kitchen king masala recipe in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

શું તમને તમારી દાળ અને શાકમાં સ્વાદ વધારવા માટે એક મસાલો શોધી રહયા છો, તો તેનું નામ છે કિચન કિંગ અને તેથી જ તેને રસોડાનો રાજા એટલે કિચન કિંગ મસાલા કહેવામાં આવે છે. તે આપણા શાકના સ્વાદને વધારવા માટે એક પરફેક્ટ મસાલો છે.

બજારના મસાલામાં સ્વાદમાં થોડો અલગ હોય છે પરંતુ તમે પણ સ્વાદિષ્ટ અને એકદમ ઓથેન્ટિક કિચન કિંગ મસાલો ઘરે બનાવી શકો છો. આના માટે તમારે ફક્ત કેટલાક આખા મસાલાને પીસીને બનાવવાનો છે. તો ચાલો આજની આ રેસિપીમાં જાણીએ તેની સામગ્રી અને તેને બનાવવા રીત અને સ્ટોર કરવાની ટિપ્સ.

જાણી લો કે કિચન કિંગ મસાલા શું છે? કિચન કિંગ મસાલાને તમામ મસાલાઓનો રાજા કહેવામાં આવે છે કારણ કે તે 2 કે 3 નહીં પણ લગભગ તમામ મસાલાઓનો ઉપયોગ કર્યા પછી તે બનેલો હોય છે. ભારતીય ભોજનમાં તેનો સૌથી વધારે ઉપયોગ થાય છે.

તમે તેને પુલાવ, દાળ અને બીજી કોઈપણ પ્રકારના શાકમાં ઉમેરીને તેનો સ્વાદ ડબલ કરી શકો છો. તમે તેને તમારા મુજબ બનવી શકો છે. તમે તેને લસણ અને ડુંગળી વગર પણ બનાવી શકો છો અને ઉમેરીને પણ બનાવી શકો છો. તો ચાલો જાણીયે કિચન કિંગ મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી

કિચન કિંગ મસાલા બનાવવા માટે તમારે 15-16 મસાલાની જરૂર પડશે. તેમાં ઘણા આખા છે અને કેટલાક પીસેલા પણ છે. ધ્યાન રાખો કે તમે આ માટે જે પણ મસાલા લઈ રહ્યા છો તે બધા એકદમ તાજા હોવા જોઈએ. આ માટે તમારે જરૂરી સામગ્રી નીચે મુજબ છે.

1 ચમચી જીરું, 1 ચમચી શાહી જીરું, 1 ચમચી સૂકા ધાણાના દાણા, 1 ચમચી પીળી રાઈ, 1/2 ચમચી મેથીના દાણા, 1 ચમચી વરિયાળી, 1 ચમચી ચણાની દાળ, 12-15 કાળા મરી, 8-10 લવિંગ, 1/2 નાની ચમચી જાવિત્રી, 6 લીલી ઈલાયચી, 4 મોટી ઈલાયચી, 2-3 તજ, 3 ચક્રફુલ, 6-7 લાલ સૂકા મરચા, 1 ટીસ્પૂન જાયફળ પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી સૂકા આદુનો પાવડર (સૂંઠ) અને 1 સંચળ.

કિચન કિંગ મસાલો બનાવવાની રીત : મસાલો બનાવવા માટે બધા મસાલા ભેગા કરીને પેનમાં ગરમ કરો અને તેમાં સૂકા લાલ મરચાંને શેકતી વખતે 3-4 મિનિટ સુધી સતત હલાવતા રહો. તેનો રંગ ઘાટો થઈ જાય પછી તેને બહાર કાઢીને બાજુ પર રાખો.

હવે એ જ પેનમાં ચણાની દાળને ધીમી આંચ પર ધીમા તાપે સોનેરી થાય ત્યાં સુધી શેકીને બાજુ પર રાખો. એ જ પેનમાં જીરું, શાહી જીરું, વરિયાળી, ધાણા, મેથીના દાણા અને પીળી રાઇને ધીમી આંચ પર ત્યાં સુધી શેકી લો જ્યાં સુધી તેમાંથી સુગંધ આવવા લાગે. પછી તેને પેનમાંથી બહાર કાઢીને રાખો.

પછી કાળા મરી, વરિયાળી, લીલી ઈલાયચી, કાળી ઈલાયચી, તજ, લવિંગ અને જાવિત્રીને ધીમી આંચ પર સુગંધ આવે ત્યાં સુધી શેકીને બાજુ પર રાખો. હવે બધા શેકેલા મસાલાને સંપૂર્ણપણે ઠંડા થવા દો. હવે તમે ગ્રાઇન્ડરમાં સૂકી શેકેલી બધી સામગ્રી ઉમેરીને સારી રીતે પીસી લો.

એકવાર પીસી લીધા પછી તેમાં જાયફળ પાવડર, હળદર પાવડર, સૂકા આદુનો પાવડર અને સંચળ ઉમેરીને ફરી એકવાર મસાલાને પીસી લો. તો તૈયાર છે તમારો તાજો કિચન કિંગ મસાલો. હવે આ મસાલાથી તમે દરેક વાનગીનો સ્વાદ બમણો કરી શકો છો. હવે જાણી લો કિચન કિંગ મસાલાને યોગ્ય રીતે સ્ટોર કેવી રીતે કરવો.

જ્યારે તમે આ મસાલો બનાવી લો તો તરત જ તેને એરટાઈટ કન્ટેનર અથવા જારમાં ભરીને સ્ટોર કરો અને તેને ઓરડાના તાપમાને એક મહિના સુધી રાખો. જો તમે એક મહિનામાં બધા મસાલાનો ઉપયોગ નથી કરી શકતા તો થોડા મસાલાને રસોડામાં રાખીને બાકીના ને ફ્રિજમાં રાખો. આનાથી મસાલો લાંબા સમય સુધી તાજો રહે છે અને બગડશે નહીં.

તમે વધારે પ્રમાણમાં આ મસાલાને બનાવીને સરળતાથી 1 વર્ષ સુધી ફ્રીઝ કરી શકો છો. હવે આ રીતે તમે પણ બધા માટેનો એક જ મસાલો બનાવી લો અને લાંબા સમય સુધી સ્ટોર કરી લો. જો તમારી પાસે થોડી સામગ્રી ના પણ હોય તો પણ તમારી પસંદગી અનુસાર વધુ કે ઓછા કરીને મસાલો બનાવી શકો છો.

અમને આશા છે કે તમને આ રેસિપી ગમી હશે અને આવી જ કોઈપણ પ્રકારની મસાલા રેસીપી જાણવા માંગતા હોય તો અમારી સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા