જે લોકોને ગોઠણના કે સાંધાના દુખાવા હોય છે, તે લોકોનો એક પ્રશ્ન હોય છે અથવા તો તે લોકો વિચારતા હોય છે કે શું ખાટા ફળો મારે ખાવા જોઈએ અથવા તો ડોક્ટરને ત્યાં જઈને તે લોકો સૌથી પહેલો પ્રશ્ન એ કરતા હોય કે શું ખાટા ફળ ખાઈ શકુ અથવા તો મને ખાટા ફળ ખાવાના કારણે ઘૂંટણ અને સાંધાના દુખાવા માં વધુ દુખાવો થાય છે.
તો આ પ્રશ્ન નું સોલ્યુશન એક રિસર્ચ માં જાણવા મળ્યું છે કે ખાટા ફળો તમારે ખાવા જોઈએ કે ન ખાવા જોઇએ. સૌથી પહેલાં એ જાણી લો કે કયા લોકો ખાટા ફળો ખાય તો તેમને એલર્જી થઇ શકે અથવા તો કોઈ રોગ છે એ વધારે થઈ શકે છે. તો આપણે જે ગોઠવણ અને સાંધાનો દુખાવો છે એ વાયુ રોગના કારણે હોય છે.
શરીર ની અંદર પિત્ત છે તે સ્થિર હોય છે અને કફ છે તે ચીકાશ વારો હોય છે. જેમણ કફ થયેલો હોય તેમણે ક્યારેય પણ ખાટા ફળો ખાવા ન જોઈએ. કફનો પ્રકોપ છે તો ખાટા ફળો ઓછા ખાવા જોઈએ. પણ જો તમને વાયુનો પ્રકોપ છે એટલે સાંધાન , ગોઠણ ના દુખાવા છે તો તમારે ખાટા ફળો ખાવામાં કોઈ વાંધો નથી. કારણ કે આ પ્રકારના જે દર્દ છે, વાયુનો પ્રકોપ છે જેમાં તમે ખાટા ફળો ખાસો તો તેમાં તમને ઘણી બધી રાહત કરી શકે છે.
એવું ક્યાય પણ લખેલું નથી કે ખાટા ફળો ખાવાથી તમને ગોઠણના કે સાંધાના દુખાવો વધી શકે છે. ભારતની અંદર જ સૌથી વધુ આ પ્રશ્નો ડોક્ટરને પૂછવામાં આવે છે કે મારે ખાટા ફળો ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ. જો તમે બીજા દેશોની વાત કરો તો ત્યાં ક્યારેય પણ દર્દીઓના મગજમાં આ પ્રશ્નો આવતો જ નથી કે ખાટા ફળો ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ, કારણ કે તે લોકો જાણે છે કે ખાટા ફળો ક્યારેય પણ ઘૂંટણના સાંધાના કોઇ પણ પ્રકારના દુખાવા માટે નું કારણ નથી હોતું.
માત્ર એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમારે જો કફનો પ્રકોપ છે તો, તમારે તો તમારું કફ વધી શકે છે. માત્ર શરદી ઉધરસ અને તાવ આવી શકે છે. જો તમારે પણ શરીરમાં કફનો પ્રકોપ છે તો, રાત્રે ક્યારે પણ ખોટા ફળોનું સેવન ન કરવું જોઈએ અથવા જો કરવું હોય તો બે કલાક પહેલા કરવું એટલે કે જે સુતા ના બે કલાક પહેલાં કરી શકો.
ખાટા ફળો અને મીઠા ફળો સાથે ક્યારેય પણ ન ખાવા જોઈએ કારણ કે આ બન્ને વસ્તુ પેટમાં સાથે જ હોવાથી આપણા પેટ્ની અંદર ગરબડ થઈ શકે અને પાચનશક્તિ નબળી પડવાથી કબજિયાત, ગેસ, એસિડિટી જેવી સમસ્યા પણ ઉત્પન્ન થઈ શકે છે. જે ખાટા ફળો છે તે દુનિયાની અંદર સૌથી વધુ ખાવામાં આવે છે, કારણ કે આ આપણા શરીરના મોટાભાગના રોગોને દૂર કરવા માટે ઉપયોગી છે. મોસંબી, નારંગી છે, લીંબુ, વિટામિન સીથી ભરપૂર હોય અને વિટામીન એ , વિટામિન સી વાળ માટે, આ ઉપરાંત કેલ્શિયમથી ભરપૂર ખાટા ફળો હોય છે.
આ ખાતા ફળો અમુક પ્રકારનો એસિડ ધરાવે છે જે આપણા શરીરને ઘણી બધી શક્તિઓથી બચાવશે, ઘણી બધી શક્તિ આપે છે અને ઘણા બધા વાયરસથી બચાવી શકે છે. ઇમ્યુનીતી મજબૂત કરવામાટે ખાટા ફળો ખુબ જ અગત્યનાં છે. તો જે લોકોને સાંધાને, ગોઠણ ના દુખાવા હોય તે લોકોએ અનાનસ નો ઉપયોગ સો ટકા કરવો જોઈએ, કારણ કે વધારે પડતી જે એન્ટિબાયોટિક દવાઓ છે અથવા તો કે પેઈનકિલર છે. જે જે દુખાવો ઓછો કરે છે તેવી બધી દવાઓમાં સૌથી વધુ અનાનસ નો ઉપયોગ થાય છે.
અનાનસ, પાઈનેપલ જેની અંદર બ્રોમિલીન નામનું તત્વ ખૂબ સારી માત્રામાં મળી આવે છે તો તમારે જ્યારે પણ તમને દુખાવો થાય, સોજો આવી જાય, ગોઠવણ પર કે કમર ઉપર કે ક્યાંય પણ હાથમાં પગમાં સોજો ઉતારવા માટે ગોળીઓ કે કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો.
માત્ર અનાનસ આખું ખાઈ લો અથવા તેનો જ્યુસ પી લો. તમને સો ટકા રાહત થઇ જશે. દુખાવામાં પણ રાહત થશે પેઇનકિલર દવાઓ ની અંદર વપરાતી આ વસ્તુ તમે આ માત્ર ખાંઈ લો એટલે દવાઓના કારણે જે લીવર અને કિડની માં જે ખરાબ ઇફેકટ થાય છે, તે બચી જસે અને તમારા શરીરમાં સો ટકા નવા ફાયદાઓ ઉત્પન્ન થશે.
તમને અમારી માહીતી પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.
Comments are closed.