ગૃહિણીઓ તેમનો મોટાભાગનો સમય રસોડામાં પસાર કરતી હોય છે. રસોડાને ઘરનું મંદિર પણ કહેવાય છે અને જો રસોડું ગંદુ હોય તો તમને રસોઈ બનાવવાનું બિલકુલ મન થતું નથી. તેથી જ ઘણી સ્ત્રીઓ રસોડાની દીવાલ, સ્લેબ, વાસણના સ્ટેન્ડ, ગેસ સ્ટવ વગેરેને દરરોજ સાફ કરતી રહે છે.
રસોડામાં રહેલી બીજી ઘણી વસ્તુઓ સાફ કરવા માટે મહિલાઓ બજારમાંથી ક્લિનિંગ સ્પ્રે ખરીદે છે અને તેનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમે આ સ્પ્રેના પૈસા બચાવવા માંગતા હોય તો તમે ઘરે રસોડાની સફાઈ માટેનો સ્પ્રે બનાવી શકો છો.
આ લેખમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરીને તમે સરળતાથી ઘરે રસોડાનો ક્લિનિંગ સ્પ્રે બનાવી શકો છો. આવો જાણીએ સ્પ્રે બનાવવાની રીત.
1) બોરેક્સ પાવડર
કદાચ તમે બધાએ બોરેક્સ પાવડરનું નામ સાંભળ્યું જ હશે. જો તમે ના સાંભળ્યું હોય તો તમને જણાવી દઈએ કે બોરેક્સ પાવડર એક એવી વસ્તુ છે જેના ઉપયોગ કરીને તમે રસોડાની ઘણી વસ્તુઓ સાફ કરી શકો છો.
સ્પ્રે બનાવવા માટે, સુધી પહેલા 1 લીટર પાણીમાં 3-4 ચમચી બોરેક્સ પાવડર નાખીને મિક્સ કરો. હવે આ મિશ્રણમાં 2 ચમચી લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરો અને લગભગ 10 મિનિટ માટે સેટ થવા દો. 10 મિનિટ પછી તેને સ્પ્રે બોટલમાં ભરીને તેનો ઉપયોગ રસોડાને સાફ કરવા માટે કરો.
ઉપયોગ કરવાની રીત
બોરેક્સ પાવડરના મિશ્રણથી તમે રસોડાની દિવાલ, સિંક, ગેસ સ્ટોવ વગેરે જેવી બીજી ઘણી વસ્તુઓ સાફ કરી શકો છો. તેના માટે આ વસ્તુઓ પર સ્પ્રે છાંટીને લગભગ 10 મિનિટ માટે છોડી દો. 10 મિનિટ પછી સફાઈ બ્રશથી સાફ કરો.
આનાથી સિંક પર કોઈ નાની જીવજંતુઓ પણ ઊડતી બંધ થઇ જશે. જો સિંક ડ્રેઇનમાંથી જીવ જંતુઓ બહાર આવી રહ્યા હોય તો તમે તેને ગટરની આસપાસ પણ આ સ્પ્રેનો છંટકાવ કરી શકો છો.
આ પણ વાંચો: હવે તમારું રસોડું ચમકતું અને સંપૂર્ણપણે સ્વચ્છ અને ક્લીન દેખાશે, જાણો આ સરળ ટિપ્સ
2) ખાવાનો સોડા
ખાવાનો સોડામાંથી તમે એક સરસ કિચન સફાઈ સ્પ્રે બનાવી શકો છો. આનો ઉપયોગ કરીને તમે ફ્રિજ, ઓવન, રસોડાની ટાઇલ્સમાં પડેલા તેલના ડાઘ, શાકભાજીના ડાઘ વગેરે જેવી વસ્તુઓને સાફ કરી શકો છો.
બેકિંગ સોડા ક્લીનિંગ સ્પ્રે માટેની સામગ્રી :
- ખાવાનો સોડા – 3 ચમચી
- લીંબુનો રસ – 2 ચમચી
- પાણી – 1 લિટર
- લવંડર ઓઇલના 2 ટીપાં
સ્પ્રે બનાવવા માટે સૌ પ્રથમ, 1 લિટર પાણીમાં 3 ચમચી ખાવાનો સોડા મિક્ષ કરી લો. હવે તેમાં લીંબુનો રસ અને લવંડર ઓઈલના 2 ટિપ્પસ નાખીને સારી રીતે મિક્સ કરો અને 10 મિનિટ માટે સેટ થવા માટે છોડી દો. 10 મિનિટ પછી તમે રસોડાને સાફ કરો.
તમે બીજી વસ્તુઓમાંથી કિચન ક્લિનિંગ સ્પ્રે બનાવી શકો છો. બેકિંગ સોડા સિવાય વિનેગર, લીંબુનો રસ, હાઇડ્રોજન પેરોક્સાઇડ અથવા એમોનિયાથી તમે કિચન ક્લિનીંગ સ્પ્રે બનાવી શકો છો. જો તમને આ જાણકરી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ રસોડા સબંધિત માહિતી મળતી રહેશે.