kothmir na fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કોથમીર એક એવી જડીબુટ્ટી છે, જે દરેક ભારતીયના ઘરના રસોડામાં જોવા મળે છે. ક્યારેક તેનો ઉપયોગ શાકમાં મસાલા તરીકે થાય છે અને ક્યારેક તેનો ઉપયોગ ખોરાકને સજાવવા એટલે કે ગાર્નિશ કરવા માટે થાય છે. આ એક ખરેખર ઔષધીય ગુણોનો ખજાનો છે.

જો તમે તેનું સેવન કરો છો, તો તમને પોટેશિયમ, આયર્ન, વિટામીન A, K અને C, મેગ્નેશિયમ અને કેલ્શિયમ સહિત ફોલિક એસિડ જેવા ઘણા પોષક તત્વો મળે છે. આમ તો આને ઘણી રીતે ખાઈ શકાય છે, જે તમારા ખાવાના સ્વાદને બમણો શકે છે. પણ જો તમે તેનો યોગ્ય રીતે સેવન કરો છો, તો તમે ઘણા રોગોથી મુક્તિ મેળવી શકો છો.

પછી ભલે તે પાચનની સમસ્યા હોય, શરીરને ડિટોક્સ કરવાની સમસ્યા હોય અથવા જો તમને એનિમિયા હોય, જો તમે અમુક સામગ્રી સાથે મિક્સ કરીને કોથમીરનું સેવન કરો છો, તો તેનાથી તમને ખૂબ ફાયદો થાય છે. તો, આજના આ લેખમાં, તમને કોથમીર ખાવાની કેટલીક એવી રીતો વિશે જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે તમારી સ્વાસ્થ્યની સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

આયર્નની ઉણપ : જ્યારે પણ તમે જમવા બેસો છો તો તમારે ભોજન સાથે સાથે કોથમીરની ચટણીનું સેવન અવશ્ય કરો. કારણકે તમને કોથમીરની ચટણીમાંથી વિટામિન સી અને આયર્ન મળે છે. બીજી બાજુ, જો તમે કઠોળ વગેરે ખાવ છો, તો તમને તેમાંથી આયર્ન મળે છે.

તેજ રીતે ભોજન સાથે કોથમીરની ચટણીનું સેવન સારું કોમ્બિનેશન માનવામાં આવે છે. આ રીતે ખોરાક સાથે કોથમીરની ચટણીનું સેવન કરવાથી શરીરમાં આયર્નનું શોષણ વધુ સારી રીતે થાય છે અને તમારે આયર્નની ઉણપનો સામનો કરવો પડતો નથી.

માથાનો દુખાવો : આજના સમયમાં અતિશય તણાવને કારણે માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા થઇ ગઈ છે . સામાન્ય રીતે આ સ્થિતિમાં લોકો દવાઓ લે છે, પરંતુ કોથમીરનો ઉપયોગ કરો છો તો પણ તમને ઘણી રાહત મળી શકે છે. તમારે ફક્ત કોથમીરને પીસીને તેમાંથી પેસ્ટ બનાવવાની છે. આ પેસ્ટ તમારા કપાળ પર લાગવાની છે. તમને થોડા સમયમાં રાહત મળી જશે.

વજન ઘટાડવા : કોથમીર વજન ઘટાડવા માટે ખૂબ સારું માનવામાં આવે છે. તેથી, જો તમે વજન ઓછું કરવા માંગતા હોય તો તમારે તેના માટે કોથમીરનું સેવન કરવું જોઈએ. આ માટે સવારે કોથમીરના કેટલાક પાનને તોડીને ધોઈ લો.

પછી, પાણીમાં કોથમીરના પાન ઉમેરો અને તેને ઉકાળો. એક ઉકાળો આવે એટલે, ગેસ બંધ કરો અને પાણીને થોડું ઠંડુ કરવા મુકો. તમે દરરોજ આ રીતે હૂંફાળું કોથમીરનું પાણીનું સેવન કરો.

માસિક ધર્મની સમસ્યાઓથી રાહત : પીરિયડ્સ દરમિયાન ઘણીવાર મહિલાઓને ખેંચાણનો અનુભવ થતો હોય છે. જેના કારણે મહિલાને ઘણું સહન કરવું પડતું હોય છે. પરંતુ જો તમે આ દુખાવામાં રાહત મેળવવા માંગતા હોય તો, એક કપ પાણીમાં ધાણાને ઉમેરીને ઉકાળો અને પછી તેને ગાળીને હૂંફાળું પીવો.

પાચન : જો તમે ગાજરનો જ્યુસ અથવા બીજા કોઈ પણ પ્રકારનો જ્યુસ બનાવી રહ્યા છો, તો તેમાં ચોક્કસપણે કોથમીર ઉમેરવાનું રાખો. કોથમીરમાં વધુ માત્રામાં સેલેનિયમ અને મેગ્નેશિયમ જોવા મળે છે અને તેથી જો તમે જ્યુસમાં કોથમીરના પાંદડાનો ઉમેરો છો, તો તે તમારી પાચનમાં સુધારો કરે છે. આ સાથે, તે તમારા મગજના સ્વાસ્થ્ય પર પણ હકારાત્મક અસર કરે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા