ગૃહિણી પાસે રસોઈ બનાવવાની કળા હોય છે છે પણ રસોઈ બનાવતી વખતે થોડું સાવધાન પણ રહેવું જરૂરી છે કારણ કે થોડી બેદરકારી આખા ખોરાકનો સ્વાદ બગાડે છે જેમ કે ખોરાકમાં વધુ પડતું મીઠું અને શાક બળી જવું વગેરે.
કેટલીકવાર નાની ટિપ્સ ના ખબર હોવાને કારણે સામગ્રી ને પણ નુકસાન થાય છે અને રસોઈનો બનાવવાનો સમય પણ અલગથી બરબાદ થાય છે. જો તમે પણ રસોઈ બનાવવાના શોખીન છો અને ઓછા સમયમાં વધુ સ્વાદિષ્ટ બનાવવા માંગતા હોય તો આ કિચન ટિપ્સ તમને લાગી શકે છે.
તેથી આ લેખમાં કેટલીક કિચન ટિપ્સ જણાવેલ છે, તો તમે પણ આ ટિપ્સનો રસોઈ કરતી વખતે તેનો જાતે ઉપયોગ કરીને અનુભવ મેળવો. તો ચાલો જોઈએ કેટલીક રસોડાની આ કિચન ટીપ્સ.
1. ગોળની ચાસણી બનાવતી વખતે કઢાઈમાં થોડું ઘી અથવા તેલ ઉમેરશો તો ચાસણી કઢાઈ પર ચોંટશે નહીં. 2. જો દૂધની મલાઈમાં એક ચમચી ખાંડ નાખીને ફેટવામાં આવે તો માખણ વધુ માત્રામાં નીકળે છે.
2. રસગુલ્લાને સ્પંજી બનાવવા માટે જયારે રસગુલ્લાને ખાંડની ચાસણીમાં રાંધતી વખતે જયારે ચાસણીમાં રસગુલ્લા ફૂલવા લાગે ત્યારે વચ્ચે 1 થી 2 ચમચી પાણી ઉમેરો. આનાથી ચાસણી ઘટ્ટ થશે નહીં અને રસગુલ્લા સ્પંજી બનશે.
3. જો દહીં જામવા મૂકેલું છે પણ જામ્યું નથી તો એક સપાટ થાળીમાં પાણી લો અને પછી તેમાં દહીંવાળું વાસણ મૂકો, દહીં 1 કલાકમાં જામીને તૈયાર થઈ જશે. પરંતુ વાસણ સહેજ પણ હલવું ના જોઈએ, તે સ્થિર જ રહેવું જોઈએ.
4. કેરીના અથાણાને લાંબા સમય સુધી બગડે નહીં તે માટે સમયાંતરે તડકા બતાવો અને અથાણાને સૂકી જગ્યાએ રાખો. જ્યારે અથાણું ખાવાનું મન થાયત્યારે તેને સ્વચ્છ સૂકી ચમચીથી કાઢો. અથાણાને વારંવાર અડવું નહીં તો અથાણું લાંબા સમય સુધી બગડશે નહીં.
5. પાણીવાળા નાળિયેરને તોડવા માટે, નાળિયેરનું પાણી પી લીધા પછી તેને ગેસ બર્નર પર મૂકીને બે મિનિટ માટે શેકો. નાળિયેરનો સખ્ત ભાગ સરળતાથી ફાટી જઈને અલગ થઈ જશે.
6. ડઝન કેળા ઘરે લાવ્યા પછી જલ્દીથી ખરાબ થઇ જાય છે તો કેળા ના ગુચ્છાને લટકાવી દો. આમ કરવાથી કેળા 5 થી 6 દિવસ સુધી બગડતા નથી.
7. દૂધમાંથી વધારે મલાઈ કાઢવા માટે, સૌથી પહેલા દૂધને સારી રીતે ઉકાળીને ઠંડુ થવા દો અને પછી ફ્રીજમાં મુકો. દૂધમાં મલાઈ મોટી માત્રામાં જાડી જામે છે.
8. જો ફ્રિજમાંથી ખુબ જ ખરાબ દુર્ગંધ આવતી હોય તો એક બાઉલમાં લાકડાનો કોલસો ભરીને ફ્રીજમાં રાખો. આનાથી ફ્રિજમાંથી આવતી દુર્ગંધ સંપૂર્ણપણે દૂર થઇ જશે.
9. લીલા મરચાં જલ્દી થી ખરાબ થઇ જાય છે તો, સૌથી પહેલા તેની ડાંડી તોડીને ફ્રીજમાં રાખો. લીલા મરચા લાંબા સમય સુધી તાજા રહે છે અને ખરાબ થતા નથી.
10. ડુંગળીને સાંતળતી વખતે, સમય લાગે છે તો સાંતળતી વખતે એક ચપટી ખાંડ ઉમેરો. તેનાથી ડુંગળી ઝડપથી સંતળાઈ જશે અને ક્રિસ્પી થઈ જશે. 11. દહીંવડા બનાવવા માટે અડદની દાળમાં થોડો સોજી નાખીને તેને સારી રીતે ફેટી લો. આમ કરવાથી વડા ખુબ જ સોફ્ટ બને છે.