આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ શિયાળુ સ્પેશ્યલ લીલા લસણ નુ કાચુ રેસિપી. લીલા લસણ નુ કાચુ એ ગુજરાતમાં સુરત શહેરની લોકપ્રિય રેસીપી છે. જ્યારે લીલું લસણ બજાર સરળતાથી મળવા લાગે છે તે દરમિયાન બનાવવામાં આવે છે. આ કાચુ રોટલી અને શાક સાથે સાઈડ દિશમાં ખવાય છે.
આ કાચુ ગેસનો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવતી રેસિપી છે. આ રેસિપી એકદમ ઝડપી અને અને ઘરમાંજ રહેલી વસ્તુથી બની જાય છે અનેડ તેને બનાવવી પણ એકદમ સરળ છે.
સામગ્રી: 140 ગ્રામ લીલું લસણ, 2 લીલા મરચા, 1 ઇંચ આદુ, 1 ચમચી લસણનો સફેદ ભાગ, 1 કપ લસણનો સમારેલો લીલો ભાગ, 2 નંગ છૂંદેલા બટાકા, 5 ચમચી તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ધાણા પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 3 ચમચી મલાઈ + 3 ચમચી દૂધ, તેલ, સમારેલ લીલું લસણ
લીલા લસણ નુ કાચુ બનાવવાની રીત : સૌપ્રથમ લીલા લસણને સારી રીતે સાફ કરી લો. લસણનો નીચેનો સફેદ ભાગ કાઢીને બાજુ પર રાખો અને લસણનો લીલો ભાગ એકદમ ઝીણો સમારી લો. હવે લીલા મરચા, લસણનો સફેદ ભાગ અને આદુને ઝીણી પેસ્ટ બનાવી લો. મિક્સિંગ બાઉલમાં લસણનો ઝીણો સમારેલો લીલો ભાગ, લીલા મરચા-આદુ-લસણની પેસ્ટ અને તેલ ઉમેરો.
સારી રીતે મિક્સ કરી દો.પછી તેમાં મેશ કરેલા બટાકા, મીઠું, ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી દો. હવે કાચુને સ્મૂધ અને ક્રીમી બનાવવા માટે મલાઈ અને દૂધનું મિશ્રણ ઉમેરો અને 2-3 મિનિટ માટે હાથની મદદથી બધું સારી રીતે મિક્સ કરો.
તો અહીંયા તમારું કાચુ બનીને તૈયાર થઇ ગયું છે. એક મિક્સિંગ બાઉલમાં લસણ નુ કાચુ કાઢીને 1 કલાક માટે રેફ્રિજરેટ માં રાખી ઠંડુ કરો. રેફ્રિજરેટ માં ઠંડુ કાર્ય પછી ½ ટીસ્પૂન તેલ ઉમેરો અને થોડું સમારેલ લીલું લસણ સ્પેડ કરો. કાચુને પરાઠા કે રોટલી સાથે સર્વ કરો.
નોંધ લેવી: લીલા લસણનો ફક્ત લીલો ભાગ જ વાપરો. સફેદ ભાગ બાજુમાં રાખવો. છૂંદેલા બટાકા અને લસણનો લીલો ભાગ સમાન લેવો. લસણના લીલા ભાગને તેલથી મેશ કરો, તેથી તે નરમ થઈ જશે અને તેનો કાચો સ્વાદ ઘટશે.
મલાઈ અને દૂધનું મિશ્રણ કાચુ માં 2-3 મિનિટ માટે મિક્સ કરો જેથી તેનું સ્મૂધ અને ક્રીમી બને. જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.