લીંબુના અથાણાંના બાકીના રસને આ રીતે ઉપયોગ કરો, જાણો આ 8 ટેસ્ટી વાનગીઓ માં કેવી રીતે ઉપયોગ કરવો

limbu nu athanu tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણા ઘરોમાં અથાણાં હોય જ છે અને એમનું એક લીંબુનું અથાણાંને પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ઘરમાં તેને ઘરે ઘણી રીતે બનાવવામાં આવે છે, કેટલાક લોકો તેને તેલ વગર પણ બનાવતા હોય છે. તેલ વગર લીંબુનું અથાણું સરળતાથી બીજા અથાણાંની જેમ સ્ટોર કરી શકાય છે.

જો કે જ્યારે તે સમાપ્ત થઇ જાય છે, ત્યારે મોટાભાગની મહિલાઓ તેમાં રહેલો બાકીનો રસ ફેંકી દે છે. ચાલો તમને જણાવીએ કે બાકી લીંબુના અથાણાંના રસને ફેંકી દેવાની જરૂર બદલે, તમે તેનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. ખાવાનો સ્વાદ વધારવા ઉપરાંત તમે જ્યુસ બનાવવા સુધી, આ બધામાં લીંબુના અથાણાંના બાકીના જ્યુસનો ઉપયોગ કરી શકો છો.

તેથી, એટલા માટે જો તમારા ઘરમાં લીંબુનું અથાણું સમાપ્ત થઈ ગયું છે અને બચી ગયેલા જ્યુસને ફેંકી દો નહીં પરંતુ તેનો ઉપયોગ કરો. આજે અમે તમને અહીં એવી 8 વસ્તુઓ જણાવીશું જેને તમે ઘરે અજમાવી શકો છો.

1. મિક્સ વેજીટેબલ સલાડ : લીંબુના અથાણાંના વધેલા રસને તમે મિક્સ શાકભાજીના સલાડમાં મિક્સ કરીને પીરસી શકો છો. હકીકતમાં ઘણા લોકો વજન ઘટાડવા માટે મિક્સ વેજિટેબલ સલાડ ખાવાનું પસંદ કરે છે, પણ જો તમે તેને સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવવા માંગો છો તો લીંબુના અથાણાંનો વધેલો રહેલો રસ સારો વિકલ્પ છે. તેને મિક્સ કર્યા પછી તમારે મીઠું પણ ઉમેરવાની જરૂર નથી.

2. ભેલપુરી : જો તમને ભેલપુરીમાં ચટપટો સ્વાદ જોઈએ છે, તો લીંબુના અથાણાંના વધેલા રસનો ઉપયોગ કરો. ભેલપુરીમાં બધી સામગ્રી મિક્સ કર્યા પછી છેલ્લે લીંબુના અથાણાંનો વધેલો રસ મિક્સ કરો. ભેલપુરી સારી રીતે મિક્સ કર્યા પછી તેને ટેસ્ટ કરો. જો મીઠું ઓછું હોય તો ઉપરથી થોડું મિક્સ કરશો તો આ ભેલપુરીનો સ્વાદ વધારશે.

3. ઇસ્ટન્ટ આચાર (અથાણું) : તુરંત અથાણું બનાવવા માટે તમે વધેલા લીંબુ અથાણાંના રસનો ઉપયોગ કરી શકો છો. આમાં લીંબુની છાલ અને લીલા મરચાંને કાપીને મિક્સ કરો અને તેની સાથે થોડું મીઠું ઉમેરો. હવે અથાણાની બરણીને થોડા દિવસ માટે તડકામાં રહેવા દો. થોડા દિવસોમાં લીંબુની છાલ અને મરચાંનો રંગ બદલાઈ ગયેલો જોવા મળશે. જલદીથી રંગ બદલાય જાય એટલે સમજી લો કે અથાણું તૈયાર થઇ ગયું છે.

4. સૂપ : દરેક ઘરમાં અલગ અલગ રીતે સૂપ બનાવવામાં આવે છે. કેટલાક લોકો સૂપ બનાવવા માટે ઘણા મસાલાઓનો પણ ઉપયોગ કરે છે પણ શું તમે જાણો છો કે માત્ર આ એક જ સામગ્રીથી તમે સૂપનો સ્વાદ વધારી શકો છો.

સૂપ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે લીંબુના અથાણાંના બાકીના જ્યુસને મિક્સ કરો અને પછી તેને સર્વ કરો. જો તમે વધારે મસાલાવાળો સૂપ બનાવ્યો હોય, તો પછી લીંબુના અથાણાંના બાકીના રસને ઉપયોગમાં લેશો નહીં.

5. ફ્રાઈડ રાઈસ : વધેલા ભાતને ઘણીવાર ફ્રાઈડ રાઈસ કરીને ખાઈ લઈએ છીએ. મોટાભાગના લોકો ટામેટા, ડુંગળી અને મરચાં મિક્સ કરીને ફ્રાય કરતા હોય છે. જો તમે ઇચ્છો તો તમે ફ્રાઈડ રાઈસના સ્વાદને એક નવો સ્વાદ આપી શકો છો.

આ માટે જ્યારે તમે ભાતને ફ્રાય કરી રહ્યા હોય, ત્યારે છેલ્લે બે ચમચી લીંબુના અથાણાંનો વધેલો રસ મિક્સ કરો. જો તમે તમારી ઈચ્છા મુજબ તમે તેને વધારી કે ઘટાડી શકો છો. ગેસને બે મિનિટ સુધી ચાલુ રાખીને હલાવો અને પછી સર્વ કરો. આમ કરવાથી તમારા ફ્રાઈડ રાઈસનો સ્વાદ નોર્મલ કરતા એમનો થઇ જશે.

6. મોંનો સ્વાદ ઠીક કરવા : તાવ આવ્યા પછી મો નો સ્વાદ ખરાબ થઇ જાય છે. આ માટે તમે લીંબુના અથાણાંના વધેલા રસનો ઉપયોગ કરી શકો છો. આ માટે બે થી ત્રણ ચમચી લીંબુના અથાણાંનો વધેલો રસ પાણીમાં મિક્સ કરો. આ સિવાય જો તમે ઈચ્છો તો તેને સ્મૂધી કે બીજા કોઈ હેલ્ધી ડ્રિંક્સમાં પણ મિક્સ કરીને પી શકો છો.

7. ચટણીમાં : કોથમીર અને ફુદીનાની ચટણી દર બીજા દિવસે આપણા ઘરે બને છે. ચટણીની ઉપર લીંબુનો રસ મિક્સ કરવામાં આવે છે તેનાથી સ્વાદ વધી જાય છે. તેના બદલે તમે લીંબુના અથાણાંના વધેલા રસને મિક્સ કરી શકો છો. તેને મિક્સ કર્યા પછી છેલ્લે મીઠું મિક્સ કરો. કારણ કે અથાણાંના રસમાં પણ મીઠું વધારે પ્રમાણમાં હોય છે, આવામાં ચટણીનો સ્વાદ બગડી શકે છે. તેથી તેને છેલ્લે જ મિક્સ કરો.

8. પોપકોર્ન : ઘરે પોપકોર્ન બનાવતી વખતે તમે વધેલા લીંબુ અથાણાંના રસને મિક્સ કરી શકો છો. પોપકોર્નના વિવિધ પ્રકારના ફ્લેવર બજારમાં સરળતાથી મળતા હોય છે. જો તમે પણ લીંબુનો ફ્લેવર ઇચ્છતા હોય તો પેનમાં મકાઈ ઉમેર્યા પછી, ઉપરથી એક કે બે ચમચી લીંબુ અથાણાંનો વધેલો રસ મિક્સ કરો. આ પછી તેને પ્લેટથી ઢાંકી દો, પછી લેમન ફ્લેવરવાળી પોપકોર્ન તૈયાર થઈ જશે.