આપણે બજારમાંથી તાજી કોથમીર ઘરે લાવીએ છીએ અને તે તાજી લાગે છે. તેનો સ્વાદ ખાવામાં ખૂબ જ ખાસ હોય છે અને જયારે ખાવામાં કોઈ પણ ચટણી બનાવવી હોય કે પછી કોઈપણ વાનગી પર ગાર્નિશ કરવું હોય તો કોથમીરનો ઉપયોગ થાય છે.
કોથમીર પાચન માટે પણ સારી માનવામાં આવે છે અને જો બજારમાં શાકભાજી ખરીદતા હોય ને જો શાકભાજીની સાથે મફતમાં કોથમીર મળી જાય તો પુરસ્કારથી ઓછું નથી લાગતું. પરંતુ બજરમાંથી તાજી કોથમીરને લાવ્યા પછી હંમેશા તાજી રાખવી ખુબ જ મુશ્કેલ છે.
જો કોથમીરને ઘરે લાવીને ફ્રીજમાં રાખવામાં આવે તો તે 2 દિવસમાં ખરાબ થવા લાગે છે. જો કોથમીરને બહાર રાખવામાં આવે તો પણ તેનો રંગ અને સુગંધ બંને ઉડી જાય છે. તો તમને પણ પ્રશ્ન થતો હશે કે કોથમીર લાંબા સમય સુધી તાજી રાખવા માટે શું કરવું જોઈએ? આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તમને કોથમીરને લાંબા સમય સુધી તાજી રાખવામાં મદદ કરશે.
1. કોથમીરને ફ્રીજમાં સ્ટોર કરવાની રીત : કોથમીર સ્ટોર કરવા માટે હંમેશા ટિશ્યુ અને એર ટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે આ બે વસ્તુઓ મિક્સ કરીને કોથમીરને સ્ટોર કરશો તો કોથમીર બે અઠવાડિયા સુધી તાજી રહી શકે છે.
કેવી રીતે તો, સૌથી પહેલા કોથમીરને સારી રીતે ધોઈ લો અને પાણીમાંથી બે-ત્રણ વાર બહાર કાઢી લો. પછી પાણી સુકાઈ ના જાય ત્યાં સુધી તેને પંખા અથવા સૂર્યપ્રકાશમાં સૂકવી દો. હવે તેને એક ટીશ્યુમાં લપેટી લો અને જે એરટાઈટ બોક્સમાં તમે તેને રાખવાના હોય તો તેમાં ટીશ્યુની સાથે મૂકો અને ફ્રીજમાં સ્ટોર કરો.
2. પ્લાસ્ટિકની બેગમાં કોથમીર સ્ટોર કરવાની રીત : જો તમે કોથમીરને પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને ફ્રિજમાં સ્ટોર કરવું માંગો છો તો આ રીત કોથમીરને બે અઠવાડિયા સુધી તાજી રાખવામાં ઉપયોગી થઈ શકે છે. તો આ માટે નીચે પ્રમાણે કરો.
સૌથી પહેલા કોથમીરને સારી રીતે ધોઈને સૂકવી લો. ધ્યાન રાખો કે તેમાં પાણી ના રહેવું જોઈએ.
પછી તેને એક ટીશ્યુમાં લપેટી અને તેને પ્લાસ્ટિકની બેગમાં મુકો અને બેગને સારી રીતે પેક કરો. ધ્યાન રાખો કે તેને ફ્રીજમાં ખુલ્લું નથી રાખવાનું અને પ્લાસ્ટિકની થેલીમાં પણ ભેજ ના હોવો જોઈએ. આ ટિપ્સથી કોથમીરને બે અઠવાડિયા સુધી તાજી રાખી શકો છો.
3. પાણીમાં કોથમીર તાજી રાખો : જો તમે ઇચ્છતા હોય કે મારે ઉપર જણાવ્યા પ્રમાણે સ્ટોર નથી કરવી તો તમે તેને કન્ટેનરમાં મૂળ ડૂબે ત્યાં સુધીપાણી ભરીને રસોડાના કાઉન્ટર પર રાખી શકો છો .
આમ કરવાથી કોથમીર 4 થી 5 દિવસ સુધી તાજી રહેશે જેટલી તે શરૂઆતમાં હતી. પણ તે પછી તેને ફ્રીજમાં રાખવાનું રહેશે. તમે આ પાણીવાળી કન્ટેનર ધરાવતું બરણી સીધું જ ઉપાડીને લપેટ્યા વગર ફ્રીજમાં રાખી શકો છો. પરંતુ કોથમીરને તાજી રાખવા માટે વારંવાર પાણી બદલતા રહો.
4. 20 થી 25 દિવસ કોથમીરને તાજી રાખવા માટે : જો તમે કોથમીરને બે અઠવાડિયા કરતા પણ વધારે સારી રીતે સ્ટોર કરવા માંગતા હોય તો તેને મલમલના કપડામાં લપેટીને રાખી શકો છો. પ્રક્રિયા એ જ હશે કે તમારે પહેલા કોથમીરને ધોઈને સૂકવવી પડશે, પછી તેની ડાળીને કાપીને તેના પાંદડા સ્ટોર કરવા પડશે.
તો ઉપર જણાવેલ આ 4 ટીપ્સ તમને કોથમીરને લાંબા સમય સુધી સ્ટોર કરવામાં મદદ કરશે. જો તમને આ જાણકરી ગમી હોય તો, આવી જ વધારે જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.