જો રસોડાના સિંકને દરરોજ સાફ કરવામાં ના આવે તો તે ખૂબ જ ઝડપથી ગંદુ દેખાવા લાગે છે. જો સ્ટીલનું સિંક વારંવાર પાણીથી ભીનું થાય છે તો ક્યારેક સિંકમાં કાટ પણ લાગી જાય છે, પછી જેને દૂર કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. સિંકમાં કાટ લાગી ગયા પછી તે ગંદુ લાગે છે અને વાસણો રાખવાનું મન પણ નથી થતું.
કેટલાક લોકો સિંક સાફ કરવા માટે હાર્ડ ક્લીનર્સનો ઉપયોગ કરે છે જે સ્ટીલના સિંકને વધુ નુકસાન પહોંચાડે છે અને તેમાં રહેલા કેમિકલ્સ તમારા માટે પણ જોખમી બની શકે છે. આજે આ લેખમાં અમે તમને સિંકને ચમકાવવાની કેટલીક સરળ ટિપ્સ જણાવીશું.
એવા કેટલાક ઘરેલું ઉપાય છે જે સ્ટેનલેસ સ્ટીલના સિંકમાંથી કાટ દૂર કરી શકે છે અને તેમાં રહેલા સફેદ ડાઘ પણ સાફ કરી શકે છે. તો આવો જાણીએ રસોડાના સિંકમાંથી કાટ અને સફેદ ડાઘ દૂર કરવા માટેની ટિપ્સ.
ખાવાનો સોડા અને ગરમ પાણી : તમે ક્યાંક સાંભળ્યું જ હશે કે લોકો સફાઈ માટે બેકિંગ સોડાનો ઘણો ઉપયોગ કરે છે. સફાઈની સાથે તે તમારા ભરાઈ ગયેલી નળીને પણ ખોલે છે. ખાવાનો સોડા અને ગરમ પાણીથી તમે સિંકને સરળતાથી સાફ કરી શકો છો.
સામગ્રી : 1 ચમચી ખાવાનો સોડા, 1 કપ ગરમ પાણી, ડીશવોશર સાબુ અને સ્ટીલ સ્ક્રબ.
સૌથી પહેલા સિંકને સાબુ અને સ્ક્રબથી સાફ કરી લો, પછી સિંકમાં જ્યાં કાટ લાગેલો છે તેના પર ખાવાનો સોડા છાંટીને 1 કલાક માટે રહેવા દો. પછી તેને સ્ક્રબથી ઘસીને ગરમ પાણી ઉમેરીને સાફ કરો. કાટ પણ સાફ થઈ જશે. જો કાટ વધુ હોય તો ફરીથી ખાવાનો સોડા નાખીને સાફ કરો.
મીઠું અને લીંબુ : મીઠું અને લીંબુ પણ ઘણી વસ્તુઓને સાફ કરી શકે છે. આ બે વસ્તુઓને મિક્સ કરીને તમે દિવાળીમાં પણ ઘર સાફ કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ બંને વસ્તુઓ કાટ સાફ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સામગ્રી – 2 ચમચી મીઠું, 1 લીંબુ, 1 ચમચી સફેદ વિનેગર અને સ્ક્રબ.
સૌથી પહેલા બાઉલમાં મીઠું, લીંબુ અને વિનેગર મિસ્ક કરીને જાડી પેસ્ટ બનાવો. હવે જ્યાં સિંકમાં કાટ દેખાય છે ત્યાં આ પેસ્ટને લગાવીને 30 મિનિટ સુધી રહેવા દો. 30 મિનિટ પછી સ્ક્રબથી ઘસો અને પાણીથી સાફ કરો. પાણીના કારણે પણ સિંકમાં સફેદ ડાઘ દેખાય છે તો તેને દૂર કરવા માટે, તમે લીંબુમાં થોડું વનસ્પતિ તેલ લગાવીને નિયમિતપણે ઘસી શકો છો.
બેકિંગ સોડા અને વિનેગર : ખાવાનો સોડા અને વિનેગર સિંકમાંથી કાટ દૂર કરવાની સૌથી અસરકારક રીત છે. આનાથી માત્ર સિંક જ નહીં પરંતુ ઘરની તમામ વસ્તુઓની સફાઈ કરી શકાય છે. આવો અમે તમને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે જણાવીએ.
સામગ્રી : 2 ચમચી ખાવાનો સોડા, 1 ચમચી વિનેગર, 1 ચમચી ગરમ પાણી અને સ્ક્રબ.
એક બાઉલમાં ખાવાનો સોડા , વિનેગર, ગરમ પાણીને મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને સિંકમાં અને તેની ચારેબાજુ લગાવીને 30-45 મિનિટ માટે રહેવા દો. પછી સ્ક્રબથી સારી રીતે સ્ક્રબ કરો અને સિંકને ગરમ પાણીથી ધોઈને સાફ કરો. આ રીતે નિયમિત સફાઈ કરશો તો તમારું સિંક હંમેશા ચમકતું રહેશે.
આ સિવાય એક વાતનું ધ્યાન રાખો કે રસોડાના સિંકના નળમાંથી કે ટૈપમાંથી લીકેજ થાય તો તરત જ તેને ઠીક કરો. આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ગમશે. આવા જ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.