જો તમને પૂછવામાં આવે કે તમારા ઘરમાં કઈ વસ્તુને કઈ જગ્યાએ રાખવી જોઈએ તો, તમે આનો જવાબ સરળતાથી કહી શકશો. પરંતુ જો તમને એમ પૂછવામાં આવે કે રસોડામાં કઈ વસ્તુઓને સ્ટોર કરવાનું ટાળવું જોઈએ, તો તમારો જવાબ શું હશે? કદાચ તમારી પાસે આ પ્રશ્નનો કોઈ ચોક્કસ જવાબ નહિ હોય.
મોટાભાગના લોકો કોઈપણ વસ્તુને રસોડામાં સ્ટોર કરવાનું શરૂ કરી દે છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને રસોડામાં સ્ટોર ના કરાવી જોઈએ કારણ કે આમ કરવાથી બિનજરૂરી નુકસાન થવાનો ડર રહે છે. આ લેખમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે રસોડામાં કઈ વસ્તુઓને સ્ટોર કરવાનું ટાળવું જોઈએ.
ગેસ સિલિન્ડર : મોટાભાગના લોકો તેમના રસોડાના કોઈને કોઈ ખૂણામાં અથવા તેમના ઘરોમાં બીજી જગ્યાએ એક વધારાનો ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરે છે. પરંતુ જો સલામતીના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો રસોઈના ગેસ સિલિન્ડરના સિવાય રસોડામાં કોઈ બીજો સિલિન્ડર ક્યારેય સ્ટોર ના કરવો જોઈએ.
રસોડામાં કોઈ કારણસર આગ લાગે તો નુકસાન એક ગણું નહીં પણ દસ ગણું થવાની શક્યતા વધી શકે છે. આવી સ્થિતિમાં તે ગેસ સિલિન્ડર નાનો હોય કે મોટો હોય પણ કોઈપણ સ્વરૂપમાં તેને રસોડામાં સ્ટોર કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને જો ગેસ સિલિન્ડર ભરેલું હોય તો તેને ભૂલથી પણ રસોડામાં ના રાખવો જોઈએ.
કેમિકલ્સ પ્રોડક્ટ્સ : કેમિકલ્સ પ્રોડક્ટ્સ એટલે સફાઈ માટે વાપરતી પ્રોડક્ટ્સ. ઘણા લોકોને આદત હોય છે કે સાફ સફાઈની વસ્તુઓને સિંકની નીચે વગેરે જગ્યાએ સ્ટોર કરે છે.
કદાચ તમે જાણતા હોય પણ તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે કેટલાક કેમિકલ્સ પ્રોડક્ટ્સ ગરમી અને ધુમાડાને કારણે આપમેળે પ્રતિક્રિયા આપે છે, જે ખોરાકની સાથે સાથે તમને પણ નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં રસોડામાં કોઈપણ કેમિકલ્સ પ્રોડક્ટ્સનો સ્ટોર ના કરવો જોઈએ પણ તેને બીજી કોઈ જગ્યાએ સંગ્રહિત કરો.
બટાકા અને ડુંગળી : ઘણી મહિલાઓ હોય છે રસોડામાં જ બટાકા અને ડુંગળીને એકસાથે મિક્સ કરીને સ્ટોર કરે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે રસોડામાં હવાના અભાવને કારણે આ બંને વસ્તુઓ ઝડપથી ખરાબ થઈ જાય છે.
આ સિવાય બટાકા અને ડુંગળીને ક્યારેય પણ એકસાથે ના રાખવા જોઈએ કારણ કે બંને ખૂબ જ ઝડપથી અંકુરિત થવા લાગે છે. આવી સ્થિતિમાં બટાકા અને ડુંગળીને રસોડામાં સ્ટોર કરવાને બદલે તમે તેને એવી કોઈ જગ્યાએ સ્ટોર કરી શકો છો જ્યાં ઠંડુ હોય અને હવા પણ લાગી શકે.
આ વસ્તુઓને પણ સ્ટોર ના કરો : ઘણી વખત રસોડામાં એટલી જગ્યા હોય છે કે જેનો ઉપયોગ ના થતો હોય તે વસ્તુઓ સરળતાથી સ્ટોર થઈ જાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પાલતુ ખોરાકની વસ્તુઓ, ફર્નિચર પોલિશ, પેઇન્ટ વગેરે જેવી વસ્તુઓનો સંગ્રહ કરવાનું પણ ટાળવું જોઈએ.
આ સિવાય રસોડામાં કોઈપણ દવાનો સંગ્રહ ના કરવો જોઈએ. ખાસ કરીને રસોડામાં પ્રવાહી દવા ક્યારેય સ્ટોર ના કરાવી જોઈએ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આવી જ વધારે માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.