તમે કોઈના મોઢે તો સાંભળ્યું જ હશે કે વજન ઓછું કરવું હોય તો ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવો. વિટામિન-સીથી ભરપૂર લીંબુ વજન ઘટાડવા માટે ખૂબ જ મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દરરોજ માત્ર 1 લીંબુને આહારમાં લેવાથી તમે સ્વાસ્થ્ય સંબંધિત બીજા ઘણા બધા ફાયદા મેળવી શકો છો.
લીંબુમાં વધારે માત્રામાં વિટામિન સી, દ્રાવ્ય ફાઇબર હોય છે જે તમને ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે. લીંબુ વજન ઘટાડવામાં મદદ તો કરે છે પણ તેની સાથે સાથે હૃદય રોગ, એનિમિયા, કિડનીની પથરી, પાચન સમસ્યાઓના જોખમને ઘટાડી શકે છે. દરરોજ 1 લીંબુ શરબત સેવન તમારા માટે કેવી રીતે ફાયદાકારક હોઈ શકે છે તે વિશે આ લેખમાં જણાવીશું.
સામાન્ય રીતે આપણે આપણી આજુ બાજુ લોકલ ખોરાકમાં ઓછું ધ્યાન આપીએ છીએ અને વધુ આકર્ષક લાગે તેવી ફેન્સી વસ્તુઓ પર વધારે ધ્યાન આપીએ છીએ.લીંબુના છોડનું વાસ્તુમાં વિશેષ સ્થાન છે જે દર્શાવે છે કે લીંબુમાં એવી વસ્તુ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી શકે છે. લોકો ભૌતિક સંપત્તિ માટે લીંબુના ઝાડ વાવે છે પરંતુ વાસ્તવમાં તે સારા સ્વાસ્થ્યનો ભંડાર છે. ચાલો આ વિશે જાણીએ.
કિડની પથરી માટે
જો તમને કિડનીની પથરી છે તો તમારા આહારમાં લીંબુનો સમાવેશ કરો. લીંબુ આખા વર્ષ દરમિયાન સરળતાથી મળી રહે છે અને તેનું સેવન પણ સરળ છે. લીંબુ પાણી પીવાથી કિડની સ્વસ્થ રહે છે કારણ કે તેમાં સાઇટ્રેટની માત્રા વધારે હોય છે. સાઇટ્રેટ કેલ્શિયમ ક્રિસ્ટલને બનવા નથી દેતું જેનાથી કિડનીમાં પથરી થતી નથી.
વિટામિન સીથી ભરપૂર
લીંબુ વિટામિન સીથી ભરપૂર હોવાથી, દરરોજ 1 લીંબુનું સેવન કરવામાં આવે તો વિટામિન-સીની તમારી દૈનિક જરૂરિયાતના 1/2 ભાગને પૂરી કરવામાં મદદ મળે છે. સંશોધન દર્શાવે છે કે વિટામિન-સીથી ભરપૂર ફળો અને શાકભાજી ખાવાથી હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે
શરીરમાં સારા બેક્ટેરિયા વધવાને કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે. લીંબુ પેક્ટીન નામના ફાઇબરથી ભરપૂર હોય છે જે એક પ્રીબાયોટિક છે જે સ્વસ્થ આંતરડાના બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે. જો કે લીંબુના પલ્પમાં રસ કરતાં વધારે પેક્ટીન જોવા મળે છે. તેથી દરરોજ સવારે તમારા લિંબુ શરબત બનાવતી વખતે બને તેટલો પલ્પ સામેલ કરો.
વૃદ્ધત્વ અટકાવે છે
આપણે બધા જાણીએ છીએ કે લીંબુમાં વિટામિન-સી ભરપૂર હોય છે જે ત્વચાને જુવાન બનાવવામાં મદદ કરે છે. વિટામિન સી માં કોલેજન પુનઃસ્થાપિત કરવાની ક્ષમતા છે. જેમ જેમ આપણે ઉમર વધે છે તેમ તેમ આપણી ત્વચા કોલેજન ગુમાવે છે, પરંતુ લીંબુ તે ચમક પ્રાપ્ત કરવામાં તમને મદદ કરી શકે છે.
ચરબીના શુદ્ધિકરણ માટે
લીંબુનું સેવન ફેટી લીવરને ઠીક કરવામાં મદદરૂપ છે. લીંબુની નેચરલ ક્લીંજિંગ શક્તિ લીવરને નવજીવન આપે છે. સવારે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ નીચોવીને પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. લીંબુ સારી પાચનશક્તિ અને મળત્યાગ પ્રોત્સાહિત કરવા માટે પાચન તંત્ર અને યકૃતમાં ચેતાને જાગૃત કરે છે.
ઇન્સ્યુલિનની સંવેદનશીલતા ઘટાડવામાં
લીંબુ હોર્મોન્સને સ્થિર કરવામાં મદદ કરે છે અને આડકતરી રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે. લીંબુમાં જોવા મળતું મુખ્ય તત્વ પોલિફેનોલ્સ છે જે ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ઇન્સ્યુલિન પ્રતિરોધમાં વધારો થવાથી હોર્મોન ઇન્સ્યુલિનની પ્રતિક્રિયામાં ઘટાડો થાય છે અને તેના પરિણામે બ્લડ સુગરનું સ્તર અનિયંત્રિત થાય છે.
લીંબુ ક્ષારયુક્ત અને તેજાબી પ્રકૃતિનું હોવાથી તેને પાણી સાથે પીવામાં આવે તો તે એસિડ રિફ્લક્સમાં મદદ કરે છે. જો કે તેના પર હજુ સુધી કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી પરંતુ લોકોના અનુભવ મુજબ તેનું સેવન ગેસ ઘટાડવામાં મદદ કરે છે.
આ બધા ફાયદા મેળવવા માટે તમે પણ દરરોજ 1 લીંબુનું સેવન ચોક્કસ કરો. પરંતુ જો તમને ગળું ખરાબ છે તો તેનું સેવન ગરમ પાણીમાં કરો. તેને ઉકાળવાનું ટાળો કારણ કે તેની અસર ઘટી જાય છે.
તમને આ માહિતી મદદરૂપ લાગી હોય તો આગળ મોકલો જેથી બીજા લોકો પણ જાણી શકે, આવી જ કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ વગેરે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.