આજે અમે તમારી સાથે શેર કરીશું 10 મિનિટ માં બનતી, એકદમ ફટાફટ અને પરફેક્ટ માપ થી બનતી એવી ખાટી – મીઠી ટ્રેડિશનલ ગુજરાતી કઢી બધાને ખીચડી સાથે ખાવાની તો બહુ મજા પડી જાય છે. કઢી ઘરમાં બધાને ભાવતી હોય છે પણ કઢી બનાવતી વખતે દહીં અને ચણાના લોટનું પરફેક્ટ માપ ન હોય તો કઢી જાડી થઇ જાય અથવા બહુ પતલી બની જાય.
સામગ્રી : 1 કપ ખાટુ દહીં, 1/4 કપ ચણાનો લોટ, 2 કપ થી થોડું વધારે પાણી, જીરું, લવિંગ, હિંગ, મીઠું, ઘી, આદું-મરચાંની પેસ્ટ, રાઈના દાણા, ગોળ, સૂકા લાલ મરચાં, મેથીના દાણા, લીમડાના પાન અને કોથમીર.
બનાવવાની રીત : એક બાઉલમાં 1 કપ દહીં એડ કરો અને 1/4 કપ જેટલો ચણાનો લોટ એડ કરી લો આ બંને ને વિસ્ક ની મદદથી ચણાના લોટને દહીમાં સારી રીતે મિક્સ કરી લો. તમને લાગે કે ચણાનો લોટ દહીંમાં ખુબ જ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો હવે બે કપ જેટલું પાણી એડ કરો અને વિસ્ક ની મદદ થી મદદથી એકદમ ગાંઠ વગરનું મિક્સર તૈયાર કરી લો.
આપણે અડધા કપ જેટલું પાણી કઢી ઉકળતી વખતે એડ કરવાનું છે એટલે અત્યારે આપણે ફક્ત બે કપ જેટલું પાણી એડ કર્યું છે. એકદમ ગાંઠા વગરનો મિક્સર તૈયાર થઈ ગયા પછી, હવે આ મિક્સરને કડાઈમાં લઈ લો અને મીડીયમ ગેસ ની ફ્રેમ પર એક ઉકાળો આવવા દો.
અહીંયા આપણે દહીના મિક્સર અને સતત હલાવવાનું છે તેથી ગરમ થતી વખતે આપણું કઢીનું મિક્સર ફાટી ન જાય એક હુંફાળો આવી ગયા પછી, તેમાં એક ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લીલા મરચાની પેસ્ટ ( લીલા મરચાં તમે તમારી રીતે વધુ કે ઓછા કરી શકો છો ), ખાટી મીઠી બનાવા માટે 1 મોટી ચમચી જેટલો ગોળ, ( કઢી બનાવતી વખતે ગોળનો ઉપયોગ થાય છે પણ તમે ગોળ ની જગ્યાએ ખાંડ નો પણ ઉપયોગ કરી શકો છો ). હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો.
હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને કઢીને ઉકળવા દો. કઢી ઊઘડે છે ત્યાં સુધી આપણે તેનું વઘાર કરી લઈએ. વઘાર માટે એક પેનમાં ૧ મોટી ચમચી ઘી એડ કરો. કઢીમાં ઘી નો વઘાર ખુબ જ સરસ લાગે છે પણ તમે ઘી ની જગ્યાએ તેલનો ઉપયોગ કરી શકો છો. ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈના દાણા, અડધી ચમચી જીરૂં, ચપટી હિંગ અને છ થી સાત લીમડાના પાન એડ કરો.
રાઈ અને જીરું તતડી ગયા પછી, તેમાં એક ઈંચ તજનો ટુકડો અને બે લવિંગ, 1/4 ચમચી જેટલા મેથીના દાણા, બે સુકા લાલ મરચા એડ કરી વઘારને બે મિનિટ માટે સાંતળી લો. વઘાર એકદમ સરસ થઈ ગયા પછી, વઘારને ઉકળતી કઢીમાં એડ કરી દો અને તેને બરાબર મિક્સ કરી લો.
હવે અડધા કપ જેટલું પાણી એડ કરી તેને મિક્સ લો અને ઢાંકણ ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે ઉકાળવા દો. કઢીને ઉકાળવાથી તેની ફ્લેવર ખુબ જ સરસ આવે છે. લગભગ ૨ થી ૩ મિનિટ જેવું થઈ ગયા પછી તમે જોઈ શકશો કે કાઢી ખુબ જ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે.
આ કઢી એકદમ પરફેક્ટ, મીડીયમ consistency એટલે કે ન વધુ જાડી કે ન વધુ પાતળી જોવા મળશે. આ સમયે જો તમારી કાઢી પતલી થઇ ગઈ હોય તો તમે તેમાં એક મોટી ચમચી જેટલો ચણાના લોટને પાણીમાં ઓગાળીને તેને કઢી માં એડ કરી દો. તમારી કડી એકદમ પરફેક્ટ થઈ જશે.
અને જો તમારી કઢી વધુ પડતી જાડી હોય તો તેમાં બે ચમચી જેટલું પાણી એડ કરીને કઢીને પરફેક્ટ કરી શકો છો. તમે આ રીતે કરીને તમારી કઢીને એકદમ પરફેક્ટ બનાવી શકો છો. હવે અડધા કપ જેટલા કોથમીરના પાન વડે કઢીને ગાર્નિશ કરી લો. હવે આ ગરમાગરમ અને એકદમ ટેસ્ટી કઢીને સર્વ કરો. તો એકદમ સહેલી રીત થી અને ટેસ્ટી બનેલી કઢી ખીચડી સાથે ખાવાની તો અલગ જ મજા હોય છે . તો ઘરના બધાને ભાવતી કઢીની રેસિપી આજે જ બનાવો.
નોંધ : જેટલું દહીં હોય તેનાથી 1/4 કપ ચણાનો લોટ લેવો. જો તમે દહીં ની જગ્યાએ છાશ નો ઉપયોગ કરવા માંગતા હોય તો 3 કપ છાશ સાથે 1/4 કપ જેટલો ચણાનો લોટ લેવો.