આજે તમને જણાવીશું એવી નાની 3 કુકીંગ ટીપ્સ જે તમારે બારેમાસ ઉપયોગ આવી શકે છે. આ કિચન ટિપ્સ તમારા રસોડાના કામ ને બહુ જ સરળ બનાવી દે છે. તો આ ટીપ્સ જોઇ અને ગમે તો મિત્રો સાથે આગળ શેર કરતા જાઓ.
ટિપ્સ 1: ઘણી વાર ચટણીમાંથી પાણી અલગ થઇ જતું હોય છે. જો આવું તમારી સાથે પણ થયું છે તો તમારા માટે છે. ચટણીને ઘટ્ટ કરવા માટે કોથમીર, ફુદીના, આદુ, મરચાને મિક્સરમાં ગ્રાઈન્ડ કરતી વખતે થોડા રોસ્ટેડ ચણા એડ કરી લો.
ટિપ્સ 2: બટાકા બાફવા – ઘણા લોકોની શિકાયત હોય છે કે બટાકા બાફ્યા પછી પાણી ભરાઈ જાય છે. આજે અમે તમને એક નવી રીત બતાવીશું જેથી તમારો સમય પણ બચી જશે અને ગેસ પણ બચી જશે સાથે બટાકામાં પાણી પણ નહિ રહે. તો ચાલો જાણીયે શું કરવાનું.
તો એક વાસણ લો કે જે કૂકરમાં આવી એવું. એક કપડું લો એને ડબલ ફોલ્ડ કરી લો. અને તેમાં બટાકા મૂકી દો અને બટાકાને લપેટી લો. આમ કરવાથી કપડામાં વરાળ સારી રીતે ભરાય છે અને બટાકા 2 જ સીટી માં બફાઈ જાય છે.
હવે પ્રેસર કૂકરમાં 1 ગ્લાસ પાણી ઉમેરો અને બટાકા વાળા વાસણ ને કુકર માં મૂકી દો.કૂકરને બંદ કરીને c માટે ગેસ પાર મૂકી દો. હવે જયારે તમે પહેલા બટાકાબાફતા હતા ત્યારે ચાર સીટી વગાડતા હતા પણ આ રીત માં બે સીટી માં બટાકા બફાઈ જશે.
ટિપ્સ 3: કઠોર ને સ્ટોર કરવા માટે – ચણા જહોય કે રાજમાં, આ વરસાદી વાતાવરણમાં તડકે પણ નથી અને કીડા પાડવાની પણ બીક છે તો શું કરવું? તો, 1 કિલો કઠોરમાં તમે અડધી સરસો તેલ (રાઈનું તેલ) અંદર નાખો અને સારી રીતે મિક્સ કરી લો કે ચણાના દરેક દાણા પાર તેલનું કોટિંગ આવી જાય.
આ ટિપ્સ ચણા, છોલે, ચણા દાળ, તુવેર દાળ, રાજમાં કે કોઈ પણ દાળ હોય આ રીત અપનાવી શકો છો. આ ટિપ્સ થી કોઈ કીડા પણ નહિ પડે અને ફ્રેશ રહેશે. જે તમે ચાર સીટી માં પકવતા હતા તે હવે બે સીટી માં કામ થઇ જશે.
ધ્યાન માં રાખવા નું એ છે કે આ કઠોરને કોઈ એક એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવાના છે. ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં જો બહાર ની હવા સ્પર્શ થશે તો બગડી શકે છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.