રસોઈ બનાવવી એ એક કળા છે અને ટેસ્ટી ફૂડ બનાવવા માટે ગૃહિણીઓ કંઈક નવું કરવાનો પ્રયાસ કરતા રહે છે. આજે આ લેખમાં અમે તમને એવી જ 10 ઉપયોગી કિચન ટિપ્સ જણાવીશું, જે દરેક મહિલાને ખબર હોવી જોઈએ, જે તમારી રસોઈને સરળ બનાવશે.
1) ટામેટાંનો સૂપ બનાવવા માટે તેને ઉકાળતી વખતે તેમાં એક લીલું મરચું, એક લસણની કળી અને આદુનો ટુકડો ઉમેરવાથી સૂપ સ્વાદિષ્ટ બને છે. (2) ખસખસને મિક્સરમાં પીસતાં પહેલા તેને 10-15 મિનિટ પાણીમાં પલાળી રાખ્યા બાદ તેને મિક્સરમાં પીસો.
(3) કોઈપણ ગ્રેવી માટે આદુ-લસણની પેસ્ટ બનાવતી વખતે લસણનું પ્રમાણ હંમેશા 60% અને આદુનું પ્રમાણ 40% હોવું જોઈએ, કારણ કે આદુનો સ્વાદ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. (4) શાકભાજી, સલાડ વગેરેને ખૂબ જ નાના કદ ટુકડા કરવાથી તેમાં રહેલા પોષણ તત્વોમાં ઘટાડો થાય છે.
(5) જો તમે રાત્રે ચણા, છોલે કે રાજમાને પલાળવાનું ભૂલી ગયા હોય તો, સવારે એકથી દોઢ કલાક ગરમ પાણીમાં પલાળી રાખો અને બાફતી વખતે 2 આખી સોપારી નાખો. (6) બપોરે બનાવેલી કઢીને સાંજ સુધી તાજી રાખવા માટે તેમાં અડધુ લીંબુ નીચોવી લો.
(7) અથાણાં અને શાકમાં ઘરે બનાવેલા લાલ મરચાં પાવડરને ઉમેરવાથી તેનો સ્વાદ અને રંગ સારો આવે છે. (8) લીલા શાકભાજીને ઢાંકીને જ રાંધો જેથી તેમાં રહેલા વિટામિન્સ વરાળ સાથે બાષ્પીભવન ના થઇ જાય.
(9) જો દાળમાં વધારે પાણી હોય તો તેને ફેંકી દેવાને બદલે તેનો ઉપયોગ શાક, સૂપ વગેરે કરી શકાય છે. (10) જો મસાલાને શેકતી વખતે છીણેલું નારિયેળ ઉમેરવામાં આવે છે તો તેને વધારે શેકવું નહીં.
(10) ટામેટાને સરળતાથી છોલવા માટે તેને વચ્ચેથી કાપીને, કાપેલા ભાગને નીચેની તરફ રાખીને માઇક્રોવેવમાં 2 મિનિટ રાખો. નોન-સ્ટીક પેનને ગરમ કરતા પહેલા તેને નોન-સ્ટીક વેજીટેબલ કુકિંગ સ્પ્રેથી કોટ કરી લો. ઉપરાંત, તેને 3 મિનિટથી વધુ ગરમ ના કરો.
(11) પેન કે કઢાઈને ગેસ પરથી ઉતાર્યા પછી પણ ગરમીને કારણે તેમાં રાંધવાનું ચાલુ રહે છે, તેથી ખોરાકને વધારે ના રંધાઈ જાય તે માટે સંપૂર્ણ ખાવાનું બની ગયા પેહલા ગેસ બંધ કરો. આવી જ બીજી કિચન ટિપ્સ જણાવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.