ખાટાં લીંબુનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવાની સાથે આરોગ્ય, સુંદરતા અને સ્વચ્છતા માટે પણ કરવામાં આવે છે. આ ચમત્કારી ફળનો ઉપયોગ બીજે ક્યાં ક્યાં થાય છે તેના વિષે આ લેખમાં અમે તમને જણાવીશું.
શરીરને સાફ કરવા માટે
સવારે સૌથી પહેલા એક કપ ગરમ લીંબુ-પાણી શરીરને શુદ્ધ કરે છે. લીંબુ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે, તેથી જ લીંબુ મૂત્રવર્ધક પદાર્થ છે. લીંબુમાં વિટામિન સી ભરપૂર હોવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આ સાથે વજનને નિયંત્રણ કરે છે.
પાચનમાં મદદ કરે છે
લીંબુ પાણી, લિબર પિત્ત એસિડ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે, જે પાચન માટે ખુબ જરૂરી છે. આ સાથે તે પાચન તંત્રમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
મચ્છરો ભગાડવા માટે
મચ્છરોને ભગાડવા માટે લીંબુનો ઉપયોગ કરવો તમને થોડું વિચિત્ર લાગતું હશે, પરંતુ આ એક અસરકારક રીત છે. તમે માત્ર અડધુ લીંબુ લો અને તેમાં લવિંગ ભરાવી દો. હવે આ લીંબુ મચ્છરોને ભગાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જ્યાં મચ્છરો આવે છે ત્યાં મૂકી દો.
આ પણ વાંચોઃ ઘરને ખૂણે ખૂણેથી સુગંધિત બનાવવા માટે ઘરે બનાવો રૂમ ફ્રેશનર, ઘર સુગંધથી મહેકી ઉઠશે
હોમ ફ્રેશનર
લીંબુના રસમાં રોઝમેરી અને વેનીલા એસેન્સિયલ ઓઇલના થોડા ટીપાં મિક્સ કરીને ઘરમાં છંટકાવ કરો. આ તમારા ઘરને ફ્રેશ અને રાખવા માટે એક સરસ રીત છે. તમારે રૂમ ફ્રેશનરની પણ જરૂર નહીં પડે.
સફરજનને તાજા રાખે છે
જો તમે સફરજનને કાપીને રાખીને કફહી ખાઓ છો તો કાપેલા સફરજન અને એવોકાડોના ટુકડા પર લીંબુનો રસ છાંટવાથી તેમને કાળાશું પડતા બચાવે છે અને તે તાજા રહે છે.
ચોપિંગ બોર્ડને સાફ કરો
ચોપિંગ બોર્ડને સાફ કરવા માટે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. આ માટે અડધું કાપેલું લીંબુ લો અને તેનાથી ચોપિંગ બોર્ડને ઘસો, પછી પાણીથી ધોઈ લો. તેનાથી તેના પર રહેલા સૂક્ષ્મ જીવાણુઓ સાફ થઈ જશે અને શાકભાજી કાપવા માટે ચોપિંગ બોર્ડ ફરીથી તૈયાર થઈ જશે.
લીંબુને તાજું રાખવાની ટિપ્સ
જો તમે બજારમાંથી વધુ લીંબુ ખરીદીને લાવો છો, તો તેને પાણીથી ભરેલા કાચના પાત્રમાં રાખો. લીંબુ લાંબા સમય સુધી ખરાબ નહીં થાય અને તાજા રહેશે.