ફકત ૧૦ મીનીટ માં બની જતું ગુજરાતીઓનું ફેમસ, એકદમ પોચું ખીચું બનાવવાનાં છીએ. આ ખીચું કેવી રીતે એકદમ સોફ્ટ બનાવી શકાય અને કેટલા પ્રમાણ માં પાણી સાથે ચોખા નો લોટ લેવો તે પણ જણાવીશું. તો આ રેસિપી જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો.
સામગ્રી
- ૧ વાટકી ચોખાની લોટ
- પાણી( ચોખાના લોટ થી અઢી ઘણું લેવું)
- ૧ ચમચી જીરૂ
- ૧ ચમચી અજમો
- ૨ ઝીણા સમારેલા મરચાં
- ૧ ચમચી આદુની પેસ્ટ
- ૧ ચમચી ખાવાનો સોડા
- સ્વાદ પ્રમાણે મીઠું
- કોથમીર નાં પાન
ખીચું બનાવવાની રીત
સૌ પ્રથમ પેન મા પાણી લઈ તેમાં જીરું, હાથથી મશરેલો અજમો, લીલા મરચા નાં ટુકડાં,આદુની પેસ્ટ, ખાવાના સોડા એડ કરી પાણીને ઉકળવા દો. પાણી સારી રીતે ઉકળી જાય એટલે તેમાં ચોખા નો લોટ ધીરે ધીરે એડ કરતા જાઓ અને વેલણ ની મદદ થી તેને હલાવતાં રહો.
આ રીતે બધો લોટ એડ કરી ખીચાને સારી રીતે વેલણ થી મિક્સ કરી દો.જો ખીચા માં પાણી વધુ દેખાતું હોય તો તમે થોડો ચોખાનો લોટ એડ કરી શકો અને જો ચોખાનો લોટ વધુ દેખાતો હોય અને લોટ બરાબર મિક્સ નાં થયો હોય તો તમે તેમાં ગરમ પાણી એડ કરી શકો છો.
હવે ખીચા ને ઢાંકી ને ૪-૫ મીનીટ ધીમા ગેસ પર થવા દો. હવે તેમાં કોથમીર નાં પાન એડ કરો. અહિયાં કોથમીર નાં પણ એડ કરવાથી ખીચાનો દેખાવ સારો લાગે છે. તો અહિયાં તમારું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ ખીચાને થોડું તેલ લઇ તમે આચાર મસાલા કે મરચા સાથે સર્વ કરી શકો છો.
આ પણ વાંચો: ગુજરાતી ચણા મેથી કેરી અથાણું બનાવવાની રીત | તડકા કે છાયડામાં રાખ્યા વગર ૧ વર્ષ સુધી સ્ટોર કરી શકો તેવું કટકી કેરીનું અથાણુ | ૧૩+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.