કદાચ તમે હમણાં જ થોડા સમય પહેલા જ રસોડામાં છરીઓનો સેટ ખરીદ્યો હશે અને હવે તમને સમજાતું નથી કે સેટમાં અલગ અલગ છરીઓનો ઉપયોગ કેવી રીતે કરવો. કદાચ એવું પણ બની શકે છે કે તમે ક્યારેય તે છરીઓનો ઉપયોગ કરશો પણ નહીં, એવું વિચારીને કે તમને તેમની શા માટે જરૂર પડશે? પરંતુ અમે તમને જણાવી દઈએ કે દરેક છરીનુ એક પોતાનું મહત્વ હોય છે.
દરેક છરીની પોતાની એક વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે અને તે તમને રસોડામાં અલગ અલગ કામોમાં મદદ કરે છે. વિવિધ પ્રકારની કિચન માટેની છરીઓ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવું એ પણ તમારા માટે એક નવો અનુભવ છે. જો તમે પણ વિવિધ છરીઓ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે જાણવા માંગતા હોય તો આ લેખ તમારી માટે છે.
શેફ નાઇફ : શેફ નાઇફએ સૌથી સર્વતોમુખી સાધનોમાંની એક છરી છે. જો તમે કોઈ પ્રોફેશનલ રસોઇયાને પૂછશો તો તે ચોક્કસપણે તમને તેનું મહત્વ જણાવશે. રસોઇયાની છરીઓમાં મોટી બ્લેડ હોય છે અને તે કોઈ પણ વસ્તુને કટીંગ કરવા માટે ઉત્તમ છે જે તમે રસોડામાં હોય છો. તે 8 થી 10 ઇંચ લાંબી અને એકદમ ધારદાર હોય છે.
ઉપયોગો વિષે વાત કરીએ તો તમે તેનો ઉપયોગ શાકભાજી, ફળો અને જડીબુટ્ટીઓને કાપવા માટે કરી શકો છો. તેનો ઉપયોગ માંસ, મરઘાં અને માછલી જેવી બીજી ઘણી માંસની વસ્તુઓને કાપવા માટે પણ થાય છે.
સંતોકુ નાઇફ : એક વેસ્ટર્ન સ્ટાઇલ શેફ નાઇફનું જાપાની વર્જન છે. ઘણી જગ્યાએ શેફ તેનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે, કારણ કે તે ટૂંકું અને હળવા બ્લેડ સાથે આવે છે. આમાં હોલ કિનારીઓ આપવામાં આવી છે જેના કારણે તે માંસ જેવી વસ્તુઓને સરળતાથી કાપી શકે છે.
ઉપયોગો જોઈએ તો, શેફ નાઇફ જેવું જ હોવાથી તેનો ઉપયોગ કાપવા, ડાઇસિંગ અને કટીંગ માટે થાય છે. આનાથી હર્બ્સ કાપી શકાતી નથી પણ તમે માંસ, માછલી જેવી ખાદ્ય વસ્તુઓને સરળતાથી કાપી શકો છો.
યુટીલીટી નાઇફ : યુટીલીટી નાઇફ શેફ નાઇફ કરતા નાના હોય છે. તેની લંબાઈ 4 થી 7 ઈંચની વચ્ચે હોય છે અને તેમની સાંકડી બ્લેડ હોવાથી તે મોટી વસ્તુઓને સ્લાઈસ અને કાપવા માટે સારી નથી.
ઉપયોગ જોઈએ તો મધ્યમ કદના શાકભાજીની સ્લાઈસ કરવા અને કાપવા માટે સારી છરી છે. તમે સેન્ડવીચના ટુકડા કરી શકો છો અને તેનાથી સારી ટ્રિમિંગ અને ફિલિંગ કરી શકો છો.
કિચન શિયર્સ : જોકે કાતર એક પ્રકારની છરી નથી પણ છરીની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે. રસોડામાં કાતર એ વિવિધ ચીજોને સંભાળવા માટે જાડી અને મજબૂત બ્લેડવાળી કાતર છે. તેનો ઉપયોગ હર્બ્સ એટલે જડીબુટ્ટીઓ કાપવા માટે કરી શકાય છે અને આનો ઉપયોગ તમે પોતાના પિઝા પણ કાપી શકો છો અને ઘણી બધી શાકભાજી કાપી શકાય છે.
બ્રેડ માટે છરી : તે મોટા ખોરાકના ટુકડાને કાપવા માટે બનાવવામાં આવેલી છે. તે 7 થી 10 ઇંચ લાબું હોય છે. તેની બ્લેડ સાંકડી અને સીધી હોય છે, તેની કિનારોમાં દાંત છે. તમે નામ પરથી સમજી ગયા હશો કે તેનો ઉપયોગ બ્રેડ માટે થાય છે.
જો તમને લાગે કે છરીઓ આટલી જ હોય છે તો તમે ખોટા છો. બીજી પણ છરીઓ પણ છે. હમણાં આ છરીઓ વિશે જાણો અને તેનો તમારા રસોડામાં ઉપયોગ કરો.