જેમ જેમ જમાનો બદલાતો ગયો તેમ તેમ નવી નવી સુવિધાઓ આવતી રહી છે, તેજ રીતે ટેક્નોલોજીમાં સુધારો થતો ગયો તેમ રસોડામાં સુવિધાઓ પણ વધતી ગઈ. આપણા ઘરોમાં રસોડું એક એવી જગ્યા છે જ્યાં મહિલાઓ મોટાભાગનો સમય પસાર કરે છે. તેથી આપણા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રસોડામાંથી નીકળતા ધુમાડાને દૂર કરવા માટે ચીમનીનો ઉપયોગ કરવો જોઈએ.
રસોડામાં ધુમાડિયું એટલા માટે હોય છે કે જેથી તમને રસોઈ કરતી વખતે ધુમાડા અને ગંદકીની સમસ્યા ના થાય. પરંતુ શું તમે જાણો છો કે જો તમે તેની સારી રીતે કાળજી નહીં રાખો તો તે આગ પણ પકડી શકે છે અને અકસ્માત પણ થઇ શકે છે. તેથી રસોડાની ચીમનીની સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો. તો ચાલો આજે અમે તમને જણાવીએ ચિમનીને સાફ કરવાની સરળ રીત.
બૈફલ ફિલ્ટરવાળી ચીમનીને દર બે થી ત્રણ અઠવાડિયામાં બદલો અને સાફ કરો. ચીમની ક્યારેક ગરમ પાણી અને સર્ફના મિશ્રણથી સાફ નથી થઇ શકતી, આવી સ્થિતિમાં તમે કોસ્ટિક સોડા અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરો.
ભારતીય રસોડામાં સૌથી વધુ બૈફલ અને મેશ ફિલ્ટરવાળી ચીમનીનો ઉપયોગ થાય છે. આવી બધી ચીમનીમાં ડબલ લેયર્ડ ફિલ્ટર હોય છે, જેની સક્શન ક્ષમતા ખુબ જ વધારે હોય છે. આવી ચીમનીને હંમેશા ગરમ પાણી અને સર્ફથી જ સાફ કરો. તેનાથી તેમના ભરાયેલા છિદ્રો ખુલી જશે અને તે સરળતાથી સારી રીતે સાફ થઈ જશે.
જો તમારા કિચનમાં ચારકોલ ફિલ્ટરવાળી ચીમની છે તો તેને દર ચારથી પાંચ મહિને બદલો કારણ કે તે સાફ કરી શકાતી નથી. જો કે રસોડામાં ચીમનીનો ઉપયોગ પર આધાર રાખે છે કે કેટલા દિવસે તેને સાફ કરવું જોઈએ, પરંતુ તેમ છતાં પંદર દિવસમાં ઓછામાં ઓછા એક વખત તેને સાફ કરવાનો પ્રયાસ કરો. આ માટે તમે ગરમ પાણીમાં ડિટર્જન્ટ મિક્સ કરીને ફિલ્ટરને સાફ કરો.
રસોડામાં કેટલીક ચીમનીના એવા ફિલ્ટર પણ હોય છે જે ધોઈ શકાતા નથી તો આવી ચીમનીને થોડા મહિના પછી બદલો. કોઈપણ ઈલેક્ટ્રોનિક વસ્તુની જેમ , ચીમનીની નિયમિત સર્વિસિંગ જરૂર હોવી જોઈએ. કંપની દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર તેની સર્વિસિંગ કરાવો.
તમે જ્યારે પણ રસોડામાં ચીમનીનું ફિટિંગ કરાવો ત્યારે હંમેશા નિષ્ણાત મિકેનિક દ્વારા જ કરાવો. કારણ કે વાયર અને પ્લગમાં સ્પાર્કિંગ પણ ચીમનીમાં આગનું કારણ બની શકે છે.
રસોડામાં ડક્ટ ટેપવાળી ચીમની લગાવો. આ પ્રકારની ચીમનીને ઓછી કાળજીની જરૂર પડે છે અને તેના ફિલ્ટર પણ લાંબા સમય સુધી ચાલે છે.
જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ જીવનઉપયોગી માહિતી, કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ અને અવનવી વાનગીઓ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને ધાકરે બેઠા માહિતી મળતી રહેશે.