8. રસોડાના ઘણા એવા નાના કામો હોય છે જે સરળતાથી કરી શકાય છે અને તમારો સમય પણ બચાવી શકે છે પરંતુ આ તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન જાય છે કાં કે તેઓ અમુક કિચન ટિપ્સથી અજાણ હોય છે. તો ચાલો આજે અમે તમને સરળ કિચન ટિપ્સ જણાવીએ, તમે પણ આ લેખ વાંચ્યા પછી તમને રસોડાના કેટલાક કામ ખૂબ જ સરળતાથી કરી શકશો.
1. લીલા શાકભાજી તાજા કેવી રીતે રાખવા : ફ્રિજમાં લીલા શાકભાજીને તાજા રાખવા માટે તમારે તેને હવા ભરેલી પ્લાસ્ટિકની થેલીમાં રાખવા જોઈએ કારણ કે આ રીતે સ્ટોર કરવાથી તમારા શાકભાજી લાંબા સમય સુધી તાજા અને ફ્રેશ રહેશે.
2. છરીને અણીદાર બનાવવા : ચપ્પાની ધાર ઓછી થઇ ગઈ છે અને શાકભાજી કાપવામાં પરેશાની થઇ રહી છે તો, તમારે તેની ધારને શાર્પ કરવા માટે ઘરે રહેલા સિરામિક કપના પાછળના ભાગનો ઉપયોગ કરીને, તેના પર ચપ્પાને ઘસીને તમે છરીને ફરીથી તીક્ષ્ણ બનાવી શકો છો.
3. માઇક્રોવેવમાં ખોરાક ગરમ કરવા માટે : ખોરાકને ફરીથી ગરમ કરવા માટે માઇક્રોવેવ એક સરળ રીત છે, પરંતુ જ્યારે તમે ખોરાકને ફરીથી ગરમ કરો છો ત્યારે તેને સારી રીતે ગરમ કરવા માટે, ખોરાકને પ્લેટમાં એક વર્તુળમાં ફેલાવવો જોઈએ અને વચ્ચેની જગ્યાને ખાલી રાખવી જોઈએ.
4. કટિંગ બોર્ડની અનોખી ટિપ્સ : કટીંગ બોર્ડમાં એક સિક્રેટ લક્ષણ હોય છે જે બહુ ઓછા લોકો જાણે છે. જ્યાંથી કટિંગ બોર્ડ પાકવા માટે હેન્ડલ આપવામાં આવે છે તે જગ્યાનો ઉપયોગ કરી શકાય છે. પહેલા કટીંગ બોર્ડ મૂકીને, તેના પર જે કોઈ વસ્તુ કાપી છે તેને તે જગ્યાએ થી નીકાળી શકાય છે, જેના કારણે ગંદકી ઓછી ફેલાય છે.
5. ઈંડાને તાજા રાખવા માટે : જો તમે ઈંડાને લાંબા સમય સુધી તાજા રાખવા માંગતા હોય તો, તમે તેને ફ્રીજમાં રાખતા પહેલા તેના પર વનસ્પતિ તેલ એટલે કે વેજીટેબલ ઓઇલ લગાવશો તો, તેનાથી ઈંડા લાંબા સમય સુધી તાજા રહેશે.
6.. કટીંગ બોર્ડને લપસી જાય છે તો : ઘણી વખત કટીંગ બોર્ડ પર શાકભાજી કાપતા તે વારંવાર સરકી જાય છે. આનાથી કામ કરવામાં વધુ સમય પણ લાગે છે. જો તમે પણ આ સમસ્યા છે તો તમારે કટીંગ બોર્ડની નીચે ભીનું કપડું રાખવું જોઈએ. તમારું કટીંગ બોર્ડ તેની જગ્યાએથી સહેજ પણ નહિ ખશે.
7. ડુંગળી કાપતી વખતે ધ્યાન રાખો : ડુંગળી કાપતી વખતે આંખોમાં પાણી આવે છે. જો તમે પણ આવું કંઈક થાય છે તો ડુંગળીને કાપ્યા પહેલા તેને છોલીને થોડીવાર પાણીમાં રાખવું જોઈએ અને પછી તેનું કટિંગ કરવું જોઈએ. આમ કરવાથી તમારી આંખોમાં પાણી નહિ આવે.
8. ઈંડાને છોલવાની સરળ રીત : જો તમને ઈંડાને ઉકાળ્યા પછી છાલ કાઢવામાં તકલીફ પડતી હોય તો તમારે તેને ઉકાળ્યા પછી, પહેલા ક્રેક કરવા જોઈએ અને પછી તેને ઠંડા પાણીમાં થોડી વાર પલાળી રાખવું જોઈએ.
9. ચોખામાંથી સ્ટાર્ચ દૂર કરવા માટે : ચોખાનો સ્ટાર્ચ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તો તમે તેને રાંધતા પહેલા ચોખામાંથી તમામ સ્ટાર્ચ દૂર કરવો જોઈએ. આ માટે તમારે ચોખાને ત્યાં સુધી ચોખ્ખા પાણીથી ધોવા જોઈએ જ્યાં સુધી પાણી સંપૂર્ણપણે પારદર્શક ના દેખાવા લાગે.
જો તમને આ ટિપ્સ ગમી હોય તો આવી જ બીજી કિચન ટિપ્સ ઘરે બેઠા મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી અવનવી વાનગી, હોમ્સ ટિપ્સ અને બ્યુટી સબંધિત જાણકારી મળતી રહેશે.