શું ડુંગળી કાપતી વખતે તમારી આંખોમાં પાણી આવી જાય છે? શું તમને પણ ડ્રાય ફ્રૂટ્સ કાપવામાં તકલીફ પડે છે? શું બજારમાંથી ખરીદેલા લીંબુ ઝડપથી બગડી જાય છે? આવી ઘણી નાની સમસ્યાઓ હોય છે જેને લઈને ગૃહિણી હંમેશા ચિંતામાં રહે છે.
આવી ઘણી ટિપ્સ છે જેને તમે જાણીને તમારું કામ ખૂબ જ સરળ બનાવી શકો છો. આજે અમે તમારી સ્સાથે આવી જ કેટલીક રસોડાની ટીપ્સ જણાવીશું જેને તમે અજમાવીને તમારા જીવનને ઘણું સરળ બનાવી શકો છો.
1) ડુંગળી કાપતી વખતે આંસુ નહિ આવે : શું તમારી સાથે પણ એવું થાય છે કે ડુંગળી કાપતી વખતે તમારી આંખો ભીની થઈ જાય છે અને પાણી નીકળવા લાગે છે? ઘણા લોકો ભારતીય ઘરોમાં ડુંગળી કાપવામાં મુશ્કેલી અનુભવે છે, કારણ કે તેનાથી આંખોમાં પાણી આવવાની સાથે નાક પણ નિતરવા લાગે છે.
તો આજે અમે તમને ડુંગળી કાપવાની એક શ્રેષ્ઠ રીત જણાવી રહયા છીએ. ડુંગળી કાપતા પહેલા તેને છોલીને થોડીવાર માટે પાણીમાં રાખો. તેનાથી ડુંગળી કાપવામાં તમને સરળતા રહેશે અને તમારી આંખોમાં પાણી પણ નહીં આવે.
2) ડ્રાય ફ્રૂટ્સ કાપવામાં કોઈ તકલીફ નહીં પડે : મીઠાઈ જેવી વાનગીઓમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને અને ગાર્નિશ કરીને પીરસવાથી તેની સુંદરતા અને પોષણમાં વધારો થાય છે. જો કે, ડ્રાય ફ્રુટ્સ કાપવા એ કપરું કામ છે કારણ કે ડ્રાયફ્રૂટને જીણા કાપવા કાપવા તે ઘણા લોકોની સમજની બહાર છે.
આ માટે પણ અમે એક અનોખી ટ્રિક લઈને આવ્યા છીએ. ડ્રાય ફ્રૂટ્સ કાપતા પહેલા તેને થોડીવાર માટે ફ્રિજમાં રાખો અને પછી ઠંડા પાણીમાં છરી ડુબાડીને ડ્રાય ફ્રૂટ્સને કાપી લો. તેનાથી તમારું કામ ખૂબ જ ઝડપથી થઈ જશે.
3) લાંબા સમય સુધી લીંબુને આ રીતે સ્ટોર કરો : શું તમારી સાથે એવું બન્યું છે કે લીંબુને ફ્રીજમાં રાખ્યા પછી પણ બગડી જાય છે? જો તમે તેનો સમયસર ઉપયોગ નથી કરતા તો તે કાળા થઈ જાય છે અને બગડી જાય છે. હવે લીંબુ મોંઘા થઈ ગયા છે તો આ સમસ્યા ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે.
આજની આ ટિપ્સ તમને તમારા લીંબુને વધુ સમય સુધી સ્ટોર કરવામાં મદદ કરશે. આ માટે, તમે એક બાઉલમાં પાણી ભરો અને તેમાં લીંબુ નાખીને ફ્રીજમાં રાખો, તે લાંબા સમય સુધી ચાલશે. આ રીતે લીંબુ રસદાર રહેશે અને બગડશે નહીં.
જોયું કેટલી સરળ છે આ ટિપ્સ. હવે તમે પણ આ ટિપ્સ અપનાવી શકો છો અને તમારું કામ સરળ બનાવી શકો છો. જો તમને આ ટિપ્સ પસંદ આવી હોય અને આવી વધુ ટિપ્સ જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.