જો તમે પણ સોશિયલ મીડિયા નો ઉપયોગ કરો છો તો, કદાચ તમને ક્યાંક જોયું હશે કે આપણી પરંપરાગત વાનગી એટલે કે ખીચડીને ભારતનું રાષ્ટ્રીય વ્યંજન જાહેર કરવામાં આવ્યું છે. મામલો એટલો વધી ગયો હતો કે કેન્દ્રીય ખાદ્ય મંત્રીને ખુલાસો કરવો પડ્યો હતો કે ખીચડીને વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ઈવેન્ટ માટે જ પસંદ કરવામાં આવી છે જેથી કરીને તેને વધારે પ્રખ્યાત કરી શકાય.
પરંતુ ખીચડી ભારતનો રાષ્ટ્રીય વ્યંજન બની ગયું છે તે એક માત્ર અફવા હતી. તો આજે અપને વાત કરીશું કે આપણી પરંપરાગત વાનગી ખીચડી વિષે. જો કે તમે પણ જયારે બીમાર પડતા હશો ત્યારે આપણ વડીલો આપણને ખીચડી ખાવાની સલાહ આપે છે.
કારણ કે ખીચડી એક હલાવો ખોરાક છે, પરંતુ આજની બદલાતી જીવનશૈલીમાં, અત્યારના યુવાનોને ખીચડીનું નામ સાંભળીને મોં ફેરવી લે છે. જો કે, આપણા દાદા દાદી હજુ પણ રાત્રે ભોજનમાં ખીચડી ખાવાનું પસંદ કરે છે.
જો કે ખીચડી પચવામાં સરળ રહે છે. તમે ભરપૂર પ્રમાણમાં ન્યુટ્રીશન હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કદાચ તમે જાણતા નહિ હોય, પણ ખીચડી વાત, પિત્ત અને કફ આ ત્રણેયને સંતુલન બનાવી રાખે છે. એનર્જી થી ભરપૂર આ ખીચડી નાના બાળકો અને નવી માતા માટે ખુબ ફાયદાકારક છે તો ચાલો આજે આપણે ખીચડી ખાવાથી કયા કયા ફાયદા થાય છે તે વિષે જાણીયે.
ખીચડીના સ્વાસ્થ્ય લાભો : ખીચડી ભલે રાષ્ટ્રીય ખોરાક ના હોય પરંતુ તે ખૂબ જ આરોગ્યપ્રદ છે. શું તમે પણ એ મહિલાઓમાંથી એક છો જે ખીચડીના નામ પર નાક અને મોં સંકોચવા લાગે છે. જો કે મોટાભાગના લોકો ખીચડીને બીમાર લોકો માટેનો ખોરાક માને છે પરંતુ શું તમે જાણો છો કે ખીચડી ખાવાથી તમને માત્ર ફાયદાઓ જ થાય છે.
કારણ કે ખીચડી ખાવાથી કોઈપણ આડઅસર કે બીમારી થતી નથી. આ અમે નથી કહી રહ્યા પરંતુ આવું ડોક્ટર પણ કઈ રહયા છે. ખિચડીને સંતુલિત અને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે, તે સુપાચ્ય હોવાની સાથે-સાથે શરીરમાં તમામ પ્રકારના પોષણની ઉણપને પણ પૂરી કરે છે અને તેમાં રહેલા જરૂરી પ્રોટીન અને મિનરલ્સ શરીરના કોષોના ટુટ ફૂટને રિપેર કરે છે.
પોષક તત્વોથી ભરપૂર છે : ખીચડી એક પૌષ્ટિક આહાર છે અને જેમાં પોષક તત્વોનું યોગ્ય સંતુલન હોય છે. ચોખા, દાળ અને ઘીનું મિશ્રણ તમને વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફાઈબર અને પોટેશિયમ આપે છે. ઘણી ગૃહિણી તેનું પોષણ વધારવા માટે તેમાં શાકભાજી પણ ઉમેરે છે.
ત્રણેય દોષો દૂર કરે છે : આયુર્વેદિકમાં ખીચડીનું ખૂબ મહત્વ છે કારણ કે તે ત્રણ દોષો એટલે કે વાત, પિત્ત અને કફને સંતુલિત કરવાની ક્ષમતા ધરાવે છે. નિષ્ણાતો પણ કહે છે કે ખીચડી શરીરને શાંત કરવા અને ડિટોક્સિફાય કરવા સિવાય શરીરમાં ઉર્જા, રોગપ્રતિકારક શક્તિ અને પાચનક્રિયાને સુધારે છે.
એનર્જીથી ભરપૂર : ખીચડી એનર્જીથી ભરપૂર છે અને તેની કોઈ આડઅસર નથી. પરંતુ ખાસ ધ્યાન રાખો કે ખીચડીમાં તુવેર દાળનો ઉપયોગ ના કરો કારણ કે તેનાથી ગેસ બની જાય છે. વધુ ને વધુ છાલવાળી મગની દાળનો ઉપયોગ કરવો જોઈએ અને સુગરના દર્દીઓએ ઓછા ચોખાનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ચોખામાં કાર્બોહાઈડ્રેટ વધારે પ્રમાણમાં હોય છે.
પચવામાં સરળ : ખીચડી પેટ અને આંતરડાને મુલાયમ બનાવે છે. ખીચડી ખાવામાં હલકી અને પચવામાં સરળ હોવાથી કોઈપણ બીમારી માણસને ખીચડી ખાવાની ભલામણ કરવામાં આવે છે. તેના સેવનથી ટોક્સિન્સ સાફ થાય છે અને તે નરમ અને પૌષ્ટિક હોવાને કારણે તે બાળકો અને વૃદ્ધો સિવાય દરેક માટે સારો ખોરાક છે.
નાના બાળકો અને માતાઓ માટે ફાયદાકારક : નાના બાળકોનું ચયાપચય ખૂબ ધીમું અને નબળું હોય છે તેથી તેમનું પેટ સારી રીતે ખાધેલો ખોરાક પચાવી શકતું નથી. તો આવી સ્થિતિમાં તેમના માટે ખીચડી સારી છે. આ સિવાય, ઘણી વાર નવી માતાના પેટ ખરાબ થવાની સમસ્યા રહે છે અને આવી સ્થિતિમાં હળવો ખોરાક જ ખાવો જોઈએ અને તેમાં ખીચડી સારો ખોરાક છે.
તો તમે પણ સ્વસ્થ રહેવા માટે દરોજ એક ટાઈમ ખીચડીને તમારા આહારનો ભાગ બનાવો. જો તમને આ જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. આવી જ બીજી કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ અને રેસિપી માટે જોડાયેલા રહો.