આજે આપણે જોઇશું એક એવી કિચન ટીપ્સ જે જાણીને તમે પણ કહે શો કે ખુબ જ સરસ. આ ટીપ્સ તમે પહેલાં ક્યાંય વાંચી નહિ હોય કે ક્યાંય જોઈ પણ નહિ હોય. આ ટીપ્સ તમે અત્યાર સુધી ન જાણતા હોવાને કારણે તમારે ઘણી બધી તકલીફ પણ થઈ હસે.
ટિપ્સ 1: તો જાણો કે આ કંઈ એવી ટીપ્સ છે જે તમે અત્યાર સુધી જાણતા ન હતા. તો આજે આપણે જોઇશું કે જ્યારે તમે કોઈ દાળ ને કુકર મા મૂકીને સીટી વગાડો છો ત્યારે કુકર નાં છિદ્રો ( સીટી) માંથી તમારી દાળ બહાર આવી જતી હોય છે.
આ દાળ બહાર આવવાના કારણે તમારી દાળ નો ખોટી રીતે બગાડ થાય છે અને તમારા કુકર પર આ દાળ ચોંટી જાય છે. આ દાળ ચોંટી જવાથી તમારે તેને સાફ કરવામાં ખુબજ મહેનત થતી હોય છે અને સાથે તમારો ટાઇમ પણ બગડે છે જે તમે જાણો છો.
તો કુકર મા રહેલી દાળની સીટી વાગે અને દાળ બહાર ન નીકળે તેના માટે શું કરી શકીએ તે વિશે જોઈએ. જ્યારે પણ તમે કુકર મા પાણીની સાથે દાળ એડ કરો છો ત્યારે તેમાં મીઠું અને હળદળ નાખો છો ત્યારે તેની અંદર એક સ્ટીલ ની વાટકી કે ચમચી રાખી દો. આ વાટકી અંદર રાખી લઈ કુકર ને બંધ કરી અને ગેસ પર દાળ થવા દો.
તમે થોડા સમય પછી જોઇ શકશો કે તમારી કુકર ની ચાર થી પાંચ કે તેનાથી વધુ સીટી વાગવા છતાં પણ તેનાથી થોડી પણ દાળ તેની સીટી માંથી બહાર નીકળતી દેખાશે નહિ.
ટિપ્સ 2: સરગવો એક એવું વૃક્ષ છે જેના પાન, ફુલ અને ફળ એટલે કે સરગવાની સિંગ બધુજ આપણા શરીર માટે ફાયદકારક છે. સરગવાના પાન વજન ઓછું કરવા માટે ખુબજ ઉપયોગી છે. સરગવાની સીંગ સાઉથ ઇન્ડિયન રેસિપી માં ખુબજ ઉપયોગ થાય છે.
જ્યારે પણ સરગવાની સિંગ તમે વધારે લાવો છો ત્યારે તેને છોલી દો. સીંગ ને છોલ્યા પછી એક સીંગ નાં બે થી ત્રણ કટકા કરી. હવે એક પ્લાસ્ટિક નાં ડબ્બા માં આ કટકા કરેલી સીંગ ને ઉપર થી ફીટ ઢાંકણું વાખીને ફ્રીઝ માં મૂકી દો. આ સિંગ તમે આ રીતે સ્ટોર કરી ને ૨૦ થી ૨૫ દિવસ સુધી ઉપયોગ મા લઈ શકો છો.
ટિપ્સ 3: જ્યારે તમે કાતર વડે કોઈપણ વસ્તુ કાપી રહ્યા છો અને જો કાતર બરાબર કામ નથી કરતી. એટલે કે તમારી કાતર ની ધાર ઓછી થઈ જાય છે. તો તમારે શું કરવું જોઈએ.
તો તમારે એક ડબ્બા માં મીઠું લેવાનુ છે. હવે કાતર ને તમારે મીઠાં નાં ડબ્બા માં રાખી ને ત્રણ થી ચાર મીનીટ માટે કાતર ને ચલાવો ( કઈક કાપતા હોય તે રીતે). ત્રણ ચાર મીનીટ પછી તમ જોઈ શકશો કે તમારી કાતર પહેલા જેવી ધારદાર થઈ ગઈ હશે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.