ઘણીવાર તમે જોયું હશે કે લીલા મરચાં ઝડપથી સૂકવા લાગે છે અથવા તો ઝડપથી લાલ થઈ જાય છે. ભલે તેને ફ્રીજમાં સ્ટોર કરવામાં આવે, પરંતુ એક અઠવાડિયામાં તેનો રંગ અને સ્વાદ બંને બદલાઈ જાય છે.
આ સમસ્યા મોટાભાગે લીલા મરચામાં થાય છે અને આવી સ્થિતિમાં તમે લીલા મરચાને વધુ માત્રામાં રાખી શકતા નથી. પરંતુ શું એવી કોઈ ટિપ્સ નથી જે લીલા મરચાંને સ્ટોર કરવાનું સરળ બનાવે છે અને તેને ઝડપથી બગડતા પણ અટકાવે.
જો તમે આવી કોઈ ટિપ્સ શોધી રહયા છો તો ચાલો તમને આવા જ એક હેક વિશે જણાવીએ. આ હેક ન તો લીલા મરચાના સ્વાદને પણ એવો જ રાખશે અને ન તો તે ઝડપથી બગડવા દેશે. તમારે ફક્ત તે જાણવાની જરૂર છે કે તેને કેવી રીતે ફ્રિજમાં મૂકવું.
ટિપ્સ 1. જો તમે બે અઠવાડિયામાં લીલા મરચાંનો ઉપયોગ કરવા માંગતા હોય તો તેને આ રીતે સ્ટોર કરો. આ માટે તમારે નીચે પ્રમાણેના આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. સૌથી પહેલા લીલા મરચાને પાણીથી સારી રીતે ધોઈ લો અને અડધા કલાક માટે ઠંડા પાણીમાં પલાળી રાખો.
આ પછી, તેને પાણીમાંથી બહાર કાઢો અને તેમની દાંડી તોડી નાખો. જો કોઈ મરચું ખરાબ થઈ રહ્યું હોય તો તેને કાઢી લો અથવા તેને અડધું કાપી લો અને માત્ર સારો ભાગ રાખો. હવે લીલા મરચાને પાણીમાંથી કાઢીને કાગળના ટુવાલ પર સૂકવી લો.
આ પછી, તેમને કાગળના ટિશ્યુમાં લપેટીને ફ્રિજમાં ઝિપલોક બેગમાં ભરીને સ્ટોર કરો જેથી કરીને ફ્રિજની ઠંડક સીધી તેમના સુધી ન પહોંચે. આમ કરવાથી મરચા બે અઠવાડિયા સુધી તાજા રહેશે.
ટિપ્સ 2. જો તમે લીલા મરચાંને બે અઠવાડિયાથી વધુ સમય માટે સ્ટોર કરવા માંગતા હોય તો આટલું કરો. આ માટે એ જ સ્ટેપ ફોલો કરવા પડશે જે આપણે બે અઠવાડિયાની પ્રક્રિયામાં કર્યા હતા. પહેલા મરચાંને ધોઈ, દાંડી તોડી, પાણીમાં પલાળી અને કાગળના ટુવાલમાં સૂકવી દો.
એકવાર તમારું મરચું સુકાઈ જાય, એટલે તેને ફિલ્મ રેપ સાથે ટ્રે અથવા પ્લેટમાં સ્થાનાંતરિત કરો. એક પ્લેટમાં ફિલ્મ લપેટી અને તેમાં બધાં મરચાં નાખો. હવે તેને ઉપરથી પણ ક્લીંગ ફિલ્મ રેપથી લપેટી દો. આ પછી તમારે તેને થોડા કલાકો માટે ફ્રીઝરમાં ફ્રીઝ કરવું પડશે. પછી તેને બહાર કાઢીને ફ્રીઝરમાં સેફ બેગમાં સ્ટોર કરો અને સ્ટ્રોની મદદથી તમે તે બેગમાંથી વધારાની હવા પણ કાઢી શકો છો.
ટિપ્સ 3. મરચાંની પેસ્ટ બનાવો અને તેને આ રીતે સ્ટોર કરો : ધારો કે તમારે લીલા મરચાની પેસ્ટ સ્ટોર કરવાની છે, તે પણ એવી રીતે કે તે પેસ્ટનો થોડો ભાગ દરેક શાકમાં નાખવામાં આવે અને કામ થઈ જાય, તો તમે આ પદ્ધતિ અપનાવી શકો છો.
મરચાંની પેસ્ટને સ્ટોર કરવાની રીત : મરચાને બ્લેન્ડરમાં નાખીને પીસી લો. તેમાં બીજું કંઈ ઉમેરવાની જરૂર નથી, ફક્ત લીલા મરચાની દાંડી કાઢીને તેની પેસ્ટ બનાવી લો. પછી, તેને નાની-મોટી સાઈઝમાં બરફ જામવાની ટ્રેમાં મૂકો અને ફ્રીઝરમાં ફ્રીઝ કરો. આની ઉપર તમારે ક્લીંગ ફિલ્મ પણ મુકવી પડશે.
આ પછી તમે તેને થોડા કલાકો માટે આ રીતે છોડી દો. પછી તેને બહાર કાઢો અને ફ્રીઝરની સેફ બેગમાં સ્થાનાંતરિત કરો અને સ્ટ્રોની મદદથી તે બેગમાંથી વધારાની હવા બહાર કાઢો. તમે તેને થોડા મહિનાઓ માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમે ઇચ્છો તેટલા ટુકડાઓ કાઢી શકો છો.
આ રીતે તમારું મરચું મહિનાઓ સુધી એવું જ તાજું રહેશે અને બગડશે નહીં. તમારે આ પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને તમે જોશો કે તમારા લીલા મરચા લાંબા સમય સુધી બગડશે નહીં.