શું ખિચડી એ બીમાર માણસ નું જ ભોજન છે? શું બીમાર માણસ જ ખિચડી ખાઈ શકે? તો તેનો જવાબ છે ના. ખિચડી એ કોઈ બીમાર માણસ નું ભોજન તો છે જ, પણ તેને કોઈ પણ માણસ ખાઈ શકે છે. ઘણા લોકોને એવું લાગે છે કે ખિચડી માત્ર બિમારી સમયે જ ખાવામાં આવે છે. અને તે બિમાર લોકોનું જ ભોજન છે.
આપણે સામાન્ય સમય માં ખિચડી ખાવાનુ પસંદ નથી કરતા કેમકે તેમાં કોઈ સ્વાદ હોતો નથી. ખિચડી સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. આયુર્વેદ નું કહેવું છે કે ખિચડી ખાવા માટે કોઈ સમય નથી હોતો. તમેં દિવસ માં ગમે તે સમયે ખિચડી ખાઈ શકો છો. ખિચડી માં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, વિટામિન સી, કેલ્સિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશયમ મળી રહે છે
આપણે જાણીએ છીએ કે ખિચડી બનાવવા માટે તેલનો વધું ઉપયોગ થતો નથી.ખિચડી માં વધુ તેલ ન હોવાથી આપણા શરીર માટે ખૂબ લાભદાયક હોય છે. ખિચડીમાં વધુ તેલ ન હોવાને કારણે તે આસાનીથી ડાઈજેસ્ટ થઈ જાય છે જે આપણા શરીરને મજબૂતી પણ આપે છે અને જેનાથી આપણું શરીર એકદમ તંદુરસ્ત રહે છે.
એટલા માટે જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે ડોક્ટર આપણને મોટે ભાગે ખિચડી ખાવા માટેની સલાહ આપતા હોય છે. ખિચડી એક હલકો ખોરાક છે, જેમાં તેલ ખૂબ જ ઓછી માત્રામાં નાખવામાં આવે છે. ખિચડી ખાવાનો એક મોટો ફાયદો એ છે કે તેનુ સેવન કર્યા પછી તમારી આળસ દૂર થાય છે.
ગણા લોકો ખિચડી બનાવવા માટે માત્ર દાળ અને ચોખાનો જ ઉપયોગ કરતા હોય છે, પરંતુ તમે તેમાં લીલા શાકભાજીનો ઉપયોગ કરીને ખિચડી બનાવો તો ખિચડી ખૂબ સ્વાદીસ્ટ બને છે, જે તમારા મોંને અને સ્વાસ્થ્ય બંને ને ખૂબ જ પસંદ આવશે.
ખિચડી પચવામાં ખુબજ સરળ છે. જો તમને પેટની કોઈ બીમારી છે તો ખીચડી દરરોજ ખાઓ. તેનાથી પેટમાં રાહત પણ મળે છે. એટલા માટે ડોકટરો દર્દીઓને ફક્ત ખીચડી ખાવાની સલાહ આપે છે.
ખિચડી પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખીચડીમાં દાળ અને ઘણી શાકભાજી હોય છે, તેથી તે પોષક તત્વોથી ભરેલું છે. ખિચડી ખાવાથી તમને બધાજ વિટામિન અને ખનિજો મળે છે.
ઉનાળામાં દહીં સાથે ખીચડી ખાવાથી વજન વધતું નથી. કારણ કે તે સહેલાઇથી પચી જાય છે અને તેના કારણે મેદસ્વીપ્રાપ્તિ જેવી ફરિયાદ રહેતી નથી. ખિચડી ખાવાનુ એક એ પણ કારણ છે કે તેનું સરળ પાચન થઇ જાય છે. એવું માનવામાં આવે છે કે ખિચડી ખાધાં પછી તમને સારી ઊંઘ આવે છે.માટે રાત્રે ખિચડી ખાવી જોઈએ.
ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.