આજે અમે તમારી સાથે શેર કરીશું એવી 3 ચટણી જે લીલી ચટણી, પહેલી ચટણી બનાવીશું જે સેન્ડવીચ માટે વપરાય છે, બીજી ચટણી બનાવીશું તે તમે કબાબ અને પાણી ટિક્કા માં વાપરી શકો છો અને ત્રીજી ચટણી છે તમે ઉંબાડિયું અને ઊંધિયા સાથે ખાઈ શકો છો.
1. સેન્ડવીચ ચટણી: તો આ ચટણી છે તમને સેન્ડવીચ સાથે બહઉ જ મસ્ત લાગશે અને સેન્ડવિચનો સ્વાદ ને બમણો કરી નાખે છે આ ચટણી.
- સામગ્રી: 1 કપ લીલી કોથમીર
- 1/4 કપ ફુદીના
- 5 લસણ ની કળી
- 1 નેનો ટુકડો આદુ
- 1 ટીસ્પૂન ડ્રાય રોસ્ટ ચાના દાળ
- 2 ટીસ્પૂન બેસન ની સેવ (કોઈ પણ સેવ લઇ શકો છો)
- 1/2 ટીસ્પૂન જીરું
- 3 લીલા મરચા
- 1/4 ટીસ્પૂન ચાટ મસાલા
- 1/4 ટીસ્પૂન સંચળ
- 1/2 ટીસ્પૂન લીંબુનો રસ
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1/4 ટીસ્પૂન તેલ
બનાવવાની રીત:
હવે આ બધી સામગ્રીને સારી રીતે મિક્સરમાં પસી લો. અહીંયા પીસતી વખતે ફક્ત 2 ટીસ્પૂન પાણી એડ કરવાનું છે. તો તૈયાર છે સેંડવિચ ની ચટણી.
2. કબાબ, પનીર ટિક્કા અથવા કોઈ પણ ફરસાણ જોડે ખાતા હોય તે ચટણી, આ ચટણી ઉપર બનાવી તેમ જ છે પણ અહીંયા એક વસ્તુ ઉમેરવાથી ચટણી નો સ્વાદ બદલી જશે તો જોઈએ કે કેવી રીતે બનાવી શકાય.
- સામગ્રી:
- 1 કપ કોથમીર
- 1/2 કપ ફુદીના
- 4-5 લસણની કળી
- 3 લીલા મરચા
- 2 નાના ટુકડા આદુ
- 2 ટીસ્પૂન ડ્રાય રોસ્ટ કરેલી ચણા દાળ
- 1 ટીસ્પૂન બેસન ના ગાંઠિયા (બેસન સેવ લઇ શકાય)
- 1/2 ટીસ્પૂન જીરું
- 3 ટીસ્પૂન દહીં
- 1/4 ટીસ્પૂન ચાટ મસાલા
- 1/4 ટીસ્પૂન સંચળ
- 1/2 ટીસ્પૂન લીંબુનો રસ
- સ્વાદ પ્રમાણે મીઠું
બનાવવાની રીત:
અહીંયા દહીં ખાટું નથી લેવાનું અને એકદમ ઘટ્ટ હોય તેવું લેવાનું છે અને પાણી બિલકુલ પણ નથી ઉમેરવાનું અને કોઈ પણ પ્રકારનું તેલ પણ નથી લેવાનું. આ બધી સામગ્રીને બરાબર મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. તો તૈયાર છે કબાબ, પનીર ટિક્કા અથવા કોઈ પણ ફરસાણ જોડે ખાઈ શકાય તેવી ચટણી.
3. ઊંધિયું અને ઉંબાડિયું માટે ની ચટણી. આ ચટણી શિયાળા સ્પેશિયલ ચટણી છે જે તમે દરરોજ પણ બનાવી ને ખાઈ શકો છો.
- સામગ્રી:
- 1 કપ લીલું લસણ
- 1 લીલી હળદળનો ટુકડો
- 3 લીલા મરચા
- દોઢ કપ લીલી કોથમીર
- 1/2 ટીસ્પૂન જીરા
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1/2 ટીસ્પૂન લીંબુનો રસ
- 1 ટીસ્પૂન તેલ
બનાવવાની રીત:
હવે આ બધી સામગ્રીને બરાબર મિક્સરમાં પીસી લો. ધ્યાન રાખો કે બિલકુલ પાણી નથી લેવાનું. પીસવા માટે થોડો ટાઈમ લાગશે તેના માટે તમે નાનો મિક્સર જાર આવે છે તેમાં પીસી લો. ઉપરની બંને ચટણી કરતા આ ઘટ્ટ ચટણી બનશે. આ ચટણી ઉપરની બંને ચટણી કરતા ખાવામાં પણ સ્ટ્રોંગ બનશે કારણ કે આ ચટણીમાં લીલા લસણ નો પણ ઉપયોગ કરેલો છે. તો તૈયાર છે ચટણી.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.