kismis banavani rit
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

લગભગ બધાને ખબર હશે કે કિસમિસ દ્રાક્ષમાંથી જ બનાવવામાં આવે છે. પરંતુ કેવી રીતે ઘરે બનાવી શકાય તેની રેસિપી આજે આ લેખમાં જોઇશું. જો તમારા ઘરમાં વધારે દ્રાક્ષ હોય અથવા બજારમાં દ્રાક્ષ સસ્તી વેચાતી હોય તો તમે ઘરે કિસમિસ બનાવી શકો છો.

સામગ્રી : દ્રાક્ષ 500 ગ્રામ અને પાણી 2 કપ.

કિસમિસ બનાવવાની રીત : કિસમિસ બનાવવા માટે પહેલા બહારમાંથી ખરીદીને લાવેલી દ્રાક્ષને પાણીથી સારી રીતે ધોઈ લો. હવે કઢાઈને ગેસ પર મૂકો અને તેમાં બે કપ પાણી ઉમેરીને પછી તેમાં સ્ટેન્ડ અથવા પ્લેટ મૂકો.

હવે આખી દ્રાક્ષને એક પ્લેટમાં કાઢીને કઢાઈમાં મુકેલા સ્ટેન્ડ પર મૂકો અને પછી તેના પર ઢાંકણ મૂકી દો અને દ્રાક્ષને મધ્યમ તાપ પર 8 થી 10 મિનિટ સુધી વરાળમાં બાફવા દો. જ્યારે દ્રાક્ષનો રંગ બદલાઈ જાય તો સમજવું કે દ્રાક્ષ સારી રીતે પાકી ગઈ છે. જે તમે નીચે પ્રમાણે ફોટામાં જોઈ શકો છો.

લગભગ 10 મિનિટ પછી જ્યારે દ્રાક્ષનો રંગ બદલાઈ જાય ત્યારે ગેસ બંધ કરો અને તેને બહાર કાઢીને થોડી ઠંડી થવા માટે પ્લેટમાં રાખો. ઠંડા થઇ ગયા પછી પલંગ અથવા જમીન પર સુતરાઉ કાપડ ફેલાવીને આખી દ્રાક્ષ નાખીને ફેલાવો અને તેને 2 થી 3 દિવસ સુધી સૂર્યપ્રકાશમાં સૂકવો.

જો તડકો ખુબ જ વધુ હોય તો દ્રાક્ષ 2 દિવસથી ઓછા સમયમાં પણ સુકાઈ જાય છે અને જો તડકો ઓછો હોય તો દ્રાક્ષને સૂકવવામાં લગભગ 3 થી 4 દિવસનો સમય લાગી શકે છે. આ રીતે દ્રાક્ષને તડકામાં સારી રીતે સૂકવ્યા પછી તે કિસમિસ બની જશે.

પછી તમે તેને બરણી અથવા કાચના જારમાં ભરીને લાંબા સમય માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે તમે ઘરે કોઈપણ મીઠાઈ કે સ્વીટ વાનગી ઘરે બનવો ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.

નોંધ : કિસમિસ બનાવવા માટે દ્રાક્ષ ખૂબ જ મીઠી હોય તે લો, કારણ કે જો દ્રાક્ષ મીઠી હશે તો તો કિસમિસ પણ પણ મીઠી જ બનશે. દ્રાક્ષને પોલીથીન પર મૂકીને ના ફેલાવો. તેને કપડા પર જ ફેલાવવાથી દ્રાક્ષ ઝડપથી સુકાઈ જશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા