આજકાલ દર પાંચમાંથી બે વ્યક્તિ ઘૂંટણના દુખાવાની સમસ્યાથી પરેશાન છે. આ સમસ્યા એવું નથી કે આ માત્ર વૃદ્ધ લોકોને જ છે પરંતુ આજકાલ યુવાનોમાં પણ આવું થઈ રહ્યું છે. આપણે આ સમસ્યા માટે ડોક્ટરની સલાહ લઈએ છીએ અને સલાહ લીધા પછી અલગ-અલગ બાબતો જાણવા મળે છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આનું મહત્વનું કારણ શું છે? લોકો સાથે આવું શા માટે થઈ રહ્યું છે અને યુવાનોને પણ પોતાની ઝપેટમાં કેમ લઈ રહ્યું છે અને તેનાથી બચવાના કારણો શું હોઈ શકે છે ? તો ચાલો આ લેખમાં ઘૂંટણના દર્દના ખાસ કારણો અને તેના ઉપાયો જણાવીશું. તો ચાલો પહેલા આના કારણો વિશે જાણકારી મેળવી લઈએ.
ડોક્ટર મુજબ, લોકોને વારંવાર કહેવામાં આવે છે કે તેમના ઘૂંટણમાં દુખાવો થવાનું કારણ એ છે કે ઘૂંટણ કેપમાં ગેપ થઈ ગયો છે. પરંતુ તેની ટેકનિકલ પરિભાષામાં બે કારણો છે 1. પેથોકેમિકલ અને
2. પેથોલોજીકલ
પહેલું કારણ છે કે જો સાદી ભાષામાં કહીએ તો ઘૂંટણમાં ઘસારો થવાનું મહત્ત્વનું કારણ એ છે કે સાંધામાં કોઈ ખામી છે. આવું કેમ થાય છે? તો નબળા સ્નાયુઓને કારણે પણ થાય છે. ખોટી રીતે ચાલવા કે બેસવાને કારણે થાય છે અને માંસપેશીયો ટાઈટ થવાને કારણે પણ થાય છે.
1. ચાલવા કે બેસવાની ખોટી રીતના કારણે
ખોટી રીતે ચાલવું અને બેસવું પણ આ સમસ્યાનું કારણ હોઈ શકે છે. ઘણી વાર લોકો ખુરશી પર એક પગ પર બીજો પગ ચડાઈને બેસવાની આદત હોય છે, તેના કારણે મેડિકલ જોઈન્ટ પર વધુ દબાણ થાય છે અને સતત દુખાવો થાય છે. આ પણ દુખાવાનું કારણ છે.
આનો ઉપાય શું ? આનો સીધો અને સાદો ઉપાય છે તમારે સારી રીતે ચાલવું અને બેસવું જોઈએ. એક જ પોઝિશનમાં લાંબા સમય સુધી પગ વાળીને ના બેસવું જોઈએ. ખોટી રીતે ચાલવાથી પણ દુખાવો થાય છે અને આ અજાણતામાં થતી આ ભૂલને કરવાનું ટાળવું જોઈએ.
2. માંસપેશિયોની સમસ્યા
આનું એક કારણ એ પણ છે કે લોકો પૂરતી કસરત નથી કરતા અને ક્વાડ્રિસેપ્સ મસલ્સ જેનું કામ ઘૂંટણને સીધા કરવાનું છે જો તેનો યોગ્ય રીતે ઉપયોગ ન થાય અથવા તેને દરરોજ પૂરતી કસરત ના મળવાથી તેનો એક ભાગ નબળો પડી જાય છે. જેના કારણે ઘૂંટણમાં ગેપ થઇ જાય છે અને દુખાવો થવા લાગે છે.
તેનો ઉપાય શું ? આ માટે તમે ક્વાડ્રિસેપ્સની કસરત કરી શકો, પરંતુ જો તમને તમારા ઘૂંટણમાં સતત દુખાવો રહેતો હોય તો ફિઝિયોથેરાપિસ્ટની સલાહ વગર ના કરો અને તેમના દ્વારા સૂચવવામાં આવેલી કસરતોને જ અનુસરો.
3. સ્નાયુઓનું જકડાઈ જવું અથવા ટાઈટ થવા
આવું થવાનું એક જ કારણ છે કે લોકોને પરફેક્ટ સ્ટ્રેચિંગ મળતું નથી. જો લોકોને સ્ટ્રેચિંગની જરૂર હોય તો તેઓ તેને ખોટી રીતે કરે છે, તો આવી સ્થિતિમાં શરીરના સ્ટ્રિંગ સ્નાયુઓમાં સમસ્યા આવી જાય છે.
એનો ઉપાય શું : ફિઝિયોથેરાપિસ્ટની દેખરેખ હેઠળ જ સ્ટ્રેચિંગ ની કસરત કરો.
બીજું મહત્વનું કારણ પેથોલોજીકલ કારણ છે તેમાં મુખ્યત્વે 1. અર્થરાઇટિસ (સંધિવા) 2. ગાઉટ અર્થરાઇટિસ 3. સૉરાઈટિક અર્થરાઇટિસ 4. ઓસ્ટીયો અર્થરાઇટિસનો સમાવેશ થાય છે.
જો કોઈને પણ અર્થરાઇટિસની સમસ્યા હોય તો તેણે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને કોઈપણ પ્રકારની કસરત કરતા પહેલા ફિઝિયોથેરાપિસ્ટની સલાહ જરૂર લેવી જોઈએ. જો તમે ફિઝિયોથેરાપિસ્ટ પાસે તપાસ નથી કરાવતા તો તમે તમારા શરીરના કોઈપણ ભાગને નુકસાન પહોંચાડી શકો છો.
સંધિવા માટે પણ ઘણા ઘરેલું ઉપચાર પણ છે પરંતુ પહેલા સલાહ આપવામાં આવે છે કે તમારા ડૉક્ટર સાથે વાત કરો. જેથી કરીને તમે તમારા શરીરનું સંપૂર્ણ ધ્યાન રાખી શકો અને વધારે નુકસાન થવાથી બચી શકો.
જો તમને આ જાણકરી પસંદ આવી હોય તો તેને આગળ મોકલો અને આવી જ વધારે માહિતી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.