આજકાલ દરેકના રસોડામાં સિંક ટેબલ હોય છે કે જેનો ઉપયોગ આપણે મોટાભાગે વાસણ ધોવા માટે કરીએ છીએ. સિન્કમાં પાણીનો સતત ઉપયોગ કરવાથી સિંક ટેબલ પર કાટ પણ લાગી શકે છે અને ટેબલ ગંદુ પણ દેખાય છે.
સિંક ટેબલના ઘણા પ્રકારના હોય છે, તેમ છતાં, મોટા ભાગના સ્ટેનલેસ સ્ટીલ સિંક ટેબલ પર કાટ લાગી જાય છે અને કેટલાક સિંક પર કાટ લાગતા નથી પરંતુ તેમની ચમક ઓછી થઇ જાય છે. તેથી જો તમારા ઘરે સિંક ટેબલ પર કાટ આવી ગયો છે તો તમે આ લેખમાં બતાવવામાં આવેલી ટિપ્સનો ઉપયોગ કરી શકો છો.
ચૂનો, લીંબુ અને મીઠુંનો ઉપયોગ : તમે ચૂનો, લીંબુ અને મીઠાના મિશ્રણનો પણ ઉપયોગ કોઈપણ કાટને દૂર કરવા માટે કરી શકો છો. લીંબુનો રસ મીઠાના સ્ફટિકોને સક્રિય કરીને કોઈપણ કાટને દૂર કરવામાં સરળ બનાવે છે.
તમે સિંક ટેબલ પર રહેલા કાટને દૂર કરવા માટે આ મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. આ મિશ્રણને કાટવાળા વિસ્તાર પર લગાવીને થોડીવાર પછી તેને ક્લિનિંગ કરવાના બ્રશથી સાફ કરી લો અને સાદા પાણીથી સાફ કરી લો.
બેકિંગ સોડાથી સાફ કરો : બેકિંગ સોડા ઘરની સાફ સફાઈમાં ખૂબ કામ લાગે છે. તેમાં એક્સ્ફોલિએટિંગ પ્રોપર્ટીઝ હોય છે જે વસ્તુઓને સાફ રાખવાનું કામ કરે છે. જો લીંબુને ખાવાના સોડા સાથે મિક્સ કરવામાં આવે તો તે વધારે કામ કરશે.
સિંક ટેબલ પરથી કાટ દૂર કરવા માટે તમે પહેલા પાણીને ગરમ કરો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણમાં ખાવાનો સોડા ઉમેરીને એક મિશ્રણ તૈયાર કરો.
હવે આ મિશ્રણથી સિંક ટેબલ પરના કાટને સાફ કરો. આ પછી બ્રશથી એકવાર સિંક ટેબલને સાફ કરો અને છેલ્લે સિંક ટેબલને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો. તમારું સિંક ટેબલ નવા જેવું ચમકશે.
વિનેગર થી સાફ કરો : વિનેગર સફાઈ માટે સૌથી અસરકારક વસ્તુ છે અને તેને કાટ દૂર કરવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. તમે સિંક ટેબલને વિનેગરથી સાફ કરી શકો છો. જ્યારે સિંક ટેબલ સારી રીતે સાફ થઈ જાય ત્યારે તમે તેને એલ્યુમિનિયમ ફોઈલથી સાફ કરી શકો છો. જો કે કાટ સાફ થવામાં થોડો સમય લાગી શકે છે તો સિંક ટેબલ એકવારમાં સાફ ના થાય તો તમે ફરીથી આ જ પ્રક્રિયા કરી શકો છો.
સિંક ટેબલ પરના કાટને સાફ કરવા માટે તમે આ બધી ટિપ્સનો ઉપયોગ કરી શકો છો. જો તમને આ જાણકારી પસંદ આવી હોય, તો આવા વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
img credit: Freepik