રસોડાના સિંકને સાફ કરવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે જો સિંક ગંદુ હશે તો આખું રસોડું ગંદુ લાગે છે. જો કે રસોડાના સ્ટેનલેસ સ્ટીલ સિંકને સાફ કરવું મુશ્કેલ કામ છે અને જો તમે ઇચ્છો છો કે તમારું સિંક હંમેશા સ્વચ્છ અને ડાઘ રહિત રહે તો તમારે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓની જરૂર પડશે.
પહેલા તમને જણાવી દઈએ કે સ્ટેનલેસ સ્ટીલના સિંકને સાફ કરવા માટે તમારે બજારમાંથી મળતા ક્લીનરની જરૂર પડશે નહીં. તમે સિંકને ઘરમાં રહેલી વસ્તુઓથી સરળતાથી સાફ કરી શકો છો. જો તમે પણ ઇચ્છો છો કે સ્ટેનલેસ સ્ટીલ સિંક હંમેશા સ્વચ્છ રહે તો આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
જરૂરી વસ્તુઓ : સાફ કરવા માટે કપડું, સોફ્ટ સ્પોન્જ, સ્પ્રે બોટલ, ખાવાનો સોડા, લીંબુ, ઓલિવ તેલ અને વિનેગર
1. સિંકને ખાલી કરો અને ધોઈ લો : સ્ટેનલેસ સિંકને સાફ કરવા માટે, પહેલા સિંકને ખાલી કરવું જોઈએ. પછી સિંકમાં એકઠી થયેલી કોઈપણ પ્રકારની ગંદકીને દૂર કરો. કારણ કે પછી તમારા માટે સિંક સાફ કરવાનું સરળ બની જશે. પછી સિંકને હુંફાળા પાણીથી સારી રીતે ધોઈ લો.
2. ખાવાનો સોડાનો ઉપયોગ : બેકિંગ સોડાને સફાઈ એજન્ટ ગણવામાં આવે છે તેથી તેનો ઉપયોગ મોટાભાગે કોઈપણ વસ્તુને સાફ કરવા માટે કરવામાં આવે છે. તો આ કિસ્સામાં પણ તમે સ્ટેનલેસ સ્ટીલ સિંકને સાફ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલા બેકિંગ સોડાને સિંક પર છાંટો.
ધ્યાન રાખો કે તમારે સિંક પર બેકિંગ સોડાનો એક સ્તર બનાવવાની જરૂર પડશે અને સિંકની કિનારીઓ પર પણ બેકિંગ સોડા રેડવાનું ભૂલશો નહીં. જો તમને લાગે છે કે હજુ પણ સિંક સાફ કરવા માટે વધારાના બેકિંગ સોડાની જરૂર પડશે તો તમે સિંક પર વધુ એક વખત બેકિંગ સોડા રેડી શકો છો.
3. સિંકને કરો સ્ક્રબ : હવે તમે સિંક પર ખાવાનો સોડા છાંટ્યો છે તો હવે તમારે સિંકને સ્ક્રબ કરવાની જરૂર પડશે. તો હવે સિંકમાં થોડું પાણી નાખો જેથી એક ઘટ્ટ પેસ્ટ બની જાય. પછી સ્વચ્છ કપડા અથવા સ્પોન્જની મદદથી સિંકને સારી રીતે સ્ક્રબ કરો.
સિંકને સ્ક્રબ કરતી વખતે તમારે સૌથી વધુ તે જગ્યાએ ધ્યાન આપવું જોઈએ જ્યાં વધારે ડાઘ છે અથવા જ્યાં ગંદકી એકઠી થઈ છે. સ્ક્રબ કર્યા પછી, સ્ટેનલેસ સ્ટીલના સિંકને પાણીથી સારી રીતે સાફ કરો.
4. લીંબુનો ઉપયોગ કરીને ફરીથી સ્ક્રબ કરો: જો તમે ઈચ્છો છો કે સિંક લાંબા સમય સુધી સ્વચ્છ રહે તો સિંકને ફરીથી સ્ક્રબ કરવું જોઈએ. આ માટે તમારા સિંકને સ્ક્રબ કરવા માટે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ફક્ત એક લીંબુની જરૂર છે અને તેને વચ્ચેથી કાપી લો.
આ પછી સિંકમાં રહેલી બેકિંગ સોડાની પેસ્ટ પર લીંબુને સારી રીતે ઘસો અને પછી સ્વચ્છ પાણીથી સિંકને ધોઈ લો. તમને જણાવી દઈએ કે લીંબુમાં એસિડનું પ્રમાણ વધારે હોય છે, જે બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. લીંબુનો ઉપયોગ કરવાથી મોટો ફાયદો એ થાય છે કે લીંબુ તમારા સિંકને ચમકાવશે, તેની સાથે તે સિંકમાંથી આવતી વાસને પણ દૂર કરશે.
5. પાણીથી ડાઘ દૂર કરો : ઘણી વખત પાણીના ડાઘ પડવાને કારણે સિંક ગંદુ લાગે છે. જો તમે ઇચ્છો છો કે પાણીના ડાઘ સરળતાથી સાફ થઇ જાય તો તમે ડાઘને દૂર કરવા માટે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. જો તમને ખબર ના હોય તો તમને જણાવી દઈએ કે વિનેગરની મદદથી તમે કોઈપણ પ્રકારના ડાઘ સરળતાથી દૂર કરી શકો છો.
સિંક ને સાફ કરવા માટે, વિનેગરને સ્પ્રે બોટલમાં નાખીને સિંક પર છાંટીને થોડી વાર માટે રહેવા દો. થોડા સમય પછી સ્વચ્છ કપડાથી વિનેગરને સાફ કરી લો. વિનેગર એક કુદરતી જંતુનાશક અને પાણીના ડાઘ દૂર કરવા માટેનું કામ કરે છે.
6. સિંકને ચમકવા માટે ઓલિવ ઓઈલ : હવે છેલ્લું કામ છે કે સૂકા કપડાથી સિંકને સાફ કરો અને જો તમે ઇચ્છો છો કે તમારું સિંક ચમકી ઉઠે તો તમે આ માટે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. સિંકની ચમક વધારવા માટે એક કપડું લો અને તેમાં થોડું ઓલિવ ઓઈલ નાખીને સિંક પર લગાવો. એક જ કોટથી તમે જોશો કે સિંક ચમકવા લાગશે.
ધ્યાન રાખો : સ્ટેનલેસ સ્ટીલ સિંક પર તમારે ક્યારેય ઊન પેડનો ઉપયોગ ના કરવો જોઈએ. તેનાથી સિંકને નુકસાન પહોંચી શકે છે. જો તમે સિંક ધોવા માટે કોઈપણ પ્રકારના ક્લીનરનો ઉપયોગ કરો ત્યારે તમારે હંમેશા મોજા પહેરવા જોઈએ. જ્યારે તમે સિંકમાં વાસણો ધોતા હોવ ત્યારે વાસણ ધોયા પછી સિંકને સૂકા કપડાથી લૂછવાનું ભૂલશો નહીં.
ઘણીવાર ઘણા લોકો સિંકનો ઉપયોગ કટીંગ બોર્ડ તરીકે કરે છે, પરંતુ આના કારણે તીક્ષ્ણ છરી સિંકની સપાટીને નુકસાન પહોંચાડી શકે છે. તમને બજારમાં વિવિધ પ્રકારના સિંક માટે ક્લીનર્સ મળી જશે, પરંતુ તમારે તેજ કણીનાર નો ઉપયોગ કરવાનો છે જે સ્ટેનલેસ સ્ટીલના સિંક માટે ખાસ બનાવેલું હોય.
જો તમને પણ આ માહિતી પસંદ આવી હોય તો, આવી જ માહિતી અને બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.