khurshi no avaj
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણી વાર એવું જોવા મળે છે કે જ્યારે પણ આપણે ખુરશી પર બેસીએ છીએ ત્યારે વિચિત્ર અવાજ આવવા લાગે છે. ઘણી વખત જ્યારે આપણે પલંગ પર બેસીએ છીએ ત્યારે ચુ ચુ જેવો અવાજ આવતો હોય છે. નવા ફર્નિચરમાં અવાજ ના આવે પરંતુ જ્યારે ફર્નિચર જૂનું થાય છે ત્યારે થોડો વધુ અવાજ આવે છે.

આવી સ્થિતિમાં જો તમે પણ ખુરશી અથવા પલંગમાંથી આવતા અવાજથી પરેશાન થઇ રહયા આ લેખ તમારી માટે છે, કારણ કે આ લેખમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે ચુ ચુ આવતો અવાજને ઠીક કરી શકો છો.

સ્ક્રૂ અથવા બોલ્ટ ચેક કરો : જો ખુરશીમાંથી ચુ ચુ અવાજ આવતો હોય તો પહેલા ખુરશીને ઉંધી કરો. મોટાભાગનો અવાજ નીચેથી આવે છે કારણ કે નીચેની બાજુમાં રહેલા સ્ક્રૂ અથવા બોલ્ટ બરાબર ટાઈટ નથી હોતા, તેથી અવાજ આવતો હોય છે. જે ભાગો ઢીલા લાગે છે તેને ટાઈટ કરો. આનાથી ઘણી હદ સુધી ખુરશીમાંથી ચુ ચુ અવાજ બંધ થઈ જશે.

રબરનો ઉપયોગ કરો : તમને ખબર હશે કે કોઈપણ વસ્તુને ટાઈટ કરવા માટે રબરનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે જો ખુરશી અને પલંગમાંથી અવાજ આવે છે તો તમે રબરનો ઉપયોગ કરો. જો ખુરશીના પૈરામાંથી અવાજ આવે છે તો તેની નીચે રબર મૂકી શકો છો. જો બોલ્ટ અથવા સ્ક્રૂ ઢીલા હોય તો ત્યાં રબર લગાવીને ટાઈટ કરી શકો છો.

લાકડાના બેડમાંથી અવાજ દૂર કરો : જો લાકડાના પલંગમાંથી અવાજ આવતો હોય તો સ્ક્રૂ અને બોલ્ટ્સ તપાસો અને તેને સારી રીતે ટાઈટ કરો. જો પલંગના પાયામાંથી અવાજ આવે છે તો રબર કે કાગળને પલંગના પાયાની નીચે ફોલ્ડ કરીને મૂકી શકો છો. તેનાથી અવાજ આવશે નહીં.

ખુરશી અથવા બેડ સપાટ જગ્યાએ રાખો : ઘણીવાર આવાજ આવવાનું કારણ એ પણ હોય છે કે ખુરશી કે પલંગ સમતલ જગ્યા પાર ના હોય. જો ફ્લોર બરાબર ન હોય તો સોફા, ટેબલ વગેરે વસ્તુઓમાંથી અવાજ આવે છે. આવી સ્થિતિમાં, તમારે ખુરશી અથવા પલંગ સપાટ જગ્યાએ રાખવું જોઈએ.

સમય સમય પર સ્ક્રુ અથવા બોલ્ટને ગ્રીસ કરતા રહો જેથી કરીને સ્ક્રૂ જામ ન થઈ જાય અને અવાજ ના આવે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા