lasan ni chutney recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

લસણ ઉમેરવાથી ખાવાનો સ્વાદ બમણો થઇ જાય છે. સાથે જ તેની સુગંધ પણ ખુબ જ સારી હોય છે. લસણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. એટલા માટે લોકો તેને મોટાભાગે તેમના ખોરાકમાં સામેલ કરીને તેનું સેવન કરે છે.

તમે લસણનું અથાણું અને પરાઠા ખાધા જ હશે. પરંતુ આજે અમે તમને લસણની ચટણી કેવી રીતે બનાવવી તે વિશે જણાવીશુ, તે પણ ટ્વિસ્ટ સાથે. તમે લસણની ચટણી એક નહીં પરંતુ ત્રણ રીતે બનાવી શકો છો. જો તમે આ હાથથી બનાવેલી આ ચટણીની રેસિપી તમારા પરિવારના સભ્યોને ખવડાવશો, તો દરેક જાણ તમારી વાહ વાહ જ કરશે.

તમારા મિત્રોથી લઈને સગા સંબંધીઓ સુધી, દરેક તેની રેસિપી માટે તમને પૂછશે. શું તમે જાણવા માગો છો કે લસણની ચટણી કેવી રીતે 3 અલગ-અલગ રીતે બનાવવી, તો આ લેખને છેલ્લે સુધી ચોક્કસ વાંચો.

(1) રાજસ્થાની લસણની ચટણી : તમે રાજસ્થાની સ્ટાઈલની લસણની ચટણી વિશે તો સાંભળ્યું જ હશે. આ ચટણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તમે પણ તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. તો ચાલો જાણીએ ચટણી બનાવવાની રીત :

સામગ્રી : 1 ચમચી જીરું, લસણની કળી (છાલેલી), 5-6 સૂકા લાલ મરચાં, 2 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, રાઈના બીજ, પાણી લગભગ 6-7 ચમચી અને 4 ચમચી તેલ.

ચટણી બનાવવાની રીત : રાજસ્થાની લસણની ચટણી બનાવવા માટે, બ્લેન્ડરમાં પહેલા લસણની કળી, સૂકું લાલ મરચું, લાલ મરચું પાવડર, જીરું, મીઠું અને પાણી નાંખો. હવે બધી વસ્તુઓને પીસી લો અને સ્મૂધ પેસ્ટ બનાવો. આ પછી એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈના દાણા નાખો.

જ્યારે રાઈ તતડાવા લાગે ત્યારે તેમાં પીસી ચટણી ઉમેરો અને ઉપર થોડું પાણી રેડો. હવે તેને મીડીયમ આંચ પર ચડવા દો. ચટણીને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ના પડે અને તે ઘટ્ટ થઈ જાય. ચટણીને હલાવતા રહો જેથી તે બળી ન જાય. તો તમારી રાજસ્થાની સ્ટાઈલની લસણની ચટણી બનીને તૈયાર છે. હવે તમે તેને પરાઠા અથવા દાળ ભાત સાથે ગરમાગરમ પીરસો.

(2) લસણ ટામેટાની ચટણી : જે લોકોને ટામેટાં ખાવાનું વધારે પસંદ હોય તેઓ ટામેટા અને લસણની ચટણી બનાવી શકે છે. તો આ ચટણીની રેસીપી ઘરે બનાવવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો. સામગ્રી – લસણની કળી (છાલેલી), 1-2 ટામેટાં, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જીરું અને સ્વાદ મુજબ મીઠું.

લસણ ટામેટાની ચટણી બનાવવાની રીત : મિક્સરમાં લસણની કળીઓ, ટામેટાં, લાલ મરચુ પાવડર, જીરું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે બધી સામગ્રીને પીસીને સ્મૂધ પેસ્ટ બનાવો. તો ટામેટાની લસણની ચટણી તૈયાર છે. આ ચટણીને પકોડા, પરાઠા સાથે ખાઈ શકો છો.

(3) લસણ ડુંગળીની ચટણી : ડુંગળી લસણની ચટણી બનાવવામાં બીજી ચટણી કરતા ઘણો ઓછો સમય લાગે છે. ઉપરાંત, દરેક વ્યક્તિ તેનો સ્વાદ ચાખીને ચોક્કસ તમારી પ્રશંસા કરશે. તો આજે જ જાણી લો આ રેસિપી ઘરે કેવી રીતે બનાવવી.

સામગ્રી : લસણ કળી, 1 ડુંગળી (ઝીણી સમારેલી), ખાંડણી, તેલ, લીલા મરચાં (લંબાઈમાં કાપેલા), સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર અને હળદર પાવડર.

લસણ ડુંગળીની ચટણી બનાવવાની રીત : સૌથી પહેલા ખાંડણીમાં લસણની કળીને થોડી ક્રશ કરી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં સમારેલા ખાંડેલા લસણને ફ્રાઈ કરી લો.હવે જ્યારે લસણ ફ્રાઈ થઇ જાય ત્યારે તેમાં સમારેલી ડુંગળી અને લીલા મરચા ઉમેરો.

બધું બરાબર ફ્રાઈ કરી લીધા પછી તેમાં મીઠું, લાલ મરચું, હળદર પાઉડર ઉમેરો. હવે તેને ત્યાં સુધી રાંધો જ્યાં સુધી તેઓ તેલ છોડવાનું શરૂ ન કરે. તો લસણ ડુંગળી ની ચટણી તૈયાર થઇ ગઈ છે.

હવે જો તમે પણ એક ચટણી ખાઈ ને કંટાળી ગયા હોય તો આ રેસિપી ચોક્કસ ટ્રાય કરો. અમને આશા છે કે તમને રેસિપી પસંદ આવી હશે. આવી જ અવનવી રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

2 replies on “3 અલગ અલગ રીતે બનાવો લસણની સ્વાદિષ્ટ ચટણી, એકવાર બનાવી જુઓ, વારંવાર બનાવશો”

Comments are closed.