી વખતે ગેસની આંચ ઉંચી હોવી જોઈએ અને કચોરી નાખતાની સાથે જ ગેસની આંચ ઓછી કરવાની છે.
આ સાથે જ કચોરી લાઈટ બ્રોઉન રંગની થાય ત્યાં સુધી મીડીયમ આંચ પર જ તળો. ત્યાર બાદ કઢાઈમાંથી કાઢયા પછી કચોરી ઠંડુ થાય પછી જ તેને એરટાઈટ કન્ટેનરમાં ભરો. કચોરી ગરમ ભરશો તો સોફ્ટ થઇ જશે.
હવે જયારે પણ તમે ઘરે ક્રિસ્પી કચોરી બનાવો છો ત્યારે આ ટિપ્સને જરૂર ધ્યાનમાં રાખો. તમારી ક્રિસ્પી કચોરી બજાર જેટલી જ ક્રિસ્પી બનશે. જો તમને આ માહિતી ખરેખર પસંદ આવી હોય તો આવી જ જાણકરી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.