આજે કિડની વિશે વાત કરીશું. કોઈને કિડની ની તકલીફ હોય કે કિડની ની બીમારી હોય તે ખૂબ જ ગંભીર બાબત છે. કિડની જ્યારે ખરાબ થાય ત્યારે તેના લક્ષણો આપણને જલદીથી દેખાતા નથી, એટલે કે ૭૦ થી ૭૫ ટકા જેટલી કિડની ખરાબ થાય ત્યારે જ આપણા શરીરમાં તેના લક્ષણો દેખાય છે. કિડની ખરાબ થવાની જે પ્રક્રિયા છે જે ખૂબ જ ધીમી હોય છે તેથી આપણને ખબર પડતી નથી અને તેના લક્ષણો પણ આપણને દેખાતા નથી.
એટલા માટે આપણે ઘણી બધી આદતો હોય અને ઘણી બધી તકલીફો આપણે દબાવી રાખીએ છીએ.અને તેની અસર કિડની ઉપર થતી હોય છે. એટલા માટે આપણે આદતોને બદલી અને ઘણી બધી જે તકલીફ હોય તેનો આપણે જો પ્રોપર ઈલાજ કરીએ તો આ કિડની જે છે તે આપણી ખરાબ નહીં થાય.
સૌ પ્રથમ આદત છે કે વારંવાર દુખાવાની ટેબ્લેટ લેવી. ઘણા બધા લોકો આવું કરતા હોય છે. જે કંઈ પણ દુખે અથવા તો સામાન્ય શરીરમાં દુખાવો હોય તોો પણ દુઃખાવાની જે ટેબલેટ હોય છે. તે ડોક્ટરોની સલાહ વિના પણ લેતા હોય છે. એટલા માટે આપણે દુખાવાની જે ટેબલેટ છે તે વારેવારે ન લેવી જોઈએ. સામાન્ય તકલીફમાં પણ ઘણા લોકો દુખાવાની ટેબલેટ લેતા હોય છે. આ દુખાવા ની ટેબલેટ છે તેની અસર કિડની ઉપર થતી હોવાથી આનો વધુ પ્રયોગ આપણે કરવો ન જોઈએ. ડોક્ટર ની ભલામણ વિના આપણે ક્યારેય દુખાવા ની ટેબલેટ છે તે લેવી ન જોઈએ.
ડાયાબિટીસની જે તકલીફ હોય, તેમાં આપણે પ્રોપર સારવાર કરવી જોઈએ. ઘણા બધા લોકોને એવી આદત હોય છે કે ડાયાબીટીસની તકલીફ હોય છતાં પણ જમવામાં કઈ ખ્યાલ રાખે નહિ અને ઘણા બધા લોકો એવું પણ કહેતા હોય છે કે મને તો શરીરમાં કંઈ દેખાતું નથી. પરંતુ જ્યારે આની કિડની પર અસર થાય છે ત્યારે ખબર પડે છે. કિડની ખરાબ થઈ છે તે આપણને ૭૦ થી ૭૫ ટકા કિડની ખરાબ થયા પછી ખબર પડે છે એટલા માટે આપણે ડાયાબિટીસને આપણે પ્રોપર સારવાર લેવી અને આપણે જમવા માં આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.
બ્લડપ્રેશરની તકલીફ હોય તેની પણ અસર કિડની ઉપર અસર થતી હોય છે. એટલા માટે બ્લડ પ્રેશરમાં પણ આપણે પ્રોપેર જે સારવાર હોય છે તે લેવી જોઈએ. જમવામાં પણ આપણે ધ્યાન રાખવું. મીઠું વગેરે વધારે ન લેવું. જો બ્લડ પ્રેશર ની આપણે પ્રોપર સારવાર જો ન કરીએ તો તેની અસર પણ કિડની પર થતી હોય છે. એટલા માટે આપણે બ્લડપ્રેશરની પણ આપને પ્રોપર સારવાર કરી જોઈએ.
ઘણા બધા લોકો એવું કરતા હોય છે જે પથરીને જ્યારે દુખાવો થાય, ત્યારે તેની દવાઓ લે છે. ફરી પાછો જ્યારે દુખાવો ન થાય એટલે કે દુખાવો મટી જાય. ત્યાર પછી આ પથરી ને ભૂલી જાય છે. પરંતુ આવું ન કરવું જોઈએ. આપણે પથરી જે છે તેનો આપણે પ્રોપર ઈલાજ કરવો છે અને આજે પથરી જે છે તેનો નિકાલ આપણે કરવો જોઈએ. આ પથરીને કારણે પેશાબ રોકાય છે અને ઘણી બધી તકલીફોના કારણે આ અસર છે તે અસર કિડની ઉપર થતી હોય છે.
ત્યાર પછી પ્રોસ્ટેટ ગ્રંથિ છે. આની તકલીફ જ્યારે થાય ત્યારે પણ આપણે આનો પ્રોપર ઈલાજ કરવો. આ પ્રોસ્ટેટના કારણે જે પેશાબ ની તકલીફ થાય છે અને આના કારણે આપણી કિડની હોય છે તેના ઉપર અસર થાય છે. એટલા માટે આપણે પ્રોસ્ટેટ ગ્રંથિ છે તેનો પણ આપણે પ્રોપર ઈલાજ કરવો જોઈએ.
મૂત્ર સંબંધિત કોઈપણ તકલીફ હોય તો તેનો આપણે પ્રોપર ઈલાજન ન કરીએ તો આની અસર જે છે તે કિડની ઉપર થતી હોય છે. એટલા માટે આપણે મૂત્ર સંબંધિત કોઈ પણ જ્યારે તકલીફ થાય ત્યારે સૌ પ્રથમ આપણે આનો પ્રોંપર ઈલાજ કરવો જોઈએ. આવું ન કરીએ તો આની અસર કિડની ઉપર થતી હોય છે. એટલા માટે આપણે કોઈ પણ આપણે જે આદતો હોય છે તેને આપણે કાઢી અને કોઈ પણ આપણે જે તકલીફ હોય છે તેને દબાવીએ નહિ અને તેનો પ્રોપર ઈલાજ આપણે કરવો જોઈએ.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.