kitchen tips and tricks gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ગૃહિણીઓનો મોટાભાગનો સમાય રસોડામાં પસાર કરે છે. તે આખા પરિવાર માટે જમવાનું બનાવે છે. પરંતુ ઘણી વાર સખત મહેનત કર્યા પછી પણ રસોઈમાં સ્વાદ નથી આવતો તો હવે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે અમે તમારા માટે 20 સરળ રસોઈ ટિપ્સ લાવ્યા છીએ જે તમને સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં ખુબ જ મદદ કરશે.

(1) જો તમે દહીં આલુ બનાવતા હોવ તો ગ્રેવી રાંધ્યા પછી ઘટ્ટ થઈ જાય પછી છેલ્લે મીઠું નાખો. પહેલા મીઠું નાખવાથી દહીં ફાટી જાય છે અને શાકમાં દહીંનો સ્વાદ પણ આવતો નથી. (2) પનીરને વધારે દિવસ સુધી તાજું રાખવા માટે તેને બ્લોટિંગ પેપરમાં લપેટીને રાખો.

(3) ઘરે કોઈપણ રાયતા બનાવતી વખતે ત્યારે મીઠું ન નાખો, પરંતુ જયારે તમે રાયતું પીરસો છો તે સમયે જ મીઠું નાખો, જો તમે પહેલા મીઠું ઉમેરો છો તો પાણી છોડે છે અને રાયતા પાતળું થઈ જાય છે. (4) લાલ મરચું પાવડરને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે તેમાં હિંગનો ટુકડો નાખી દો. લાલ મરચું એકદમ સુરક્ષિત રહેશે.

(5) સોફ્ટ ઈડલી બનાવવા માટે અડદની દાળ અને ચોખાને પલાળતી વખતે 1/4 કપ સાબુદાણા પણ ઉમેરો. દાળ અને ચોખા સારી રીતે પલળી જાય એટલે પીસી લો.

(6) જો ખાંડનો ડબ્બો અથવા કાચની બરણી ખુલ્લી રહી ગઈ હોય અને તેમાં કીડીઓ આવી જાય છે તો, ખાંડને કીડીઓથી બચાવવા માટે ડબ્બામાં 6 થી 7 લવિંગ મૂકો. કીડીઓ ક્યારેય ડબ્બામાં ચડશે નહીં.

(7) મેથીના પાંદડા કડવા હોય છે અને તેની કડવાશને દૂર કરવા માટે પાંદડા પર થોડું મીઠું છાંટવું અને તેને 15-20 મિનિટ રાખીને પછી ધોઈને સારી રીતે પકાવો. (8) ભીંડાને કાપતી વખતે છરી પર થોડું લીંબુ ઘસો. આમ કરવાથી ચપ્પા પર અને હાથ પણ ચીકાશ નહીં લાગે.

(9) ચોખાને જીવ જંતુઓથી બચાવવા માટે તેમાં મીઠું નાખો અથવા કડવા લીમડાના સૂકા પાન મુકો. ચોખામાં લાંબા સમય સુધી કોઈ કીડા નહીં પડે. (10) કેકને વધારે સ્પોન્જી બનાવવા માટે કેકના બેટરમાં 2 ચમચી બ્રેડનો પાવડર કરીને ઉમેરો.

(11) જો તમે લસણને લાંબા સમય સુધી સ્ટોર કરવું છે તો તેની કળીઓ છોલીને તેને સ્વચ્છ કન્ટેનરમાં રાખીને ફ્રીજમાં રાખો, ધ્યાન રાખો કે લસણ પાણીમાં ભીનું ન હોવું જોઈએ અને તે કન્ટેનરમાં ભેજ પણ ન હોવો જોઈએ.

(12)કોથમીરને 10 દિવસ સુધી સ્ટોર કરવા માટે પહેલા તેને સારી રીતે સાફ કરો. એક એર ટાઈટ બોક્સમાં સ્વચ્છ કપડું મૂકીને કોથમીર મૂકીને લપેટી લો. કપડું બધો જ ભેજ શોષી લેશે. 4 દિવસ પછી કપડું બદલી કાઢો એટલે કોથમીર તાજી રહેશે.

(13) રાયતાને વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં કસૂરી મેથીનો ભૂકો નાખો, તેનો સ્વાદ પહેલા કરતા બમણો થઈ જશે. (14) તમે દાળમાં કસૂરી મેથીને બદલે તમે સૂકા મીઠા લીમડાના પાનનો પાવડર બનાવીને પણ દાળ બનાવી શકો છો.

(15) શાક બનાવતી વખતે ફૂલ ગેસ રાખવાથી શાક નીચે ચોંટી જાય છે તો તે માટે શાકમાં 2 ચમચી દહીં ઉમેરો. શાકમાં બળવાનો સ્વાદ નહીં આવે. (16) સૂપ બનાવતી વખતે તેમાં બ્રેડ ક્રાઉટન્સ ઉમેરવાને બદલે પનીરના ટુકડા કાપીને ઉમેરો. સૂપ વધારે હેલ્દી અને સ્વાદિષ્ટ બનશે.

(17) કાકડી, દૂધી અને બૂંદીના રાયતામાં જીરું, હિંગ અને લાલ મરચાનો તડકો કરીને ખાવાથી રાયતાનો સ્વાદ બમણો થઈ જાય છે. (18) ભાતને ખુશ્બુદાર અને સ્વાદિષ્ટ બનાવવા માટે, ભાત બનાવતી વખતે તેમાં થોડો તજનો પાવડર અથવા 1 નાનો તજનો ટુકડો ઉમેરો.

(19) સામાન્ય રીતે મકાઈની રોટલી બનાવતી વખતે વણતી વખતે તૂટી જાય છે. મકાઈનો રોટલી તૂટે નહીં તે માટે મકાઈના લોટને ચોખાના લોટ સાથે ગૂંથો, પાણીથી નહીં. (20) ઘરે સૂકું શાક બનાવ્યું છે તો તેનો સ્વાદ વધારવા માટે તેમાં બરછટ પીસેલો સીંગદાણાનો પાવડર ઉમેરો.

અમને આશા છે કે તમને આ 20 કિચન ટિપ્સ ગમી હશે અને તમને રોજબરોજના કામમાં મદદગાર સાબિત થશે. જો તમને આ ટિપ્સ ગમી હોય તો, બીજી ટિપ્સ જાણવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા