રસોડાના સિંકમાં વાસણો ધોતી વખતે કેટલીક મહિલાઓ ખોરાકને ડસ્ટબિનમાં નાખતા નથી અને તે તેમાં જ પડે છે અને પાઇપમાં જમા થઈને જામી જાય છે. આ ચક્કરમાં ધીમે ધીમે વાળ, ટીશ્યુ, ભાત, ચાની પત્તી વગેરે પાઈપમાં જામ થઇ જાય છે. આ કારણોને લીધે વાસણ ધોતી વખતે સિંકમાં પાણી જતું બંધ થઇ જાય અને જમા થવા લાગે છે.
પાઇપ બ્લોક થવાને લીધે દુર્ગંધ પણ આવવા લાગે છે. આ ગંધ ક્યારેક બીજા લોકો સામે શરમાવે છે. આ કારણે મચ્છર અને માખીઓ પણ આવે છે. જો તમે સમયસર આ ગંદકી સાફ નહીં કરો તો પાઈપ પણ ફાટી શકે છે અને બધી ગંદકી રસોડામાં ફેલાઈ શકે છે. વિચારો કેટલી મહેનત વધી શકે છે ?
જો તમારા ઘરે આવી સમસ્યા અવારનવાર થાય છે તો એક એવો ઘરેલું ઉપાય છે જે તમને ઉપયોગી થઇ શકે છે. તમે તમારા રસોડામાં રહેલી માત્ર 2 વસ્તુઓથી બ્લોક પાઈપને ખોલી શકો છો. તો ચાલો તમને તે 2 વસ્તુઓ વિશે જણાવીએ.
બેકિંગ સોડા વડે કિચન સિંક પાઇપ સાફ કરો : ખાવાનો સોડા તમારા દરેકના રસોડામાં ઉપલબ્ધ હોવો જ જોઈએ. બસ આની મદદથી તમે જામ થયેલ સિન્કની પાઈપને સરળતાથી સાફ કરી શકો છો. તે કુદરતી રીતે પાઇપ બ્લોકેજને દૂર કરે છે.
શુ કરવુ, તો સૌ પ્રથમ, એક બાઉલમાં 2 ચમચી ખાવાનો સોડા અને 1 ચમચી વિનેગર ઉમેરીને સોલ્યુશન બનાવો. હવે આ સોલ્યુશનને સિંકના ડ્રેનેજમાં રેડો. એવી રીતે રેડો કે તે પાઇપમાં પણ નીચે સુધી જવું જોઈએ.
આ પછી સિંક પર 1 ચમચી ખાવાનો સોડા નાખો અને 10 મિનિટ રહેવા દો અને સિંકના છિદ્રને રબર સ્ટોપરથી ઢાંકી દો. હવે બીજી તરફ, એક તપેલીમાં પાણી ગરમ કરો. 10 મિનિટ પછી તરત જ આ ગરમ પાણીને સિંકમાં પ્રેશરથી રેડો. પછી થોડા સમય માટે નળનું પાણી ચાલુ રાખો. આ રીતે સિંક અને પાઈપોમાં દબાણ થશે અને કચરો નીચે જતો રહેશે.
ઇનો અને ગરમ પાણી : ઈનો પણ ખાવાના સોડાની જેમ જ કામ કરે છે. એક બાઉલમાં ઈનો અને થોડું પાણી મિક્સ ઉમેરીને મિક્સ કરો. આ સોલ્યુશનને તમારા સિંકની પાઇપમાં રેડો અને તેને 20-20 મિનિટ માટે રહેવા દો.
હવે સફેદ વિનેગરને તેના પર રેડો અને 10 મિનિટ માટે છોડી દો. હવે એક તપેલીમાં પાણી ઉકાળો. પછી ઉપરથી આ ગરમ પાણીને સિંકમાં પ્રેશરથી રેડો. તમે જોશો કે જે પાણી પહેલા સિન્કમાં જમા થતું હતું તે નીચે જશે.
વાસ્તવમાં Eno સિંકમાં દબાણ બનાવે છેજેના કારણે સિંક પાઇપ સાફ થઇ જાય છે. આ બે રીતોથી તમે રસોડાના સિંકની જામેલી પાઇપને સાફ કરી શકો છો. જો તમે અઠવાડિયામાં એક વાર પણ આ ઉપાય કરો છો તો તમારા પાઇપમાં કોઈ ગંદકી જમા થશે નહીં.
અમને આશા છે કે તમને આ માહિતી ઉપયોગી સાબિત થશે. જો તમને આ જાણકરી ગમી હોય તો બીજાને પણ જણાવો અને આવી વધુ કિચન ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.