kitchen sink cleaning tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોડામાં ઘણી બધી સમસ્યાઓ હોય છે, જેના માટે તેનો ઉકેલ શોધવો મહિલાઓને ખૂબ જ મુશ્કેલ લાગે છે. આવી નાની – મોટી ઘણી સમસ્યાઓ છે જેનો મહિલાઓને રોજ સામનો કરવો પડતો હોય છે.

જો કે આ સમસ્યાઓનો સામનો કરવા માટે ઘણા ઘરેલુ ઉપાયો છે, જો મહિલાઓ સમય પર તેનો પ્રયાસ કરે તો તેઓ તરત જ તેનાથી છુટકારો મેળવી શકે છે. આજે આપણે એવી જ એક સમસ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો મહિલાઓને ઘણીવાર વરસાદની ઋતુમાં સામનો કરવો પડે છે.

અમે વાત કરી રહ્યા છીએ રસોડાના ડ્રેઇનમાંથી બહાર આવતા જંતુઓ વિશે. હકીકતમાં રસોડાના ડ્રેઇનમાંથી માત્ર કોકરોચ જ નહીં પણ બીજા ઘણા પ્રકારના જંતુઓ પણ બહાર આવતા રહે છે. કેટલીકવાર આ સમસ્યા કાયમી માટે રહે છે.

કેટલાક લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેમિકલવાળી વસ્તુઓનો ઉપયોગ કરે છે અને જો તમે ઈચ્છો તો ઘરેલું ઉપચાર પણ કરી શકો છો. જો કે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે રસોડાના ડ્રેઇનમાંથી જંતુઓ કેમ આવે છે તે સમજવું સૌથી જરૂરી છે.

કેમ આવે છે કીડા મકોડા અને વંદાઓ ? ડ્રેઇનમાંથી આવતા જંતુઓ અને વંદાઓ ગંદકી અથવા પાઇપ લીક થવાને કારણે આવે છે. તેથી તે જાણવું ખૂબ જ જરૂરી છે કે પાઇપ ક્યાંયથી લીક તો નથી ને. ઉપરાંત, એ પણ ધ્યાન રાખો કે રસોડામાં સિંક પાઇપમાં ગંદકી લાંબા સમય સુધી ફસાઈ તો નથી ગઈ ને.

સમયસર પાઈપની સફાઈ કરવી પણ ખૂબ જરૂરી છે. ડીટૈચેબલ પાઇપ સરળતાથી સાફ કરી શકાય છે પણ જો તમારી પાસે સ્ટીલ હોય તો તેને સાફ કરવા માટે ગરમ વસ્તુનો ઉપયોગ કરો. આ માટે વધારે માત્રામાં પાણી ગરમ કરો અને તેને ઉપરથી રેડો. થોડા સમય માટે ડ્રેઇનને બંધ કરી લો.

બ્લિચિંગ પાવડર : ડ્રેઇનની આજુબાજુમાં વધારે પ્રમાણમાં બ્લિચિંગ પાવડર છાંટો અને ડ્રેઇનને કોઈ વસ્તુથી ઢાંકી દો. થોડા સમય માટે પાણીવાળું કોઈ કામ ના કરો જેથી ડ્રેઇન ભીનું ના થાય. આનાથી કીડા અને મકોડા, નાના જંતુઓ પણ આનાથી મરી જશે.

અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત ડ્રેઇનની આસપાસ અને ડ્રેઇનની અંદર બ્લીચિંગ પાવડરનો સ્પ્રે કરવો જોઈએ. આમ કરવાથી જંતુઓનો નાશ પામે છે અને સાથે દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે.

હાઇડ્રોજન પેરોક્સાઇડ : હાઇડ્રોજન પેરોક્સાઇડ એક કેમિકલયુક્ત ક્લીનર છે. ડ્રેઇનની આસપાસ એક ઢાંકણું ભરીને હાઇડ્રોજન પેરોક્સાઇડ નાખી દો અને પછી તેને થોડા સમય માટે આમ જ છોડી દો. ડ્રેઇનના અંદર અને બહારના ભાગ પર હાઇડ્રોજન પેરોક્સાઇડનો સ્પ્રે કરો અને તેને થોડા સમય માટે બંધ કરીને છોડી દો. થોડા સમય પછી ડ્રેઇનની આસપાસની જગ્યાને કપડાથી સાફ કરો અને ડ્રેઇનની અંદર પાણી રડો. રાત્રે ડ્રેઇન બંધ કરીને સીધું સવારે જ ખોલો.

બેકિંગ સોડા અને વિનેગર : જો તમે કેમિકલવાળી વસ્તુઓનો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમે બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા એક પેનમાં વધારે પ્રમાણમાં પાણી ગરમ કરો અને તેમાં બેકિંગ સોડા અને વિનેગરને મિક્સ કરો.

હવે તેને સીધું ડ્રેઇનમાં નાખી રેડી દો અને પછી ડ્રેઇનને બંધ કરો. થોડા સમય પછી જીવજંતુઓ અને કૉકરોજ બહાર આવવા લાગશે. આ કામને ત્યારે જ કરવું જયારે ત્યાં રસોડાની જગ્યા સંપૂર્ણપણે ખાલી હોય.

આ તમામ ટિપ્સ તમે રસોડાના ડ્રેઇનમાંથી બહાર આવતા કીડાઓથી છુટકારો મેળવવા માટે અજમાવી શકો છો. ઉપરાંત તમને આ લેખ ગમ્યો છે તો આવા વધુ લેખ વાંચવા માટે દરેક રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા